Home » National News » Utility » You can pay home loan by these 5 ways

આ 5 રીતે પણ તમે ચૂકવી શકો છો હોમ લોન

Divyabhaskar.com | Updated - May 07, 2018, 05:20 PM

સામાન્ય રીતે તમે એ બાબત જાણતા હશો કે હોમ લોનની ચૂકવણી એમઆઈ દ્વારા કરવામાં આવે છે

  • You can pay home loan by these 5 ways
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ સામાન્ય રીતે તમે એ બાબત જાણતા હશો કે હોમ લોનની ચૂકવણી એમઆઈ દ્વારા કરવામાં આવે છે. પરતું કેટલાક લોકોની ઈન્કમ ફિકસ ન હોવાને કરાણે તેઓ હોમ લોન લેવાનું સાહસ કરતા નથી. જોકે ઈએમઆઈ સિવાય પણ પાંચ જેટલી રીતે હોમ લોન ચુકવી શકાય છે. જે કદાચ તમે નહિ જાણતા હોવ. તો ચાલો જાણીએ હોમ લોનની ચૂકવણી કરવાની આ રીતો વિશે...

    થોડા વર્ષો બાદ ઈએમઆઈ ચૂકવવાનું શરૂ કરવું

    આ ઓપ્શન સિલેકટ કરવા પર તમે એક નક્કી સમય સુધી માત્ર ઈન્ટરસ્ટ ચૂકવી શકો છો. આ સમય પૂરો થયા બાદ EMIનું પેમેન્ટ શરૂ થાય છે. માત્ર વ્યાજ આપવાનો ગાળો 3 વર્ષથી લઈને 5 સુધીનો હોઈ શકે છે. જોકે લોન માત્ર સેલરીડ અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટે ઉપલબ્ધ છે. આ પ્રકારની નોર્મલ લોનથી 20 ટકાથી વધુ અમાઉન્ટ લઈ શકાય છે.

    આગળ વાંચો, બીજો શું છે વિકલ્પ...

  • You can pay home loan by these 5 ways
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ધીરે-ધીરે ઈએમઆઈ ઓછો કરવો

     

    આ ઓપ્શન તે લોકો માટે ફાયદાકારક છે, જેની ઈન્કમમાં લોનના ગાળા દરમિયાન જ આગળ જતા ઘટાડો થવાની શકયતા છે. જે કે રિટાયર થનાર લોકો. આ ઓપ્શનમાં શરૂઆતના વર્ષોમાં વધુ ઈએમઆઈ આપવાની હોય છે અને ધીરે-ધીરે લોન લેનારની ઈન્કમ ઘટવાની સાથે ઈએમઆઈ ઘટતો જાય છે.

  • You can pay home loan by these 5 ways
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    એકાઉન્ટ સાથે લોનનું લિન્કિંગ

     

    કેટલીક બેન્કો તમને હોમ લોનને બેન્કોમાંના કરન્ટ એકાઉન્ટ સાથે લીન્ક કરવાની સુવિધા પણ આપે છે. જેમ કે એસબીઆઈ મેક્સગેન, આઈસીઆઈસીઆઈ બેન્કની ઓવરડ્રાફટ ફેસિલિટી વગેરે. આ સુવિધામાં હોમ લોનની વ્યાજ લાએબિલિટી એકાઉન્ટમાં સરપ્લસ ફન્ડના આધાર પર ઓછી થઈ જાય છે. એટલે કે તમારે ઓછું વ્યાજ આપવું પડે છે. આ ઓપ્શનમાં તમે જરૂરિયાત પડવા પર કરન્ટ એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો અને ડિપોઝીટ કરી શકો છે.

  • You can pay home loan by these 5 ways
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈએમઆઈમાં ધીરે-ધીરે વધારાનો ઓપ્શન

     

    તમે શરૂઆતના વર્ષોમાં ઓછી ઈએમઆઈ અને આગળ વધુ ઈએમઆઈનું પણ ઓપ્શન લઈ શકો છો. કેટલીક બેન્કો તેની પણ સુવિધા આપે છે. જોકે તમારે આ વિકલ્પ ત્યારે જ લેવો જોઈએ જ્યારે તમને એવી આશા હોય કે આગળ જતા તમારી ઈન્કમમાં વધારો થશે.

  • You can pay home loan by these 5 ways

    અંડર કનસ્ટ્રકશન પ્રોપર્ટી પર પેમેન્ટ

     

    અંડર કનસ્ટ્રકશન પ્રોપર્ટી તમે ખરીદો છો તો તેની લોન અંતર્ગત અમાઉન્ટ હપ્તામાં તમારા એકાઉન્ટમાં આવી જાય છે. એવામાં તમારે છેલ્લા હપ્તા સુધી એટલે કે લોનનુ ફુલ પેમેન્ટ આવે ત્યાં સુધી વ્યાજ ચુકવવાનું હોય છે અને  ફુલ પેમેન્ટ બાદ ઈએમઆઈ શરૂ થાય છે. જોકે તેના કારણે કસ્ટમર પર બોજો પડે છે. જોકે હવે કેટલાક ફાઈનાન્શિયલ ઈનસ્ટીટયુશનમાં લોનનો પ્રથમ હપ્તો આવવાથી ઈએમઆઈ ચુકવવાનો ઓપ્શન છે. ઉદાહરણ તરીકે એચડીએફસી. આ ઓપ્શન અંતર્ગત ચુકવવામાં આવેલા ઈએમઆઈમાંથી પ્રથમ વ્યાજ એડજસ્ટ કરવામાં આવે છે. બાદમાં બચેલા અમાઉન્ટને પ્રિન્સિપલ રીપમેન્ટમાં નાખવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending