અહીં 20 રૂપિયામાં ઓપન થાય છે એકાઉન્ટ, બેન્કના સેવિંગ એકાઉન્ટ જેટલું મળે છે વ્યાજ

you can open this account in post office

divyabhaskar.com

Nov 10, 2018, 10:28 PM IST

યુટિલિટી ડેસ્ક: લોકો હંમેશા સેવિંગ અને રોકાણ માટે નવા તથા સસ્તા વિકલ્પોની શોધમાં હોય છે. પરંતુ મોટાભાગના લોકોનું પોસ્ટ ઓફિસની સ્કીમ્સ તરફ ઓછું ધ્યાન જાય છે. પોસ્ટ ઓફિસમાં અંદાજિત 9 પ્રકારની વચત યોજનાઓ ચાલે છે. જેમા સેવિંગ એકાઉન્ટ્સ, રેકરિંગ ડિપોજિટ એકાઉન્ટ, ટાઇમ ડિપોજિટ એકાઉન્ટ, મંથલી ઇનકમ સ્કીમ એકાઉન્ટ, સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એકાઉન્ટ, પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ અથવા પીપીએફ એકાઉન્ટ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, ખેડુત વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સામેલ છે. પોસ્ટ ઓફિસની સ્કીમ્સમાં તમે નાના રોકાણથી શરૂઆત કરી શકો છો. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એવી જ એક સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેના તમે માત્ર 20 રૂપિયામાં ઓપન કરાવી શકો છો.

પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ
તમે માત્ર 20 રૂપિયામાં આ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. આ એકાઉન્ટ માત્ર કેશના માધ્યમથી ઓપન થઇ શકે છે. જો તમે આ ખાતું 500 રૂપિયા ભરી ઓપન કરાવો છો તો તમને આ ખાતા પર ચેકની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે છે જોકે તેના માટે તમારે ખાતામાં ન્યૂનતમ 500 રૂપિયા રાખવા પડશે. આ ખાતું ખોલાવતા પહેલા થવા પછી તમે કોઇને નોમિની બનાવી શકો છો. ત્યારે આ ખાતાને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાંસફર કરી શકાય છે. જો કે આ ખાતાને એક્ટિવ રાખવા માટે ત્રણ નાણાકિય વર્ષમાં જમા થવા ઉપાડની લેવડ દેવડ કરવી જરૂરી છે. આ એકાઉન્ટમાં એટીએમની સુવિધા પણ ઉપલબ્ધ છે. ખાતામાં જમા રાશિ પર 4 ટકા સુધી વ્યાજ આપવામાં આવે છે.

100 રૂપિયામાં ઓપન થાય છે 15 વર્ષિય પબ્લિક પ્રોવિડેંડ ફંડ (પીપીએફ) એકાઉન્ટ
આ ખાતું માત્ર 100 રૂપિયામાં ઓપન થઇ શકે છે. ખાતાધારકોએ આ ખાતામાં સંપૂર્ણ નાણાકિય વર્ષમાં ન્યૂનતમ 500 રૂપિયા તથા મહત્તમ 1.50 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. એકાઉન્ટનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો છે. આમા તમે જોઇન્ટ એકાઉન્ટ પણ ઓપન કરાવી શકો છો. આમા નોમિનેશનની સુવિધા મળે છે. આમા એક નાણાકિય વર્ષમાં મહત્તમ 1 લાખ રૂપિયા સુધી રોકાણ પર ટેક્સ છૂટનો લાભ મળે છે. આમા જમા રાશિ પર 7.6 ટકા વ્યાજ મળે છે.

X
you can open this account in post office
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી