Home » National News » Utility » PPF એકાઉન્ટ ખોલાવી, 15 વર્ષમાં આ રીતે બનાવો 40 લાખ રૂપિયાનું ફન્ડ । You can make fund of Rs 40 lakh with ppf account through this way

PPF એકાઉન્ટ ખોલાવી, 15 વર્ષમાં આ રીતે બનાવો 40 લાખ રૂપિયાનું ફન્ડ

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 07:47 PM

તમે રિસ્ક લીધા વગર 15 વર્ષમાં 40 લાખ રૂપિયાનું ફન્ડ બનાવી શકો છો

  • PPF એકાઉન્ટ ખોલાવી, 15 વર્ષમાં આ રીતે બનાવો 40 લાખ રૂપિયાનું ફન્ડ । You can make fund of Rs 40 lakh with ppf account through this way
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ તમે રિસ્ક લીધા વગર 15 વર્ષમાં 40 લાખ રૂપિયાનું ફન્ડ બનાવી શકો છો. આ વાતની ગેરન્ટી ભારત સરકાર આપે છે. પબ્લિક પ્રોવિડન્ટ એટલે કે પીપીએફ સ્કીમમાં તમે એકાઉન્ટ ખોલાવો છો તો તેનાથી તમને ટેકસ બચાવવામાં મદદ મળશે. તમે એક વર્ષમાં અધિકતમ 1.5 લાખ રૂપિયા પીપીએફ એકાઉન્ટમાં રોકાણ કરી શકો છો. તમે પીપીએફમાં જે પૈસાનું રોકાણ કરશો તેની પર ટેકસ ક્લેમ કરી શકો છો. આ સિવાય પીપીએફ પર તમને જે ઈન્ટરેસ્ટ મળશે અને તમે એકાઉન્ટ મેચ્યોર થવા પર જે ફન્ડ બનશે તેની પર તમારે કોઈ ટેકસ આપવો પડશે નહિ.

    40 લાખના ફન્ડ માટે મંથલી 12000 રૂપિયા કરવાનું રહેશે રોકાણ

    પૈસાબજારડોટકોમના સીઈઓ અને કો ફાઉન્ડર નવીન કુકરેજાએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ પીપીએફમાં દર મહિને 12000 રૂપિયા જમા કરાવે છે તો 15 વર્ષમાં તેના પીપીએફ એકાઉન્ટમાં 39,31,027 રૂપિયા થઈ જશે. હાલના સમયમાં પીપીએફ પર 7.6 ટકા ઈન્ટરેસ્ટ મળી રહ્યું છે.

    મંથલી કન્ટ્રીબ્યુશન- 12,000 રૂપિયા

    રોકાણનો ગાળો- 15 વર્ષ
    હાલનું ઈન્ટરેસ્ટ રેટ- 7.6 ટકા
    કુલ ફન્ડઃ 39.32 લાખ રૂપિયા

    નોંધઃ આ કેલકયુલેશન પીપીએફ પર હાલના ઈન્ટરેસ્ટ રેટ 7.6 ટકા પ્રમાણે કરવામાં આવ્યું છે.

    આગળની સ્લાઈડમાં વાંચો

    આગળની સ્લાઈડમાં વાંચો, આ રીતે મળે છે ટેકસ છૂટ...

  • PPF એકાઉન્ટ ખોલાવી, 15 વર્ષમાં આ રીતે બનાવો 40 લાખ રૂપિયાનું ફન્ડ । You can make fund of Rs 40 lakh with ppf account through this way

    સેકશન 80 સી અંતર્ગત મળે છે ટેકસ છૂટ

     

    પીપીએફનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં જમા કરવામાં આવેલી રકમ પર મળનારું વ્યાજ ટેકસ ફ્રી હોય છે. એટલું જ નહિ તેની પર મળનારું વ્યાજ અને મેચ્યોરીટી પર મળનારી રકમ આ બધું જ ટેકસ ફી હોય છે. સેકશન 80 સી અંતર્ગત મળે છે ટેકસ છૂટ

     

    એક વ્યક્તિ ખોલી શકે છે એક જ એકાઉન્ટ 

     

    એક વ્યક્તિ એક જ પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે. જોકે આ એકાઉન્ટ જોઈન્ટ ખોલાવી શકાતું નથી. આ એકાઉન્ટને ચાલુ રાખવા માટે તમારે ન્યુનતમ 500 રૂપિયા વાર્ષિક અને અધિકતમ 150000 રૂપિયા વર્ષે જમા કરાવવાના હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ