Home » National News » Utility » You can make fund of 44 lakh through one time investment of 5 lakh

5 લાખનું એક વખત કરેલું રોકાણ બનશે 44 લાખ, આ રીતે કરો રોકાણ

Divyabhaskar.com | Updated - May 29, 2018, 06:14 PM

આ રીતે રોકાણ કરીને પણ તમે તમારા રોકાણનું સારું રિટર્ન મેળવી શકો છો

  • You can make fund of 44 lakh through one time investment of 5 lakh
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ જો તમારી પાસે પૈસા છે અને તમે આ પૈસાનું એક વારમાં જ રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે ઘણાં પ્રકારના વિકલ્પ છે. બેન્કબજારડોટકોમના સીઈઓ આદિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, તમે 5 લાખ રૂપિયા એક વખતમાં રોકાણ કરીને 44 લાખ રૂપિયાનું ફન્ડ બનાવી શકો છો. આ માટે તમારે 5 લાખ રૂપિયા એક વારમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાનું રહેશે. આ માટે તમારે 5 લાખ રૂપિયા એક વારમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકવાના રહેશે. જો તમારું રોકાણ 20 વર્ષ સુધી રહે છે અને તમને રોકાણ પર વાર્ષિક 11.5 ટકા રિટર્ન મળે છે તો તમારા એકાઉન્ટમાં 44 લાખ રૂપિયા થઈ જશે.

    એક વખતમાં રોકાણ કરવાની રકમ- 5 લાખ


    રોકાણનો ગાળો- 20 વર્ષ
    વાર્ષિક અનુમાનિત રિટર્ન- 11.5 ટકા
    કુલ ફન્ડ- 44 લાખ રૂપિયા

    ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડોએ આપ્યું છે સારું રિટર્ન

    જો તમે એક વખતમાં મોટી રકમનું રોકાણ કરી શકો છો તો તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરી શકો છો. ક્રિસિલ એએમએફઆઈ ઈક્વિટી ફન્ડ પરફોર્મન્સ ઈન્ડેકસે જૂન 2017 સુધી 10 વર્ષના ગાળામાં 11.56 ટકા રિટર્ન આપ્યું છે. લાંબા ગાળે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ ફાયદામંદ સાબિત થયું છે.

    આગળની સ્લાઈડમાં વાંચો...

  • You can make fund of 44 lakh through one time investment of 5 lakh

    ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણનું ઓપ્શન

     

    પારંપારિક રોકાણકારો જે વધુ રિસ્ક લેતા નથી, તેમના માટે ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ સારો વિકલ્પ છે. લાંબા ગાળે આ પ્રકારના મ્યુચ્યુઅલ ફન્ડમાં બેન્કની એફડીની સરખામણીમાં સારું રિટર્ન આપી શકે છે. બજારમાં ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ ઘણી વેરાયટીમાં ઉપલબ્ધ છે. તેમાં લિક્વિડ ફન્ડથી લઈને લોગ ટર્મ ડેટ ફન્ડ સામેલ છે. ક્રિસિલ એએમએફઆઈ ડેટ ફન્ડ પરફોર્મન્સ ઈન્ડેકસ, 2017ના જણાવ્યા અનુસાર ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ કેટેગરીએ છેલ્લા 10 વર્ષમાં 8.59 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ