ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You can learn business tricks online through these websites

    ફ્રીમાં અહીં શીખો બિઝનેસમેન બનવાની સ્કીલ, નહિ આપવો પડે ચાર્જ

    Divyabhaskar.com | Last Modified - May 17, 2018, 08:17 PM IST

    ભારતમાં નોકરીના સ્થાને બિઝનેસ પસંદ કરનારની સંખ્યા વધતી જઈ રહી છે
    • ફ્રીમાં અહીં શીખો બિઝનેસમેન બનવાની સ્કીલ, નહિ આપવો પડે ચાર્જ
      ફ્રીમાં અહીં શીખો બિઝનેસમેન બનવાની સ્કીલ, નહિ આપવો પડે ચાર્જ

      નવી દિલ્હીઃ ભારતમાં નોકરીના સ્થાને બિઝનેસ પસંદ કરનારની સંખ્યા વધતી જઈ રહી છે. લોકો બિઝનેસ માત્ર શરૂ કરવા નથી માંગતા પરતું તેમા સફળતા પણ મેળવવા માંગે છે. સફળ બિઝનેસ માટે ખુબ જ મહેનત કરવી તો જરૂરી છે, સાથે જ કેટલીક સ્કીલ્સની પણ જરૂરી પડે છે. આ સ્કીલ્સને શીખવા માટે લોકો મોટી-મોટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. જોકે આ પ્રકારના મોંઘા કોર્સ કરવા તે દરેકના હાથની વાત નથી.

      જોકે હવે ઈન્ટરનેટના આ ગાળામાં તેનો પણ હલ છે. હાલના સમયમાં એવી ઘણી વેબસાઈટ છે, જે તમને ઘર બેઠા ફ્રીમાં વિશ્વની ટોપ યુનિવર્સિટીઝમાં ભણાવવામાં આવનાર કોર્સિસને એક્સેસ કરવા અને બિઝનેસ સ્કીલ શીખવાની તક આપે છે. બિઝનેસ વેબસાઈટ ઈંક ડોટ કોમના એક રિપોર્ટમાં એવી જ કેટલીક સાઈટસની વાત કરવામાં આવી છે. તો ચાલો તમને જણાવીએ કે તે કઈ સાઈટસ છે, જે ફ્રીમાં બિઝનેસ સ્કીલ શીખવાડે છે.

      1. કોર્સેરા (Coursera): www.coursera.org

      કોર્સેરા પર વિશ્વના ટોપ યુનિવર્સિટીના ફ્રી ઓનલાઈન કોર્સિસ છે, જયાંથી તમે ફ્રીમાં નોલેજ પ્રાપ્ત કરી શકો છો. તમારે કોઈ પણ ફિલ્ડમાં અંગે માહિતી મેળવવી હોય, તમે કોઈ પણ ફી આપ્યા વગર વિશ્વના ટોપ ટીચર્સના કલાસીસ ભણી શકો છો. આ વર્ષે કોર્સેરા પર ફ્રી ઓનલાઈન કોર્સ ઉપલબ્ધ કરાવનારી યુનિવર્સિટીની સંખ્યા વધી ગઈ છે. અહીં તમે કોલંબિયા યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વ્હાર્ટન બિઝનેસ સ્કૂલ વગેરેના ઘણાં કોર્સિસ ઓનલાઈન એક્સેસ કરી શકો છો.

      2. યુનિવર્સિટી સિસ્ટમ ઓફ જ્યોર્જિયા (University System of Georgia)

      અહીં મેનજમેન્ટની સારી ટેક્નિક્સ દ્વારા બિઝનેસ પ્રોફેશનલ્સને સફળ બિઝનેસ લીડર બનાવવામાં મદદ કરવામાં આવે છે. યુનિવર્સિટી સિસ્ટમ ઓફ જ્યોર્જિયા દ્વારા ઘણાં સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કોર્સ ભણાવવામાં આવે છે. તેમાં સિક્સ સિગ્મા પ્રિન્સિપલ્સ જેવા બેઝિક ટોપિકથી લઈને સિક્સ સિગ્મા એન્ડ ધ ઓર્ગેનાઈઝડ જેવા એડવાન્સ્ડ લેસન્સ ઉપલબ્ધ છે.

      3. ઈડીએક્સ (EDX)

      કોર્સેરાની જેમ ઈડીએકસ પણ તમને ફ્રીમાં બિઝનેસ સ્કીલ શીખવાડશે. તેના માટે તેણે સેલ્ફ પેસ્ડ કોર્સિસ માટે ઘણી યુનિવર્સિટીઝ અને નોન-એકેડેમિક ઈન્સ્ટીટ્યૂશન્સની સાથે પાર્ટનરશીપ કરેલી છે. ઈડીએકસ પર હાવર્ડ યુનિવર્સિટીએ ફ્રી ઓનલાઈન કોર્સ હાવર્ડ એકસના નામથી ઉપલબ્ધ છે. તમે દરેક કોર્સ ફ્રીમાં નહીં કરી શકો, પરંતુ તેના માટે તમારે થોડી ફીસ તો ભરવી પડશે. હાવર્ડના ઈડીએકસ પર ઉપલબ્ધ કોર્સિસમાં એન્ટરપ્રેન્યોરશીપ, ઈમર્જિંગ ઈકોનોમીઝ, કોન્ટ્રાક્ટ્સ એકસ 2017 (ContractsX2017) જેવા કોર્સ સામેલ છે.

      4. યુડેમી (Udemy)

      તમે બિઝનેસમાં સફળતા ત્યારે પ્રાપ્ત કરી શકો છો, જયારે તમારું લક્ષ્ય સ્પષ્ટ હોય. યુડેમી બિઝનેસ લક્ષ્યોને નિર્ધારિત કરવા સાથે સંકળાયેલી સ્ટ્રેટેજી, ટુલ્સ અને સિદ્ધાંતો અંગે ઘણા કોર્સિસ ઓફર કરે છે. સાથે જ તે તમને તે લક્ષ્યોની વ્યવહારિકતા તપાસવા સંબધિત કોર્સ પણ ઉપલબ્ધ છે.

      5 ફ્યુચરલર્ન (Future Learn)

      ફયુચરલર્નની શરૂઆત 2012માં થઈ હતી અને હાલમાં તેના 70 લાખથી વધુ યૂઝર્સ છે. આ પ્લેટફોર્મનું વિશ્વની ટોપ યુનિવર્સિટીઝ અને સ્પેશિયલિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સની સાથે પાર્ટનરશીપ છે. ફયુચરલર્ન પર બિઝનેસ સાથે જોડાયેલા ટોપિકસ જેવા મોર્ડન એમ્પાવરમેન્ટ ઈન ધ વર્કપ્લસ, ડિજિટલ લિડરશીપ અને મેનજિંગ પબ્લિક મની વગેરે માટે મોટા પાયા પર એજયુકેશનલ સામગ્રી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You can learn business tricks online through these websites
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top