માત્ર 100 રૂપિયામાં છે આ સરકારી સ્કીમ, બચત ખાતા કરતા આપે છે ડબલ રિટર્ન

તમે નોકરીયાત હોવ, બિઝનેસમેન હોવ કે ખેડૂત કોઈ પણ તેમાં રોકાણ કરી શકે છે

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 10:48 AM
You can invest even Rs 100 in this government scheme

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિ વધુ કમાણી કરતા નથી. આજના સમયમાં મહિનામાં બે ચાર હજાર રૂપિયા બચાવી લેવા પણ ઘણાં લોકો માટે મોટી વાત હોય છે. જો તમારું સેવિંગ ઓછું છે તો આ સ્થિતમાં શેર માર્કેટ કે એવી જગ્યા પર રોકાણ કરવું સરળ નથી જયાં ભારે રિટર્ન મળી શકે, કારણ કે અહીં રિટર્ન વધુ છે તો જોખમ તેના કરતા પણ વધુ છે. એવામાં સૌથી સરળ અને સુરક્ષિત રીત એ છે કે સરકારી યોજનાઓમાં પૈસાનું રોકાણ કરવામાં આવે. જો તમે બેન્કના બચત ખાતામાં 100 રૂપિયા પણ રાખ્યા છે તો તમે નુકશાનમાં જઈ રહ્યાં છો. સેવિંગ એકાઉન્ટ પર બેન્ક માત્ર 4 ટકાની આસપાસ વ્યાજ આપે છે. એવામાં એ બાબત સારી રહેશે કે તમે આ સરકારી યોજનાનો લાભ ઉઠાવો.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેટલું મળે છે આ સ્કીમમાં રિટર્ન...

You can invest even Rs 100 in this government scheme

7.6 ટકા મળે છે રિટર્ન

 

નેશનલ સેવિંગ સર્ટિફીકેટ(NSC) ભારત સરકારની એક લધુ બચત યોજના છે. તેને પોસ્ટ ઓફિસ સંચાલિત કરે છે. હવે 1 એપ્રિલથી દેશમાં પોસ્ટઓફિસ પેમેન્ટ બેન્કમાં ટ્રાન્સફર થઈ જશે. એનએસસી સાથે જોડાયેલી એક સારી બાબત એ છે કે તમે માત્ર 100 રૂપિયાનું પણ રોકાણ કરી શકો છો. જે રીતે નોટ 100, 500, 2000ની હોય છે, તે રીતે NSCના સર્ટીફીકેટ પણ 100, 500, 1000, 5000ના સર્ટિફીકેટ મળે છે. તેમાં રોકાણ કરવાની કોઈ સીમ નથી. તમે પોતાની ક્ષમતા મુજબ કેટલી પણ રકમની એનએસસી ખરીદી શકો છો.

 

આગળ વાંચો કોઈ ખરીદી શકે છે આ સર્ટિફીકેટ

You can invest even Rs 100 in this government scheme

કોઈ પણ લઈ શકે છે સ્કીમ

 

તમે નોકરીયાત હોવ, બિઝનેસમેન હોય કે ખેડૂત કોઈ પણ તેમાં રોકાણ કરી શકે છે. તમે પોતાના બાળકના નામ પર પણ તેને ખરીદી શકો છો. આ સર્ટિફીકેટની મેચ્યોરિટીનો ગાળો 5 વર્ષનો હોય છે. દર વર્ષે વ્યાજ ઉમેરાય છે અને કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટની તાકાતથી આ પૈસા સતત વધતા જતા હોય છે. તમારા દ્વારા રોકવામાં આવેલી 100 રૂપિયાની અમાઉન્ટ 5 વર્ષ બાદ 144 રૂપિયા થઈ જશે. અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે ટેકસ પર છુટ માત્ર 1.5 લાખ રૂપિયાના રોકાણ પર જ મળે છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ યોજના સરકારી છે. એટલે કે તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને બીજું એ કે સરકારે જેટલું કહ્યું તેટલું રિટર્ન તમને મળશે. આ સિવાય તમારે વધુ ભાગદોડ કરવી પડશે નહિ.

X
You can invest even Rs 100 in this government scheme
You can invest even Rs 100 in this government scheme
You can invest even Rs 100 in this government scheme
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App