ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» You can get visa of these countries through money

  પૈસા ખર્ચીને આ 10 દેશોના મળી શકે છે વિઝા, જાણો ખર્ચ

  Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 10:33 PM IST

  હાલ જયારે વિઝા માટેની વિવિધ દેશોની પોલિસીમાં સતત ફેરફાર થઈ રહ્યો છે
  • પૈસા ખર્ચીને આ 10 દેશોના મળી શકે છે વિઝા, જાણો ખર્ચ
   પૈસા ખર્ચીને આ 10 દેશોના મળી શકે છે વિઝા, જાણો ખર્ચ

   નવી દિલ્હીઃ હાલ જયારે વિઝા માટેની વિવિધ દેશોની પોલિસીમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. ત્યારે કેટલાક લોકો પરમનન્ટ રેસિડન્સી મેળવવા માટે ઈન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા વિઝા રૂટને પસંદ કરી રહ્યાં છે. મોટા ભાગના લોકો આ પ્રકારના વિઝા માટે EU કન્ટ્રીને પસંદ કરી રહ્યાં છે. યએસએના EB-5 વિઝા મેળવવા માટે 1 મિલિયન ડોલરનો ખર્ચ કરવો પડે છે. આ અંતર્ગત સેલ્ફ, સ્પાઉસ અને 21 વર્ષથી નાની ઉંમરના કિડસના વિઝા મળે છે. આના કરતા પણ જો તમે વધુ ખર્ચ કરવા માંગતા હોવ તો તમે ન્યુજીલેન્ડમાં 2.2 મિલિયન ડોલરનો ખર્ચ કરીને જઈ શકો છો. તો ચાલો જાણીએ કેટલાક દેશો વિશે જયાં કેશ ફોર વિઝા સ્કીમ્સ છે. આ સ્કીમ્સને 'ગોલ્ડન વિઝા' સ્કીમ્સ કહેવામાં આવે છે.

   આયરલેન્ડ

   આઈરીશ ઈમિગ્રેન્ટ ઈન્વેસ્ટર પ્રોગ્રામમાં 1 મિલિયન ડોલરનું રોકાણ કરવું પડે છે. 63,540,000 રૂપિયા (અંદાજિત)

   યુકે

   ગોલ્ડન વિઝા યુકેની એન્ટરપ્રેનર સ્કીમ હેઠળ મેળવવા માટે 200000 પાઉન્ડ રોકણ કરવું પડે છે. એટલે કે અંદાજિત 28400 ડોલર) 1804540 રૂપિયા (અંદાજિત)

   સ્વિઝરલેન્ડ

   સ્વિસ ઈન્વેસ્ટર વિઝા માટે 1 મિલિયન ડોલરનું રોકાણ કરવું પડે છે. 63,540,000 રૂપિયા (અંદાજિત)

   સાયપર્સ

   પરમન્નટ રેસેડન્સી રીકવાયરસ 300000 યુરો (અંદાજિત 372817 ડોલર) 23,619,100 રૂપિયા (અંદાજિત)

   યુએસએ

   EB5 ઈન્વેસ્ટર પ્રોગ્રામ અંતર્ગત તમે 500000 ડોલર(31,770,00 રૂપિયા)ના રોકાણમાં અથવા તો 1 મિલિયન ડોલર(63,540,000 રૂપિયા)ના રોકાણમાં વિઝા મેળવી શકો છો. જોકે તે નક્કી કરવામાં આવેલા એમ્પલોયમેન્ટ એરિયા માટે છે. 31,770,00 રૂપિયા અથવા 63,540,000 રૂપિયા

   ન્યુઝીલેન્ડ

   રેસિડન્સ વિઝા મેળવવા માટે ન્યુઝીલેન્ડમાં 3 મિલિયનનું રોકાણ કરવું પડે છે. (અંદાજિત 2.2 મિલિયન ડોલર) 19,062,000 રૂપિયા (અંદાજિત)

   પોર્ટુગલ

   ગોલ્ડન વિઝા માટે 500,000 યુરોનું રોકાણ કરવું પડે છે. (અંદાજિત 621362 ડોલર) 500,000 રૂપિયા (અંદાજિત)

   સ્પેન

   ગોલ્ડન વિઝા મેળવવા માટે સ્પેનમાં 500000 યુરોનું રોકાણ કરવું પડે છે. (અંદાજિત 621362 ડોલરનું) 39,365,100 રૂપિયા (અંદાજિત)

   બલગેરિયા

   બલગેરિયાની સિટિઝનશીપ મેળવવા માટે 1 મિલયન બ્લગેરિયન લીવ (અંદાજિત 633845 ડોલર) 40,274,500 રૂપિયા (અંદાજિત)

   ઓસ્ટ્રેલિયા

   અહીં ઈન્વેસ્ટર વિઝા મેળવવા માટે 1.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું રોકાણ કરવું પડે છે.(અંદાજિત 1.2 મિલિયન ડોલર)

   77,128,500 રૂપિયા (અંદાજિત)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: You can get visa of these countries through money
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top