ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» You can get update regarding epf pension

  EPF પેન્શનની માહિતી જોઈએ છીએ, તો ડાઉનલોડ કરી લો આ એપ

  Divyabhaskar.com | Last Modified - May 05, 2018, 07:16 PM IST

  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સબસ્ક્રાઈબર્સ હવે પેન્શન પાસબુક એપથી જ જોઈ શકશે
  • EPF પેન્શનની માહિતી જોઈએ છીએ, તો ડાઉનલોડ કરી લો આ એપ
   EPF પેન્શનની માહિતી જોઈએ છીએ, તો ડાઉનલોડ કરી લો આ એપ

   નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઈપીએફઓ)ના સબસ્ક્રાઈબર્સ હવે પેન્શન પાસબુક એપથી જ જોઈ શકશે. ઈપીએફઓએ જણાવ્યું કે ઘણી સરકારી સેવાઓ આપનાર મોબાઈલ એપ 'ઉમંગ' પર પેન્શન ખાતામાં જમા રકમની માહિતી લઈ શકાય છે.

   ઉલ્લેખનીય છે કે ઉંમગ એક એવી એપ છે, જેના દ્વારા તમે ઘણી સરકારી સેવાઓનો લાભ લઈ શકો છો. તેની મદદથી તમે પોતાના પ્રોવિડન્ટ ફન્ડની માહિતી પણ પ્રાપ્ત કરી શકો છો. આ એપ ગૂગલ પ્લ સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. તે આઈઓએસ અને વિન્ડોઝ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

   આ રીતે ચેક કરો પોતાની પાસબુક

   ઉમંગ એપ પર જઈને તમારે 'વ્યુ પાસબુક'ના ઓપ્શન પર કલીક કરવાનું છે. બાદમાં તમારે પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) નંબર અને પોતાની ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. પીપીઓ દરેક સબસ્ક્રાઈબરને મળનાર એક વિશેષ નંબર છે.

   બાદમાં તમને આપવામાં આવેલી માહિતીની પુષ્ટિ કર્યા બાદ તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) આવશે. તેને નાખવા પર તમને તમારી છેલ્લી ક્રેડિટ કરવામાં આવેલી પેન્શનની રકમ દેખાશે.

   તેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ઈપીએફઓ કેટલીક અન્ય સેવાઓ પહેલેથી ઉમંગ એપ પર આપી રહી છે. આ સેવાઓમાં તમે પોતાના કલેમનું સ્ટેટસ જાણવા સહિત બેલેન્સ પણ ચેક કરી શકો છો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: You can get update regarding epf pension
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top