સરકારી કર્મચારીઓની જેમ ઇચ્છો છો પેન્શન તો ખોલાવો આ એકાઉન્ટ

divyabhaskar.com

Nov 10, 2018, 07:12 PM IST
you can get good pension from nps know other benefits

યુટિલિટી ડેસ્કઃ સરકારી નોકરીનું લોકોમાં સૌથી મોટું આકર્ષણ રિટાયર્મેન્ટ સારું પેન્શન મળવાનું પણ છે. તેનાથી લોકોને લાગે છે કે જો તેમને સરકારી નોકરી મળે છે તો રિટાયર્મેન્ટ બાદ પણ તે આરામદાયક જીવન ગુજારી શકે છે. જો તમે પ્રાઇવેટ નોકરી કરો છો અથવા તમારો બિઝનેસ કરો છો તો તમે પણ સરકારી કર્મચારીઓની જેમ 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવી શકો છો. કેન્દ્ર સરકારની ન્યૂ પેન્શન સિસ્ટમ સ્કિમ(એનપીએસ) તમારા માટે મંથલી પેન્શન સુનિશ્ચિત કરી શકે છે. કોઇપણ વયસ્ક વ્યક્તિ પછી તે પ્રાઇવેટ નોકરી કરતો હોય કે તેનો પોતાનો બિઝનેસ હોય, ખેતી કરતો હોય ન્યૂ પેન્શન સિસ્ટમ હેઠળ એકાઉન્ટ ખોલાવી શકે છે.

45 હજાર રૂપિયા પ્રતિ મહિના મળશે પેન્શન
તમે એક ઉદાહરણ થકી સમજી શકો છો કે તમે 30 વર્ષના છો અને દર મહિને 5 હજાર રૂપિયા એનપીએસમાં જમા કરો છો તો તમને કેટલું પેન્શન મળશે અને મેચ્યોરિટી પર કેટલા પૈસા મળશે.

ઉંમર 30 વર્ષ
રોકાણનો કુલ સમયગાળો 30 વર્ષ
મંથલી કન્ટ્રિબ્યૂશન 5,000 રૂપિયા
રોકાણ પર અંદાજીત રિટર્ન 10 ટકા
કુલ પેન્શન ફંડ 1,13,96,627 રૂપિયા
એન્યુટી પ્લાન ખરીદવા માટે રકમ 68,37,777 રૂપિયા
અંદાજીત એન્યુટી રેટ 8 ટકા
મંથલી પેન્શન 45,557 રૂપિયા
મેચ્યોરિટી પર ઉપાડી શકો છો 45,58,650 રૂપિયા

નોંધ: રોકાણ પર રિટર્ન અંદાજીત મેચ્યોરિટી પર મળશે 45 લાખ રૂપિયા

એનપીએસ હેઠળ તમને 60 વર્ષની ઉંમર થયા બાદ એટલે કે મેચ્યોરિટી પર તમને 45 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત દર મહિને તમને 45557 રૂપિયા પેન્શન મળશે.

વધારે પેન્શન માટે વધારો મંથલી કન્ટ્રિબ્યૂશન
જો તમને લાગે છે કે આજના 30 વર્ષ બાદ જ્યારે તમે રિટાયર થશો એ સમયે તમારે મંથલી ખર્ચ માટે વધારે પૈસાની જરૂર હશે તો તમારી જરૂરિયાત અનસુાર મંથલી કન્ટ્રિબ્યૂશન વધી શકે છે. આ પ્રકારે તમારું મંથલી પેન્શન અને મેચ્યોરિટી પર મળનારી એમાઉન્ટ વધી જશે.

એનપીએસમાં મળે છે ટેક્સ છૂટ
એનપીએસમાં તમે રોકાણ કરી વર્ષે 1.5 લાખ રૂપિયાની રકમ પર ટેક્સ છૂટ મેળવી શકો છો. જો તમે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધી એનપીએસ જમા કરો છો તો તેના પર તમારે ટેક્સ આપવો નહીં પડે.

X
you can get good pension from nps know other benefits
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી