ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» You can get good money on your currency notes with errors

  જો તમારી પાસે છે ખરાબ નોટ તો મળી શકે છે 100 ગણો ભાવ

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 06:08 PM IST

  નંબર વગરની કોઇ નોટ અથવા ફેંસી સિરિઝવાળી અમુક નોટ તમને તેની ફેસવેલ્યુ કરતા 100 વધારે કિંમત અપાવી શકે છે
  • જો તમારી પાસે છે ખરાબ નોટ તો મળી શકે છે 100 ગણો ભાવ
   જો તમારી પાસે છે ખરાબ નોટ તો મળી શકે છે 100 ગણો ભાવ

   યુટિલિટી ડેસ્કઃ 200 કે 2000ની કપાયેલી કે ફાટેલી અથવા ઘસાયેલી નોટને બદલવાની બેન્ક અથવા આરબીઆઇ ભલે ના પાડી રહી હોય, પરંતુ સરકારી પ્રિન્ટિંગની ભૂલ અથવા ટેક્નિકલ એરરમાં વેલ્યુ ગુમાવી ચૂકેલી નોટો અને સિક્કાઓની બજારમાં ઘણી જ વેલ્યું છે. નંબર વગરની કોઇ નોટ અથવા ફેંસી સિરિઝવાળી અમુક નોટ તમને તેની ફેસવેલ્યુ કરતા 100 વધારે કિંમત અપાવી શકે છે. કરન્સી જો એન્ટિક છે તો કિંમત કંઇપણ હોઇ શકે છે.

   ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સોસાયટીમાં ચાલી રહેલા એક નેશનલ ન્યૂમિસ્મેટિક એક્ઝિબિશનમાં જ્યાં દેશ અને દુનિયાની નવી અને જૂની મુદ્રાઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, ત્યારે કરન્સી કલેક્ટર અને ડીલર પણ દુર્લભ ખજાનાને એકઠું કરી રહ્યાં છે. અહીં પ્રિન્ટ એરરવાળી નોટો અને સિક્કાની પણ પોતાની એક કિંમત છે. 100 રૂપિયાની એકન નોટ જેના પર નંબર જ નથી છપાયો, તેની કિંમત 8થી 10 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. એક તરફ હેડ અને બીજી તરફે એ જ ઇમ્પ્રેશનવાળા 1 રૂપિયાના સિક્કા માટે લોકો 3થી 5 હજાર રૂપિયા આપવા તૈયાર છે. ફેન્સી નંબર સિરિઝવાળી નોટ મૂળ કિંમત કરતા 100 ગણી મોંઘી વેચાઇ રહી છે.

   આ પ્રકારના સિક્કા માટે આપવામાં આવે છે 3થી 5 લાખ રૂપિયા


   વર્ષ 1939માં બીજા વિશ્વયુદ્ધ પહેલા 1 રૂપિયાના સિલ્વર કોઇનનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. એ વર્ષનો સિક્કો ઘણા ઓછા લોકો પાસે હશે અને તેને 3થી 5 લાખ રૂપિયા આપીને ખરીદવામાં આવી રહ્યો છે. જોકે હવે ઘણા નકલી સિક્કા બજારમાં આવી ગયા છે. એક્ઝિબિશનમાં અંદાજે 100 દેશોની નોટો અને મુદ્રાઓનું પ્રદર્શન યોજાઇ રહ્યું છે અને સિક્કાઓ થકી દિલ્હીના ઇતિહાસને પણ દર્શાવવામાં આવી રહ્યો છે.

   અકબરના 12 રાશિઓ પ્રમાણે બનાવડાવ્યા હતા અલગ-અલગ સિક્કા


   માહિતી પ્રમાણે અકબરે હિન્દુ દેવી દેવતાઓ ઉપરાંત 12 રાશિઓ પ્રમાણે પણ અલગ-અલગ સિક્કા છપાવ્યા હતા. તેની શોધ હાલ ચાલી રહી છે, જો કઇની પણ પાસે આ પ્રકારના સિક્કા હોય તો બજારમાં તેની કિંમત 15 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. આ એક્ઝિબિશનમાં ઇસા પૂર્વથી લઇને દરેક કાળ અને શાસકોના સિક્કાનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: You can get good money on your currency notes with errors
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top