Home » National News » Utility » આ રીતે ખોલો મેડિકલ સ્ટોર, સરકાર આપશે 2.5 લાખ અને નફાની ગેરન્ટી । you can get double benefit for opening jan aushadhi store

આ રીતે ખોલો મેડિકલ સ્ટોર, સરકાર આપશે 2.5 લાખ અને નફાની ગેરન્ટી

Divyabhaskar.com | Updated - May 11, 2018, 03:55 PM

હવે સરકારી મેડિકલ સ્ટોર(જનઔષધિ કેન્દ્ર) શરૂ કરવો ફાયદાકારક સોદો સાબિત થઇ શકે છે

  • આ રીતે ખોલો મેડિકલ સ્ટોર, સરકાર આપશે 2.5 લાખ અને નફાની ગેરન્ટી । you can get double benefit for opening jan aushadhi store
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ હવે સરકારી મેડિકલ સ્ટોર(જનઔષધિ કેન્દ્ર) શરૂ કરવો ફાયદાકારક સોદો સાબિત થઇ શકે છે. સરકારે દેશભરમાં આ અંગે મળતા ફીડબેકને ધ્યાનમાં રાખીને સ્ટોર ઓપન કરનારને વધારે ફાયદો આપવાની તૈયારી દર્શાવી છે. મેડિકલ સ્ટોર ખોલવા માટે હવે દરેકને 2.5 લાખ રૂપિયાની સહાય મળશે, જે મંથલી ઇન્સેન્ટિવ બેઝ પર આપવામાં આવશે. ઇન્સેન્ટિવ દવાના સેલિંગ પર મળથા કમિશનથી અલગ હશે. ઇન્સેન્ટિવ ત્યાં સુધી આપવામાં આવશે, જ્યાં મેડિકલ સ્ટોર ઓપન કરનારને 2.5 લાખ રૂપિયા મળી ન જાય. એટલે કે બેવડો ફાયદો, એક દુકાન ખોલવા માટે લગભગ બધા પૈસા સરકાર ઇન્સેન્ટિવના રૂપમાં આપશે. જ્યારે દર મહિને 20 ટકા કમિશન ઉપરાંત વધુમાં 10 ટકા અથવા 10 હજાર બન્નેમાંથી જે વધારે હશે તે. ઇન્સેન્ટિવ આપીને નફાની પણ ગેરન્ટી લેશે. સકારની યોજના વધુ 2 હજાર જનઔષધિ કેન્દ્ર ઓપન કરવાની છે, તેવામાં તમે પણ આ યોજનાનો લાભ લઇ શકો છો.

    કેવી રીતે મળશે 2.5 લાખ રૂપિયાની હેલ્પ


    સરકારે પહેલાં જનઔષધિ કેન્દ્ર ઓપન કરવા માટે 2.5 લાખ રૂપિયાની સરકારી સહાયની જાહેરાત કરી હતી, પરંતુ આ સહાય કોઇને હજુ સુધી મળી શકી નથી. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કેટલાક લોકોને ઇન્સેન્ટિવ મળ્યું હતું, પણ તે જારી થઇ રહ્યું નહતું. તેવામાં સરકારે નક્કી કર્યું છે કે દવાના સેલિંગ પર મળતા 20 ટકા કમિશન ઉપરાંત અલગથી 10 ટકા ઇન્સેન્ટિવ આપવામાં આવે. આ માટે હવે દેશભરમાં પીઓએસ મશિન વેચવામાં આવશે. તેમજ નવી યોજના સાથે જોડાનારને હાથોહાથ આ મશિન આપવામાં આવશે. પીઓએસ મશિન થકી દર મહિને સરકાર દુકાન ઓપન કરનારના બેન્ક એકાઉન્ટમાં ઇન્સેન્ટિવ આપી દેશે.

    2.5 લાખ પૂરા થશે ત્યાં સુધી અપાશે ઇન્સેન્ટિવ


    સરકારની યોજના છે કે આ ઇન્સેન્ટિવ ત્યાં સુધી આપવામાં આવે જ્યાં સુધી 2.5 લાખ રૂપિયા પૂરા ન થાય. તમને જણાવી દઇએ કે દવાની દુકાન ખોલવા માટે પણ અંદાજે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, તેવામાં આ આખો ખર્ચ સરકાર જાતે ઉઠાવી રહી છે. જોકે તે 10 હજાર રૂપિયા વધુ મંથલી બેસિસ પર મળતા રહેશે. આ ઇન્સેન્ટિવ 25 મહિના સુધી મળશે.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો આ રીતે થશે તમને આવક

  • આ રીતે ખોલો મેડિકલ સ્ટોર, સરકાર આપશે 2.5 લાખ અને નફાની ગેરન્ટી । you can get double benefit for opening jan aushadhi store
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આ રીતે થશે તમને આવક

    - તમે તમારા સેન્ટર થકી મહિને જેટલી દવાઓનું વેચાણ કરશો, એ દવાઓના 20 ટકા તમને કમિશન રૂપે આપવામાં આવશે. 

    - જે અનુસાર જો તમે મહિને 1 લાખ રૂપિયાનું સેલિંગ કરો છો તો એ મહિને 20 હજાર રૂપિયા કમિશન મળી જશે.


    - ટ્રેડ માર્જિન ઉપરાંત સરકાર મંથલી સેલ પર 10 ટકા ઇન્સેન્ટિવ આપશે. જે તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થશે. 1 લાખ રૂપિયા સુધીના સેલ પર આ ઇન્સેન્ટિવ 10 હજાર રૂપિયા સુધી હોઇ શકે છે.

    - આ પ્રકારે દુકાનદારને ટ્રેડ માર્જિન ઉપરાંત ઇન્સેન્ટિવ તરીકે બેવડો નફો થશે. એટલે કે જો એક મહિનામાં 1 લાખ રૂપિયા સુધીની દવાનું સેલિંગ થાય છે તો એ મહિને તેને 30 હજાર રૂપિયાની આવક થશે. 

    - તેનાથી વધારે દવા વેચવામાં આવે તો કમિશન પણ વધી જશે. ઇન્સેન્ટિવ 10 હજારથી વધારે નહીં મળે. આ પ્રકારે સરકાર કમિશન અને ઇન્સેન્ટિવ થકી કમાણીની પણ ગેરન્ટી આપી રહી છે. 

    આગળની સ્લાઇડ્સમાં વાંચો કોણ ઓપન કરી શકે છે જનઔષધિ કેન્દ્ર

  • આ રીતે ખોલો મેડિકલ સ્ટોર, સરકાર આપશે 2.5 લાખ અને નફાની ગેરન્ટી । you can get double benefit for opening jan aushadhi store
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કોણ ઓપન કરી શકે છે જનઔષધિ કેન્દ્ર

    - જનઔષધિ કેન્દ્ર ખોલવા માટે સરકારે 3 કેટેગરી બનાવી છે.

    - પહેલી કેટેગરીમાં કોઇપણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ, ડોક્ટર, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર સ્ટોર ખોલી શકશે.

    - બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઇવેટ  હોસ્પિટલ, સોસાયટી અને સેલ્ફ હેલ્પ ગ્રૂપને સ્ટોર ખોલવાની તક મળશે.

    - ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકારો દ્વારા નોમિનેટ કરવામાં આવેલી એજન્સી હશે. 

    -  સેન્ટર ખોલનારાને સરકાર તરફથી 650થી વધારે દવાઓ આપવામાં આવશે. 

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો કેવી રીતે કરશો અરજી

  • આ રીતે ખોલો મેડિકલ સ્ટોર, સરકાર આપશે 2.5 લાખ અને નફાની ગેરન્ટી । you can get double benefit for opening jan aushadhi store

    કેવી રીતે કરશો અરજી

    - સ્ટોર ખોલવા માટે તમારી પાસે રિટેલ ડ્રગ સેલ કરવાનું લાયસન્સ જનઔષધિ કેન્દ્રના નામે હોવું જોઇએ. અરજી કરવા માટે આધારકાર્ડ અને પાનકાર્ડ હોવું જરૂરી છે. તેમજ સંસ્થા, એનજીઓ, હોસ્પિટલ, ચેરિટેબલ સંસ્થાને અરજી કરવા માટે આધારકાર્ડ, પાનકાર્ડ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂર રહેશે.

    - જે વ્યક્તિ અથવા એજન્સી કેન્દ્ર ખોલવા માગે છે, તે https://janaushadhi.gov.in/ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.


    - એપ્લિકેશનને બ્યૂરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર એન્ડરટેકિંગ ઓફ ઇન્ડિયા(BPPI)ના જનરલ મેનેજેર(A&F)ના નામથી મોકલવાની રહેશે.

    - બ્યૂરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ ઓફ ઇન્ડિયાનું એડ્રેસ સહિતની માહિતી જનઔષધિની વેબસાઇટ પરથી મળી રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending