3999 રૂપિયામાં લેહ જવાની તક, મેથી આ એરલાઈન શરૂ થશે

નવી દિલ્હી સ્થિત ઈંદિરા ગાંધી હવાઈ એરપોર્ટના ટર્મિનલ 1ડીથી લેહ માટે વિમાન સેવાનું સંચાલન થશે

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 12:14 PM
You can get chief flight for leh from delhi

3999 રૂપિયામાં લેહ જવાની તક, મેથી આ એરલાઈન શરૂ થશે.

નવી દિલ્હીઃ હિમાલયના બરફથી ઢકાયેલા શિખર પર ગ્લેશિયર અને લેહની સુંદરતા જોવા માંગો છો તો લો કોસ્ટ એરલાઈન કંપની સ્પાઈસજેટ આ તક આપ રહી છે. સસ્તી વિમાન સેવા પ્રદાન કરનારી કંપની સ્પાઈસજેટ એક મે 2018થી નવી દિલ્હી અને લેહની વચ્ચે રોજ સીધી ફલાઈટ સેવા શરૂ કરશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, નવી દિલ્હી સ્થિત ઈંદિરા ગાંધી હવાઈ એરપોર્ટના ટર્મિનલ 1ડીથી લેહ માટે વિમાન સેવાનું સંચાલન થશે. સ્પાઈસજેટનું સમગ્ર દેશમાં જેટલું નેટવર્ક છે તેમાં લેહ 46માં સ્થાને હશે, જયાં સ્પાઈસજેટની વિમાની સેવાનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે. એરલાઈન બોઈંગ 737-700 વિમાનનો આ માર્ગમાં વપરાશ કરશે.

આગળની સ્લાઈડમાં વાંચો, જાણો કેટલો થશે ખર્ચ...

You can get chief flight for leh from delhi

આવવા-જવાનું કુલ ભાડું 7,799 રૂપિયા

 

સ્પાઈસજેટની એક તરફની વિમાન યાત્રાનું ભાડું 3,999 રૂપિયા અને રિટર્ન સહિત 7,799 રૂપિયા રાખવાની જાહેરાત કરી છે. આ ટિકિટનુ  વેચાણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.

 

આગળની સ્લાઈડમાં વાંચો, કયારે ભરશે ઉડાન

You can get chief flight for leh from delhi

શું છે ટાઈમ ટેબલ

 

એરલાઈનના જણાવ્યા પ્રમાણે, ફલાઈટની સંખ્યા એસજી 121 દિલ્હીથી સવારે 6.05 વાગે રવાના થશે અને લેહ 7.25 વાગે પહોંચશે. રિટર્ન થવાની ફલાઈટ એસજી 122, સવારે 7.55 વાગેથી શરૂ થશે અને  9.10 વાગે દિલ્હી પહોંચી જશે.

X
You can get chief flight for leh from delhi
You can get chief flight for leh from delhi
You can get chief flight for leh from delhi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App