Home » National News » Utility » You can extend your house through government help

ઘરને મોટું કરવા સરકાર આપી રહી છે 1.5 લાખ રૂપિયા, આ રીતે મળશે ફાયદો

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 08:18 PM

આ રીતે તમે સરકારની મદદ લઈને વધારી શકો છો ઘરની સાઈઝ

  • You can extend your house through government help
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ જો તમારા પરિવારમાં સભ્યોની સંખ્યા વધી ગઈ છે અને તમે ઘરની સાઈઝ વધારવા માંગો છો, પરતું પૈસા ન હોવાને કારણે આ કામ થતું નથી. પરતું હવે તમારે આ બાબતે ચિતા કરવાની જરૂર નથી. મોદી સરકાર તમારા જેવા લોકોને 1.50 લાખ રૂપિયા આપે છે. જેનાથી તમે પોતાના ઘરને એન્હાસ કરી શકો છો. આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હિસ્સો છે. જોકે આ અંગે ખૂબ જ ઓછા લોકોને માહિતી છે. રાજય સરકાર પણ લોકોને આ યોજના વિશે સંપૂર્ણ જાણકારી આપી રહી છે. આ કારણે લોકો આ કોમ્પોનન્ટનો ફાયદો ઉઠાવી શકતા નથી. જો તમે આ યોજનાનો ફાયદો ઉટાવવા માંગો છો તો અમે અહીં તમને જણાવી રહ્યાં છે કે સરકાર કઈ શરતોની સાથે 1.50 લાખ રૂપિયા આપે છે અને જો તમે આ શરતોને પૂરી કરો છો તો તમે ઘરની સાઈઝ વધારી શકો છો.

    કેટલી હોવી જોઈએ ઈન્કમ

    સરકાર 1.50 લાખ રૂપિયાની સબસિડી તે લોકોને આપે છે. જેમની વાર્ષિક ઈન્કમ 3 લાખ કે તેનાથી ઓછી હોય. આ ઈન્કમ ગ્રુપને ઈકોનોમિક વીકર સેકશન (ઈડબલ્યુએસ) કહેવામાં આવે છે. જો તમારી ઈન્કમ 3 લાખ કે તેનાથી વધુ છે તો તમે આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.

    શું હોવી જોઈએ સાઈઝ

    આ સ્કીમનો ફાયદો ત્યારે જ ઉઠાવી શકાય છે, જયારે તમારી પાસે લગભગ 322 વર્ગફુટ (30 વર્ગ મીટર)નો પ્લોટ હોય એટલે કે તમે તમારા ઘરને 322 વર્ગ ફુટ સુધી વધારવા માંગો છો.

    કાચા મકાનને પાકા કરી શકશો

    આ સ્કીમનો ફાયદો તે લોકોને મળે છે, જેનું મકાન કાચું કે અડધુ કાચું છે. તમે પોતાના કાચા કે અડધા કાચા મકાનને પાક્કા કરવા માટે સરકાર પાસેથી 1.50 લાખ રૂપિયા લઈ શકો છો.

    ખાલી પ્લોટમાં બનાવો મકાન

    જો તમારી પાસે 30 વર્ગ મીટર સાઈઝનો પ્લોટ હોય અને તમારી ઈન્કમ 3 લાખ રૂપિયા છે તો તમે સરકાર પાસેથી 1.50 લાખ રૂપિયા લઈને મકાન બનાવી શકો છો.

    હપ્તાહમાં મળશે પૈસા

    તમને 3થી 4 સપ્તાહમાં 1.5 લાખ રૂપિયા મળશે. જેમ-જેમ તમારું મકાન બનતું જશે, તેમ-તેમ સરકાર તમારા ખાતામાં 30-30 હજાર રૂપિયા આવવા લાગશે.

    આગળ વાંચો, આ છે મુખ્ય શરતો...

  • You can extend your house through government help

    આ છે મુખ્ય શરતો

     

    જો તમે આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માંગો છો તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની મુખ્ય શરત છે કે તમારા કે તમારા પરિવારના નામથી કોઈ બીજું ઘર ન હોવું જોઈએ. આ સિવાય તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની એક સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.

     

    કઈ રીતે કરશો એપ્લાઈ

     

    જો તમે આ સ્કીમની શરતોને પૂરી કરો છો તો તમે પોતાના ક્ષેત્રની નગર નિગમ કે નગર પાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એપ્લાઈ કરી શકો છો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending