Youtube વીડિયો જોઇને દર મહિને કમાવો 30 હજાર રૂપિયા, આ છે રીત

you can earn upto 30 thousand rs per month by watching videos on youtube

divyabhaskar.com

Sep 08, 2018, 11:10 AM IST

યુટિલિટી ડેસ્કઃ જો તમે Youtube પર વીડિયો જોવાનું પસંદ કરો છો તો આ શોખનો ઉપયોગ કરીને તમે દર મહિને 30 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ કામ કરવા માટે તમારી પાસે માત્ર બે વસ્તુ હોવી જરૂરી છે. એક ઇન્ટરનેટ કનેક્શન અને બીજું વીડિયો જોવા માટે દરરોજ થોડોક સમય.

આ ટિપ્સથી રહેશો ફાયદામાં
આ કામ શરૂ કરતા પહેલા તમારી સુવિધા અનુસાર એક અથવા બે સાઇટનું સિલેક્શન કરીને તેના પર ફોકસ કરો. તેનાથી તમે બન્નેને વધારે સમય આપી શકશો. જેનાથી સારી આવક મેળવી શકશો. આ ઓનલાઇન સાઇટ્સ સેકન્ડના હિસાબે પેમેન્ટ કરે છે. તેવામાં તમે જેટલો વધારે વીડિયો જોશો, એટલો વધારે ફાયદો થશે. આ માટે દરરોજ બેથી પાંચ કલાકના કામ માટે તૈયાર રહો અને આ વચ્ચે આ સાઇટ્સ પર રહેવા સિવાય અન્ય કોઇ કામ ન કરો. આ પાર્ટ ટાઇમ કામથી તુરંત કમાણી નથી થતી. એક સારી રકમ હાંસલ કરવા માટે જરૂરી છે કે તમે સતત કામ કરો અને સંયમ રાખો.

સાઇટ : પેડ2યૂટ્યૂબ
કમાણી : 200 રૂપિયા પ્રતિ કલાક
કેવી રીતે કરશો કમાણી
આ સાઇટ પર તમને 30 સેકન્ડનો યૂટ્યૂબ વીડિયો જોવાનો અને તેના પર કોમેન્ટ કરવાના પૈસા મળે છે. કમાણી વધારવા માટે તમે યૂટ્યૂબ ચેનલને સબક્રાઇબ તેમજ મિત્રોને રેફર કરી શકો છો. તેનાથી તમને 200 રૂપિયા પ્રતિ કલાકની કમાણી કરી શકો છો. તમે ઇચ્છો તો આ કામ એકવારમાં કરી શકો છો અથવા તો પછી અલગ-અલગ સમયે આ કામ પૂરુ કરો. સાઇટના એકાઉન્ટમાં 670 રૂપિયાની રકમ જમા થયાના સાત દિવસ બાદ પેપલ એકાઉન્ટથી તમને પેમેન્ટ કરી દે છે.

સાઇટ – સ્વેગબક્સ
કમાણી –
250 રૂપિયા પ્રતિ કલાક
કેવી રીતે કરશો કમાણી
સ્વેગબક્સમાં વીડિયો જોવા ઉપરાંત સર્વે થકી પણ પૈસા કમાઇ શકો છો. દરેક ક્લિક અને વીડિયો જોવા માટે સ્વેગબક્સ એક એસબીથી લઇને 30 એસબી સુધીના પોઇન્ટ્સ આપે છે. 500 એસબી કમાયા બાદ તમે 250 રૂપિયાનું ફ્લિપકાર્ટ અને અમેઝોનનું ગિફ્ટ કાર્ડ હાંસલ કરી શકો છો અને તમારી પસંદગીની વસ્તુ ખરીદી શકો છો. જેટલા વધારે એસબી પોઇન્ટ હશે, ગિફ્ટ કાર્ડ પણ એટલી જ વધારે રકમનું હશે.

સાઇટ : ટૂ-ક્યૂબેજ
કમાણી :
67 રૂપિયા પ્રતિ કલાક
કેવી રીતે કરશો કમાણી
એડ્વર્ટાઇઝિંગ એજન્સીની આ સાઇટ તમને પ્રતિ ક્લિક પ્રમાણે 0.005 સેન્ટ(યૂએસ ડોલર) ચૂકવે છે. તેવામાં જો તમે એક દિવસમાં વીડિયો, જાહેરાત અને વેબસાઇટ પેજ પર 200 ક્લિક પણ કરો છો તો તમે 67 રૂપિયા પ્રતિ કલાક કમાઇ શકો છો. રેફરન્સ આપીને અને સાઇટ પર દેખાતી કોઇપણ વેબસાઇટ પર ખરીદી કરીને તમારી કમાણીને વધારી શકો છો.

સાઇટ : સક્સેસબક્સ
કમાણી :
67 રૂપિયા પ્રતિ કલાક
કેવી રીતે કરશો કમાણી
સક્સેસબક્સ પર તમને માત્ર વીડિયો જોવા માટે પૈસા નથી મળતા, પરંતુ સાઇન અપ અને માત્ર ક્લિક કરવા માટે પણ પૈસા મળે છે. એડ એજન્સીની આ સાઇટ દરેક ક્લિક માટે 0.1 સેન્ટથી એક ડોલર સુધીની કમાણી કરવાની તક આપે છે. સાઇટ અંગે સૌથી સારી વાત એ છે કે અહીં તમારા એકાઉન્ટમાં ઓછામાં ઓછા 67 રૂપિયા જમા થતાં જ, પેપલના એકઉન્ટમાં મોકલી આપે છે. જેને તમે ઇચ્છો તો ઉપાડી શકો છો અથવા તો કમાણી વધારી શકો છો.

એપ – સ્લાઇડ જોય
કમાણી :
33 રૂપિયા પ્રતિ કલાક
કેવી રીતે કરશો કમાણી
આ એપને તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ તમે કંઇ નહીં કરો તો પણ પૈસા કમાશો. આ એપથી તમે દર કલાકે 33 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર તમારા સ્માર્ટફોની સ્ક્રીનનો ઉપયોગ કરે છે. એટલે કે જ્યારે પણ તમારા ફોનની સ્ક્રીન લોક હશે, ત્યારે તેના પર એડ ચાલતી રહેશે અને અનલોક કરવા માટે સ્વાઇપ કરતા જ એ પૈસા તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે.

X
you can earn upto 30 thousand rs per month by watching videos on youtube
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી