Home » National News » Utility » You can earn money through stock market following these 8 tips

આ રીતે શેરમાર્કેટમાં ઓછા પૈસાથી કરી શકાય છે વધુ કમાણી

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 04:07 PM

જો તમે પૈસા કમાવવાનું નક્કી કર્યુ છે તો જરૂરી નથી કે તમે મોટી રકમથી શરૂ કરો

 • You can earn money through stock market following these 8 tips
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ જો તમે પૈસા કમાવવાનું નક્કી કર્યુ છે તો જરૂરી નથી કે તમે મોટી રકમથી શરૂ કરો. તમે નાની રકમથી શરૂ કરીને પણ અમીર બની શકો છો. બસ તમારે માર્કેટના કેટલાક બેસિક નિયમો પર ધ્યાન આપવાનું રહેશે. આ છે તે નિયમો, જેને મોટા ભાગના રોકાણકાર અપનાવતા રહે છે અને આજે મોટા અમીરોમાં તેમનું નામ સામેલ છે. તેમની જેમ જો તમે પણ શેરબજારમાંથી સારી કમાણી કરવા માંગતા હોવ તો તમારે પણ આ 8 ગોલ્ડન ટિપ્સ પર ધ્યાન આપવું જોઈએ. જે તમારી રકમને કરોડોમાં બદલી શકે છે.

  ટોપ રોકાણકારોએ પણ ફોલો કર્યા છે આ મંત્ર

  અમે અહીં તમને એવા 8 મંત્ર વિશે જણાવીશું, જે વોરેન બફેટ, રાકેશ ઝુનઝુનવાલા અને આર કે દમાની જેવા રોકાણકારો દ્વારા અપનાવવામાં આવે છે. આ ફોર્મ્યુલાને કારણે આ મહાન હસ્તીઓની રકમ ઘણી વધારે થઈ ગઈ છે. રાકેશ ઝુનઝુનવાલા અને આર કે દમાની ભારતના ટોપ અમીરોમાં છે. જયારે વોરેન બફે વિશ્વના ટોપ અમીરોમાં સામેલ છે.

  પ્રથમ જરૂરી મંત્રઃ સમયની રાહ ન જુઓ

  - વોરેન બફેટ કહે છે કે માર્કેટમાં રોકાણ માટે દરેક સમય યોગ્ય સમય હોય છે. માર્કેટમાં યોગ્ય સમયની રાહ ન જોવો. જો કોઈ સારી કંપનીનો સ્ટોક વ્યાજબી કિંમતમાં છે તો રોકાણ શરૂ કરી દો. ભલે પછી તે સમયે માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું હોય. રોકાણકાર યોગ્ય સમયની રાહમાં માર્કેટમાં રોકાણ કરી શકતા નથી. આ સિવાય જયારે સમય વીતી જાય છે ત્યારે તે માર્કેટની ચાલ જોઈને ઉંચા સ્તરો પર પહોંચેલા સ્ટોકસમાં રોકાણ કરી દે છે અને બાદમાં નુકશાન કરે છે.

  આગળ વાંચો, બીજા અને ત્રીજા જરૂરી મંત્ર...

 • You can earn money through stock market following these 8 tips
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  બીજો મંત્રઃ બીજાને જોઈને રોકાણ ન કરો

   

  જો તમે કોઈ એવા સ્ટોકસમાં પૈસાનું રોકાણ કરી રહ્યાં હોય, જયાં બીજા લોકો પણ પૈસા રોકતા હોય તો તમારે નુકશાન ઉઠાવવાનો વારો આવી શકે છે. સ્ટોક માર્કેટમાં સફળ થવાનો મંત્ર છે કે તમે લોકોને ફોલો ન કરો. લોકો તમને ફોલો કરે.
  -વોરેન બફેટે કહ્યું છે કે જયારે બીજાની લાલાચમાં આવી રહ્યાં છો તો સતર્ક થઈ જાવ. 

 • You can earn money through stock market following these 8 tips
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ત્રીજો મંત્રઃ કિંમત પર ન જાવ, વેલ્યુ જોવો

   

  કયારે પણ કોઈ શેરમાં પૈસા લગાવતા પહેલા એ ન જોવો કે આ શેરની કિંમત વધુ છે તો એ સારું રહેશે. ઘણીવાર 50થી 100 રૂપિયાની વચ્ચેની કિંમત વાળો શેર વધુ મુલ્યવાન થઈ શકે છે. જો તે કંપનીનું પ્રદર્શન સારું છે. સ્ટોક માર્કેટના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું કહેવું છે કે કોઈ પણ શેરમાં પૈસા લગાવતા પહેલા તે કંપનીનું પ્રદર્શન જોઈ લો. કંપનીનું પ્રદર્શન સારું છે તો માર્કેટના ઉતાર-ચઢાવથી મુશ્કેલી નહિ થાય.

   

  આગળ વાંચો, ચૌથો અને પાંચમો જરૂરી મંત્ર

 • You can earn money through stock market following these 8 tips
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ચોથો મંત્રઃ ડિવિડન્ડ આપનાર કંપનીઓ પર કરો ભરોસો

   

  ફોરચ્યુન ફિસ્કલના ડાયરેકટર જગદીશ ઠક્કરનું કહેવું છે કે રોકાણ કરતા પહેલા આ જોઈ લો કે કઈ કંપનીઓ રેગ્યુલર ડિવિડન્ડ આપી રહી છે. જો કોઈ કંપનીઓ રેગ્યુલર બેસિસ પર ડિવિડન્ડ આપી રહી છે તો તેનો અર્થ એ છે કે કંપનીની પાસે કોઈ પણ કમી નથી. કેશ સરપ્લસ વાળી કંપનીઓનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. એવામાં આ કંપનીઓના શેરની સાથે તમારા પૈસા વધવાના પણ ચાન્સ રહે છે.

   

  પાંચમો મંત્રઃ ઓછા દેવાવાળી કંપનીઓની પસંદગી કરો

   

  રોકાણ કરતા પહેલા એ પણ જોઈ લો કે કઈ કંપની પર દેવું ઓછું છે. દેવું ઓછું થવાથી કંપનીઓ પર કેશને લઈને દબાણ રહેતું નથી. ટીસીએસ અને ઈન્ફોસિસ જેવી કંપનીઓ તેનું ઉદાહરણ છે.

   

  આગળ વાંચો, છઠ્ઠો અને સાતમો જરૂરી મંત્ર

 • You can earn money through stock market following these 8 tips

  છઠ્ઠો મંત્રઃ એક સાથે સંપૂર્ણ રકમ ન લગાવો

   

  સ્ટોક્સમાં મોટાભાગે ઉતાર-ચઢાવ જોવા મળે છે. એવામાં પ્રોફિટ કમાવવાનો ત્રીજો નિયમ છે કે કયારે પણ રોકાણ એક સાથે ન કરવામાં આવે.

   

  7મો મંત્રઃ લક્ષ્યને લઈને વ્યવહારિક રહો

   

  માર્કેટમાં એવા સ્ટોકસની કોઈ કમી નથી, જેણે એક વર્ષમાં 100 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. મજબૂત સ્ટોકસમાં સ્થિર વધારો જોવા મળે છે. એવામાં માર્કેટમાં સેફ ઈન્વેસ્ટમેન્ટ માનવામાં આવનાર સ્ટોકસમાં ઓછા સમયમાં ખૂબ જ ઉંચુ રિટર્ન મળવાની શકયતા ખૂબ જ ઓછી હોય છે. જોકે લાંબા ગાળે આ સ્ટોકસ ખૂબ જ સારું રિટર્ન આપી શકે છે.

   

  આઠમો મંત્રઃ અફવાઓ પર ધ્યાન ન આપો

   

  વોરેન બફેટના જણાવ્યા અનુસાર, સ્ટોકસમાં રોકાણ કર્યા બાદ સ્ટોકસની કિંમતોને જોવી તે એક ખોટી રણનીતી છે. તેની કિંમતોને થોડા સમય માટે જોવી ન જોઈએ. સ્ટોકસ માર્કેટમાં અફવાઓ ખૂબ જ ચાલે છે. આ કારણે તેનાથી બચવું જરૂરી છે. વધુ રિટર્નની લાલચ ન રાખો, જો તમને 15થી 20 ટકા રિટર્ન દેખાઈ રહ્યું છે તો રોકાણ કરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ