1

Divya Bhaskar

Home » National News » Utility » એપ્રિલમાં છે આ તક, એક રિકવેસ્ટથી ડબલ થઈ જશે તમારા PFના પૈસા । you can double your pf corpus through this way

એપ્રિલમાં છે આ તક, એક રિકવેસ્ટથી ડબલ થઈ જશે તમારા PFના પૈસા

Divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 08:19 PM IST

જો તમે પ્રાઈવેટ સેકટરમાં નોકરી કરો છો તો એપ્રિલમાં તમારી પાસે એક શાનદાર તક છે

  • એપ્રિલમાં છે આ તક, એક રિકવેસ્ટથી ડબલ થઈ જશે તમારા PFના પૈસા । you can double your pf corpus through this way
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એપ્રિલમાં છે આ તક, એક રિકવેસ્ટથી ડબલ થઈ જશે તમારા PFના પૈસા

    યુટિલિટી ડેસ્કઃ જો તમે પ્રાઈવેટ સેકટરમાં નોકરી કરો છો તો એપ્રિલમાં તમારી પાસે એક શાનદાર તક છે. સામાન્ય રીતે પ્રાઈવેટ સેકટરમાં કંપનીઓ એપ્રિલમાં પોતાના કર્મચારીઓનું એપ્રાઈઝલ કરે છે. આ સમયે તમારા સેલેરી સ્ટ્રકચરમાં ફેરફાર થાય છે. એવામાં તમે તમારી કંપનીને પોતાનું પીએફ કન્ટ્રીબ્યુશન વધારવાની રિકવેસ્ટ કરી શકો છો. જો કંપની તમારી રિકવેસ્ટ માની લે છે, તો તમારા પીએફ એકાઉન્ટમાં દર મહિને જનાર તમારું કન્ટ્રીબ્યુશન વધી જશે. તેનાથી રિટાયરમેન્ટના સમયે તમારા પીએફના પૈસા ડબલ કે તેનાથી પણ વધુ થઈ જશે. આ વખતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ એટલે કે ઈપીએએફ પર 8.55 ટકા વ્યાજની દરખાસ્ત કરી છે. હાલના સમયમાં કોઈ પણ સરકારી સ્કીમમાં આ સૌથી વધુ વ્યાજ છે. એવામાં તમારું પીએફ કન્ટ્રીબ્યુશન વધારીને પીએફ પર વધુ વ્યાજનો ફાયદો પણ ઉઠાવી શકો છો.

    શું છે નિયમ

    એમ્પલોઈ પ્રોવિડન્ટ ફન્ડ એકટના જણાવ્યા અનુસાર, ઈપીએફઓના કોઈ પણ મેમ્બર પીએફમાં પોતાનું મંથલી કન્ટ્રીબ્યુશન વધારી શકે છે. દર મહિને પીએફમાં બેસિક સેલેરી અને ડીએના 12 ટકા કર્મચારીનું કન્ટ્રીબ્યુશન જાય છે. જયારે 12 ટકા જ કંપનીનું કન્ટ્રીબ્યુશન હોય છે. કોઈ પણ કર્મચારી પોતાના મંથલી કન્ટ્રીબ્યુશન વધારી શકે છે. તે બેસિક સેલેરીના 100 ટકા પણ હોઈ શકે છે.

    15000 બેસિક સેલેરી પર કેટલું બનશે રિટાયરમેન્ટ ફન્ડ

    તમે પોતાના પીએફના પૈસા ડબલ કરી શકો છો. અમે આ વાતને ઉદાહરણ દ્વારા બતાવી રહ્યાં છીએ. મોહિત કુમાર પ્રાઈવેટ સેકટરમાં નોકરી કરે છે અને તેમની ઉંમર 30 વર્ષની છે. મોહિત 28 વર્ષની ઉંમરમાં રિટાયર થશે. હાલના સમયમાં તેમની બેસિક સેલેરી 15000 રૂપિયા અને દર મહિને બેસિક સેલેરીના 12 ટકા પીએફમાં આવે છે. કંપનીના કન્ટ્રીબ્યુશનના 3.16 ટકા પીએફ ફન્ડમાં જાય છે. પીએફ પર હાલનો વ્યાજ દર 8.65 ટકા છે. જો તેમની સેલેરીમાં દર વર્ષે 10 ટકાનો વધારો થાય છે તો તેમનું કુલ પીએફ ફન્ડ 1 કરોડ 24 લાખની આસપાસ થશે.

    રોકાણનો ગાળો - 28 વર્ષ
    મંથલી કન્ટ્રીબ્યુશન- 12 ટકા
    હાલનું રિટર્ન- 8.65 ટકા
    સેલેરીમાં વાર્ષિક વધારો- 10 ટકા
    કુલ પીએફ ફન્ડ- 1.24 કરોડ

    નોંધઃ આ કેલકયુલેશન 15,000 રૂપિયા બેસિક સેલેરી પર કરવામાં આવ્યું છે.

    આગળની સ્લાઈડમાં વાંચો, કઈ રીતે ડબલ થઈ જશે પીએફના પૈસા...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • એપ્રિલમાં છે આ તક, એક રિકવેસ્ટથી ડબલ થઈ જશે તમારા PFના પૈસા । you can double your pf corpus through this way
    એપ્રિલમાં છે આ તક, એક રિકવેસ્ટથી ડબલ થઈ જશે તમારા PFના પૈસા

    આ રીતે ડબલ થઈ જશે પીએફના પૈસા

     

    જો મોહિત કુમાર પીએફમાં મંથલી કન્ટ્રીબ્યુશન બેસિક સેલેરીના 12 ટકામાંથી વધારીને 24 ટકા કરી દેવામાં આવે તો પીએફ ફન્ડ બેગણું થઈ જશે. આ સિવાય કમ્પાઉન્ડિંગનો ફાયદો પણ મળશે. જેનાથી તેમનું ફન્ડ ઝડપથી વધશે. જો મોહિત કુમાર બેસિક સેલેરીના 12 ટકા વધારીને 30 ટકા કરી દે તો રિટાયરમેન્ટ પર તેમનું પીએફ ફન્ડ 2 કરોડ 28 લાખ થઈ જશે. આ રીતે તે પોતાનું પીએફ ફન્ડ લગભગ બે ગણું કરી શકે છે.

     

    રોકાણનો ગાળોઃ 28 વર્ષ
    મંથલી કન્ટ્રીબ્યુશનઃ 30 ટકા 
    હાલનું રિટર્નઃ 8.65 ટકા
    સેલેરીમાં વાર્ષિક વધારોઃ 10 ટકા
    કુલ પીએફ ફન્ડઃ 2.28 કરોડ

     

    નોંધઃ આ કેલકયુલેશન 15,000 રૂપિયાના બેસિક સેલેરી પર કરવામાં આવ્યું છે. 

More From National News

Trending