માત્ર 1907 રૂપિયામાં કરો વૈણ્વી દેવીની યાત્રા, રહેવા સહિતની સુવિધાનો થાય છે સમાવેશ

તમે વૈષ્ણવી દેવીની યાત્રાનું મન બનાવી રહ્યો છો, પરતું ટિકિટ મળી રહી નથી

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 05:33 PM
You can do vaishnodevi pilgrimage by paying Rs 1907

યુટિલિટી ડેસ્કઃ તમે વૈષ્ણોદેવીની યાત્રાનું મન બનાવી રહ્યો છો, પરતું ટિકિટ મળી રહી નથી. તો ચિંતાની વાત નથી. અમે તમને કેટલીક એવી બાબતો જણાવી રહ્યાં છે, જેના દ્વારા તમે માત્ર 1907 રૂપિયામાં મુસાફરી કરી શકો છો. આ રકમમાં તમારે ટ્રેનની ટિકિટ, હોટલમાં રોકાવવાનો ખર્ચ, નાશતા પાણી- તમામ સામેલ છે. તો ચાલો જાણીએ કયો છે તે પ્લાન અને કઈ રીતે તમે ઉઠાવી શકો છો ફાયદો.

આઈઆરસીટીસીનો પ્લાન

આઈઆરસીટીસી વૈષ્ણોદેવીનું 4 દિવસ અને 3 રાતનું ટૂર પેકેજ આપી રહી છે. જેમાં જો તમે 2 એડલ્ટ અને એક બાળક માટે પેકેજ લો છો તો આ પેકેજ 1907 રૂપિયામાં એક વ્યક્તિ માટે મળી જશે. જોકે ટૂર પેકેજ માત્ર દિલ્હીથી મળશે અને ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી મળશે. ટ્રેનની ટિકિટ સ્લીપર કલાસની હશે. તેમાં દિલ્હીથી કટરા સુધીની ટ્રેનની કન્ફર્મ ટિકિટ અને આઈઆરસીટીસીના ગેસ્ટ હાઉસમાં રહેવાનું અને 2 દિવસનો બ્રેકફ્રાસ્ટ પણ સામેલ થશે.

4 સ્ટાર હોટલની ઓફર

આ સિવાય જો તમે વધુ પૈસા ખર્ચ કરશો તો આઈઆરસીટીસીએ વૈષ્ણોદેવી માટે ત્રણ બીજા પેકેજ લોન્ચ કર્યા છે, જેમાં એસી કોચ ટ્રેન અને 4 સ્ટાર હોટલ મળશે. આ પેકેજ 3,100 રૂપિયાથી લઈને 6000 રૂપિયા સુધીના છે.

આગળની સ્લાઈડમાં વાંચો, બીજી કઈ વ્યવસ્થા છે ટૂર પેકેજમાં સામેલ...

You can do vaishnodevi pilgrimage by paying Rs 1907

અહીં પણ છે ઓફર્સ

 

આઈઆરસીટીસી સિવાય નાના ટૂર ઓપરેટરો પણ વૈણ્વી દેવીની ટૂરનો પ્લાન આપી રહ્યાં છે. જે મોટી કંપનીઓની સરખામણીમાં ખૂબ જ સસ્તા છે. જે 2500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીના છે. તેને તમે પોતાના બજેટના હિસાબથી સિલેકટ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેટ પર ઘણાં નકલી ઓપરેટર્સ પણ સક્રિય છે. આ કારણે આ ઓફરને સિલેકટ કરતા પહેલા ટૂર ઓપરેટરનું સર્ટિફિકેશન જરૂર ચેક કરી લો. નહિતર મુશ્કેલીમાં પડી શકો છો.

 

5000ના પેકેજમાં આ તમામ સામેલ

 

ઈન્ટરનેટ પર ઉપલબ્ધ ઘણાં પેકેજમાં એક 5000 રૂપિયાનું પેકેજ પણ સામેલ છે. તેમાં દિલ્હીથી ટ્રેનની આવવા-જવાની થર્ડ એસીની કન્ફર્મ ટિકિટ, થ્રી સ્ટાર હોટલમાં નાશતા અને ખાવાનું ઉપલબ્ધ છે. આ સિવાય આ પેકેજમાં તમારા ઘરથી પિક એન્ડ ડ્રોપ સર્વિસ મળશે.

X
You can do vaishnodevi pilgrimage by paying Rs 1907
You can do vaishnodevi pilgrimage by paying Rs 1907
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App