Divya Bhaskar

Home » National News » Utility » diploma courses after 10th class

10મા પછી કરો આ 5 ડિપ્લોમામાંથી કોઇ 1, છે જોબ મળવાની ગેરન્ટી

Divyabhaskar.com | Updated - May 02, 2018, 07:14 PM

અહીં અમે એવા 5 ડિપ્લોમા કોર્સિસ અંગે જણાવી રહ્યાં છીએ જેને 10માં પછી કરી શકાય છે.

  • diploma courses after 10th class
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ હવે જોબ ઓરિએન્ટેડ કોર્સિસનો ટ્રેન્ડ વધી રહ્યો છે. અનેક વાલીઓ ઇચ્છે છેકે તેમના બાળકો એવા કોર્સ કરે જેને કર્યા બાદ જોબ સર્ચ કરવામાં સરળતા રહે છે. આજે અમે અહીં એવા પાંચ ડિપ્લોમા કોર્સિસ અંગે જણાવી રહ્યાં છીએ જેને ધોરણ 10 પછી કરી શકાય છે. એટલે કે આ કોર્સ કર્યા બાદ ઝડપથી તમે તમારી કારકિર્દી ઘડી શકો છો અને જોબ મેળવી શકો છો.

    હોટલ મેનેજમેન્ટ


    હાલના સમયમાં હોટલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્કોપ છે. તેવામાં જો તમે હોસ્પિટાલિટીમાં કારકિર્દી બનાવા માગો છો તો તમે 10મા પછી હોટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કરી શકો છો. આ ડિપ્લોમા કરવાથી આ ફીલ્ડમાં જોબ મળવામાં સરળતા રહે છે.

    કોમ્પ્યુટર હાર્વેર એન્ડ નેટવર્કિંગ


    કોમ્પ્યુટરના યુગમાં આ એક શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઇ શકે છે. આ ફીલ્ડમાં કોમ્પ્યુટર રિપેર અને નેટવર્કિંગ સંબંધિત જાણકારી આપવામાં આવે છે. જે એક સારી જોબ મેળવવામાં મદદરૂપ થઇ શકે છે.

    એન્જિનિયરિંગ ડિપ્લોમા


    અનેક સંસ્થાઓ અને પોલિટેક્નિક કોલેજ 10મા પછી એન્જિનિયરિંગ ડિપ્લોમા કરાવે છે. જેને કર્યા બાદ તમે એન્જિનિયરિંગ ફીલ્ડ સાથે જોડાયેલી મિડલ લેવલ જોબ સરળતાથી મેળવી શકો છો.

    વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • diploma courses after 10th class

    આઇટીઆઇ(ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ)

    10મા પછી આઇટીઆઇમાં પણ ઘણો ઓપ્શન છે. જેમાં ઘણા સબ્જેક્ટ જેમકે ઇલેટ્રિશિયન, વેલ્ડર, ફિટર, કારપેન્ટર, મેકેનિક, સ્ટેનો, કોમ્પ્યુટર વિગેરે. આ કોર્સ કર્યા બાદ મોટી નોકરીઓની ઓફર થતી નથી, પરંતુ તમે તમારો પોતાનો કોઇ વ્યવસાય શરૂ કરવા માગતા હોવ તો આ કોર્સથી સરળતાથી કરી શકો છો અને સારી એવી કમાણી પણ મેળવી શકો છો. 
     

    સ્ટેનોગ્રાફી એન્ડ ટાઇપિંગ

    તમે 10મા બાદ સ્ટેનોગ્રાફી એન્ડ ટાઇપિંગમાં પણ ડિપ્લોમા કરી શકો છો. કેટલાક પ્રદેશોમાં 11th અને 12thમાં સ્ટેનોગ્રાફી એક વિષય તરીકે પસંદ કરી શકો છો. કોર્ટ અને અન્ય કેટલીક સરકારી ઓફિસોમાં આ પ્રકારની જાહેરાતો બહાર પાડવામાં આવે છે. જેમાં સ્ટેનો ફરજિયાત હોય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending