• Home
  • National News
  • Utility
  • કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce

કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ

આજે અમે અહીં 12 કોમર્સ પછી કરી શકાતા કેટલાક કોર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 04:44 PM
કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce

યુટિલિટી ડેસ્કઃ ગુજરાતમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે. પરીક્ષા પૂર્ણ થતાંની સાથે જ 12 કોમર્સમાં આવેલા ટકાના આધારે કયા ક્ષેત્રમાં આગળ વધી શકાય અથવા તો કયા કોર્સ કરીને સારી કારકિર્દી ઘડી શકાય તેને લઇને અનેક લોકોને મુંઝવણ હોય છે, ઘણીવાર એવું પણ બને છે કે આપણને અમુક કોર્સ અંગે જાણકારી પણ નહોય તેવામાં આજે અમે અહીં 12 કોમર્સ પછી કરી શકાતા કેટલાક કોર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.

આ માહિતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકાના આધારે આપવામા આવી રહી છે. ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં કોમર્સમાં પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની જેમ કારકિર્દી અંગેના વિકલ્પો મળી રહે છે.

કોમર્સ બાદના અભ્યાસક્રમો

બીકોમઃ ત્રણ વર્ષ
ઉપયોગીઃ
એકાઉન્ટન્ટ તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છૂકો, ઓફિસમાં ક્લેરિકલ કાર્ય, ઉપરાંત ગ્રેજ્યુએશન સાથે સીએ, સીએસ, સીએમએ તરીકે કારકિર્દી, સ્પર્ધાત્મક પરીક્ષા આપીને ટોચના અધિકારી બનવાની તક.

બીબીએઃ ત્રણ વર્ષ
ઉપયોગીઃ ભવિષ્યમાં એમબીએચ તરીકેની કારકિર્દી, મોટા કોર્પોરેટ હાઉસમાં જોબ.

બીસીએઃ ત્રણ વર્ષ
ઉપયોગીઃ
કોમ્પ્યૂટરમાં રસ ધરાવતા તેમજ કોમ્પ્યૂટર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છૂકો

બીએસસી(આઇટી): ત્રણ વર્ષ
ઉપયોગીઃ
ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી

બીએસસી(યોગા): 3 વર્ષ
ઉપયોગીઃ
યોગ શિક્ષક, અદ્યાપક, કો ઓર્ડિનેટર, યોગ ઇન્સ્ટ્રક્ચર, યોગ થેરાપિસ્ટ તરીકે કારકિર્દી.

બીએ ઇન એડવાન્સ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનઃ ત્રણ વર્ષ
ઉપયોગીઃ
પત્રકારત્વના કોઇપણ પ્રકારના માધ્યમ(રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીજિટલ મીડિયા વિગેરે.)માં કારકિર્દી.

બીએડડબલ્યુઃ ત્રણ વર્ષ
ઉપયોગીઃ
સમાજ સેવા તેમજ ગ્રામીણ જીવન પરનાં અભ્યાસક્ષેત્રમાં કારકિર્દી.

અન્ય અભ્યાસક્રમો અંગે વાચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce

બીબીએ ઇન હોટલ મેનેજમેન્ટઃ ત્રણ વર્ષ
ઉપયોગીઃ
હોટલ ઇન્ડસ્ટ્રીઝના ક્ષેત્રમાં વિવિધ પ્રકારની રોજગારી દેશ તેમજ વિદેશમાં કારકિર્દી, સ્વતંત્ર રીતે હોટલનો વ્યવસાય.

બીપીએ(બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ/બેચલર ઇન મ્યૂઝિક): ત્રણ વર્ષ
ઉપયોગીઃ
વિવિધ કલા ખાસ કરીને સંગીત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છૂકો માટે

B.Voc.(બેચલર ઓફ વોકેશનલ): ત્રણ વર્ષ
ઉપયોગીઃ
અભ્યાસ પૂર્ણ કરી ઝડપથી વ્યવસાયલક્ષી રોજગારી મેળવવા ઇચ્છૂકો માટે

બીબીએ(Hons.IT મેનેજમેન્ટ): ત્રણ વર્ષ
ઉપયોગીઃ
મેનેજમેન્ટ તેમજ આઇટી એમ બન્ને વિષયોમાં સ્પેશિયલાઇઝેશન મળે છે.

બીકોમ(ઓનર્સ), બીએ(ઓનર્સ), બીબીએ(લિબરલ સ્ટડીઝ)
વિશેષતાઃ
ક્રિએટિવ તેમજ મલ્ટીટેલેન્ટેડ વિદ્યાર્થીઓને ઓફ બીટ તેમજ વૈશ્વિક કારકિર્દી બનાવવા માટે ઉપયોગી

બીપીઇએસ(બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ): ત્રણ વર્ષ
ઉપયોગીઃ
રમત-ગમત ક્ષેત્રમાં અથવા શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છૂકો

IGNOUના અભ્યાસક્રમો

બીબીએ(હોટલ ટૂરિઝમ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ), બીએસી(હોસ્પિટલ મેનેજમેન્ટ), બીજીએમએ(ગ્રાફિક્સ, મીડિયા, એનિમેશન), બીસીએ, બીકોમ, બીએ, ફોરેન લેંગ્વેજીસના કોર્સ.

ઘરબેઠા કોર્સ કરી શકો છો.

અન્ય અભ્યાસક્રમો અંગે વાચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો

બીકોમ, બીએ, બીપીપી ઘરબેઠા કોર્સ કરી શકો છો.

પ્રોફેશનલ-વ્યવસાયિક અભ્યાસક્રમો

અભ્યાસક્રમનું નામઃ સીએ(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)

આ અભ્યાસક્રમના મુખ્યત્વે ત્રણ તબક્કામાં સીપીટી, આઇપીસીસી, સીએ ફાઇનલ છે. એચએસસી પાસ થયા બાદ કરાતા આ કોર્સનું રજિસ્ટ્રેશન એસએસસી બાદ પણ થઇ શકે છે.

અન્ય અભ્યાસક્રમો અંગે વાચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce

અભ્યાસક્રમનું નામઃ સીએસ(કંપની સેક્રેટરી)

આ અભ્યાસક્રમમાં મુખ્યત્વે ત્રણ તબક્કા સીએસ ફાઉન્ડેશન, ઇન્ટર અથવા એક્ઝિક્યૂટિવ અને ફાઇનલ અથવા પ્રોફેશનલ છે.

અભ્યાસક્રમનું નામઃ સીએમએ(કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ)

આ અભ્યાસક્રમ મુખ્યત્વે ત્રણ તબક્કામાં છે. ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ છે.
 
અભ્યાસક્રમનું નામઃ ડીએસઇ(ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન)

વધુ માહિતી માટે બ્લાઇન્ડમેન પીપલ્સ એસોસિએશન, ડો. વિક્રમ સારાભાઇ રોડ, વસ્ત્રાપુર., બીકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, આશ્રમ રોડ., ટ્રેનિંગ કોલેજ ઓફ ટીચર ઓફ ડેફ એન્ડ બ્લાઇન્ડ, નવરંગપુરા., અક્ષર ટ્રસ્ટ મેઘદૂત, આરસી દત્ત રોડ, વડોદરા., ટીચર ટ્રેનિંગ કોલેજ, ન્યૂ ફિલ્ટર પાછળ, વિદ્યાનગર, ભાવનગર., કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન, ઇન્દ્રપ્રસ્થ, અંજાર., નટરાજ રિસર્સ સેન્ટર એન્ડ ટ્રેનિંગ કોલેજ, કાળવાબીડ, ભાવનગર.

અન્ય અભ્યાસક્રમો અંગે વાચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce

5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો

એમબીએ(માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)

કેએસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ., કચ્છ યુનિવર્સિટી ભૂજ, ગણપત વસાવા, ખેરવા, કડી સર્વ વિશ્વ વિદ્યાલય.
એમએસસી(સીએઆઇટી) એમએસસી. ઇન કોમ્પ્યૂટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી)

 કેએસ સ્કૂલ ઓપ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ., આઇટી ભવન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ., વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના-મગદલ્લા રોડ, સુરત., આઇટી ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભૂજ, ગણપત યુનિવર્સિટી, ખેરવા.
 
બીકોમ, એલએલબીઃ સીએલએટીની પરીક્ષા પાસ કરનારને આ અભ્યાસક્રમમાં પ્રવેશ મળે છે. 
એમકોમ(માસ્ટર ઓફ કોમર્સ), એમએએમ(માસ્ટર ઓફ એપ્લાઇડ મેનેજમેન્ટ)

X
કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce
કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce
કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce
કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce
કોમર્સની દુનિયામાં બનાવી છે કારકિર્દી, 12માં પછી કરી શકો છો આ કાર્સિસ। you can choose this kind of courses after 12th commerce
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App