Divya Bhaskar

Home » National News » Utility » You can change your torn currency notes

ફાટેલી નોટને અહીં જઈને બદલાવો, મળશે પૂરા પૈસા

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 05:42 PM

બેન્ક ફાટેલી નોટ બદલવાની ના કહે તો તેની પર થઈ છે આ કાર્યવાહી

  • You can change your torn currency notes
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ જો તમારી પાસે ફાટેલી કે લખેલી નોટ છે તો ટેન્શન ન લેશો. એક જગ્યા એવી છે, જયાં તેની બદલી શકાય છે અને તેના બદલામાં પૈસા પણ પૂરા મળશે. ફાટેલી નોટનો અર્થ એ છે કે એવી નોટ જેનો એક ભાગ ન હોય કે કોઈ પણ જગ્યાએથી ફાટેલી હોય. કોઈ પણ બેન્ક તમને નોટ બદલવાથી ઈન્કાર કરી શકતી નથી. જો બેન્ક ઈન્કાર કરે છે તો તેની પર 10000 રૂપિયાનો દંડ લાગી શકશે.

    બેન્ક અધિકારીઓનું કહેવું છે કે જો કોઈ એક દિવસમાં વીસથી વધુ નોટ કે પછી 5000 રૂપિયાથી વધુની નોટ બદલે છે તો તેને આ માટેનો ચાર્જ આપવો પડશે. જો નોટ પર ગાંધીજીનો વોટરમાર્ક અને ગવર્નરની શપથ અને સિરિયલ નંબર દેખાઈ રહ્યો છે, તો બેન્કે નોટ બદલી જ આપવી પડશે. જો બેન્ક આમ નહિ કરે તો બેન્ક પર દંડ લગાવવામાં આવશે.

    આગળની સ્લાઈડમાં વાંચો...

  • You can change your torn currency notes
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ભારતીય રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર, જો કોઈ ફાટેલી એક રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા, દસ રૂપિયા અને વીસ રૂપિયાની નોટના એક હિસ્સાની સાઈઝ સમગ્ર સાઈઝના 50 ટકાથી વધુ હશે, એટલે કે કોઈ નોટ 50 ટકાથી ઓછી ફાટેલી હશે તો બેન્ક તમને તેના પૂરા પૈસા આપશે. જો કોઈ પણ નોટ 50 ટકાથી વધુ ફાટેલી હશે તો બેન્ક તેનો એક રૂપિયો પણ નહિ આપે.

     

    જો કોઈ ફાટેલી નોટના ટુકડાની સાઈઝ સમગ્ર નોટની સાઈઝના 65 ટકાથી વધુ હશે તો બધા જ પૈસા પરત મળશે. જો 50 કે તેનાથી વધુની રકમ વાળી નોટના સૌથી મોટા ટુકડાની સાઈઝ પૂરી નોટની સાઈઝના 40 ટકાથી મોટી અને 65 ટકાથી નાની હશે તો અડધા પૈસા મળશે.

     

    આગળની સ્લાઈડમાં વાંચો

  • You can change your torn currency notes

    આ છે લખેલી નોટ માટેના નિયમ 

     

    કોઈ નોટ પર લખવું તે કોઈ સારી આદત નથી. પરતું તે એક ખાટી આદત છે. જોકે કોઈએ નોટ પર લખી દીધું કે લખેલી નોટ ભૂલથી તમારી આવી ગઈ તો તમારે ગભરાવાની જરૂર નથી. તમને નોટના બદલામાં નોટ તો નહિ મળે. પરતું બેન્ક તે નોટને તમારા ખાતામાં જમા કરી દેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending