Home » National News » Utility » you can change your sbi saving account branch online know process

ઘર બેઠાં જ આ રીતે બદલી શકો છો SBI સેવિંગ્સ એકાઉન્ટની બ્રાન્ચ

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 05:07 AM

ઓનલાઇન થઇ જશે કામ, નહીં આપવા પડે એક્સ્ટ્રા ચાર્જ

  • you can change your sbi saving account branch online know process

    યુટિલિટી ડેસ્કઃ જો તમારે SBIમાં સેવિંગ્સ એકાઉન્ટ છે અને તમે એકાઉન્ટની બ્રાન્ચ પણ બદલવા માગો છો તો આ માટે બેન્કના ચક્કર લગાવવાની જરૂર નથી. તમે ઘર બેઠાં SBI સેવિંગ્સ એકાઉન્ટને અન્ય કોઇ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી શકો છો. www.onlinesbi.com પર જઇને માત્ર 5 સ્ટેપ્સમાં કરી શકો છો અને આ માટે તમારે એક્સ્ટ્રા ચાર્જ પર ચૂકવવો પડતો નથી.

    આ વસ્તુઓની રહેશે જરૂર
    એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે જૂની બ્રાન્ચનો કોડ અને નવી બ્રાન્ચ કોડની જરૂર રહેશે. સાથે જ તમારો મોબાઇલ નંબર પર બેન્કમાં રજિસ્ટર હોવો જોઇએ. જોકે કેવાઇસી નહીં હોય તો ઇનઓપરેટિવ એકાઉન્ટને ટ્રાન્સફર નહીં કરી શકો.

    ઘર બેઠાં એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની રીત
    - સૌથી પહેલા www.onlinesbi.com પર જાઓ.
    - હવે પર્સનલ બેન્કિંગમાં લોગ ઇન કરો.
    - લોગ ઇનના ત્રણ વર્ઝન હશે. અલગ-અલગ વર્ઝન પર લોગ ઇન કરવાથી અલગ-અલગ પેજ ખૂલશે.
    - લોગ ઇન બાદ ઇ સર્વિસિઝ પર ક્લિક કરો.
    - ત્યારબાદ ટ્રાન્સફર ઓફ સેવિંગ્સ એકાઉન્ટ સેક્શન પર જાઓ.
    - હવે નવું પેજ ખુલશે જ્યાં જે એકાઉન્ટને ટ્રાન્સફર કરવું છે તેનો નંબર નાંખો.
    - જે બ્રાન્ચમાં એકાઉન્ટ ટ્રાન્સફર કરવું છે તેનો કોડ નાંખો.
    - કોડ નાંખ્યા બાદ ગેટ બ્રાન્ચ નેમ પર ક્લિક કરો. ત્યારબાદ નવી બ્રાન્ચ સિલેક્ટ કરો.
    - નિર્ધારિત સ્પેસમાં બ્રાન્ચનું નામ નાંખો.
    - હવે સબમિટ પર ક્લિક કરો.
    - સબમિટ પર ક્લિક કર્યા બાદ તમને એકાઉન્ટ ટ્રાન્સફર ડિટેઇલ્સને વેરિફાઇ કરવું પડશે.
    - ત્યારબાદ હાલની બ્રાન્ચનો કોડ અને નવી બ્રાન્ચના કોડની જરૂર રહેશે.
    - ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરો.
    - કન્ફર્મને ક્લિક કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર એક ઓટીપી આવશે.
    - નવા ખુલેલા પેજમાં ઓટીપીને નિર્ધારિત સ્પેસમાં નાંખીને કન્ફર્મ પર ક્લિક કરો.
    - ત્યારબાદ તમારી સેવિંગ્સ એકાઉન્ટની બ્રાન્ચ બદલવાની રિક્વેસ્ટ રજિસ્ટર્ડ થવાનો મેસેજ મળશે.
    - એકાદ અઠવાડિયાની અંદર તમારા એકાઉન્ટની બ્રાન્ચ બદલી જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ