Home » National News » Utility » આ 5 જગ્યાઓ પર મળી રહી છે સસ્તી દવાઓ, થશે 60% સુધી બચત । you can buy medicine in low price from these 5 place

આ 5 જગ્યાઓ પર મળી રહી છે સસ્તી દવાઓ, થશે 60% સુધી બચત

Divyabhaskar.com | Updated - May 09, 2018, 01:54 PM

ઘણી દવાઓ પર તો પ્રોફિટ માર્જીન 1700 ટકા સુધી લેવામાં આવે છે

 • આ 5 જગ્યાઓ પર મળી રહી છે સસ્તી દવાઓ, થશે 60% સુધી બચત । you can buy medicine in low price from these 5 place
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ આજકાલ આપણા દેશમાં વધી રહેલા દવાઓના ખર્ચથી આપણે અજાણ નથી. સરકારી કંટ્રોલ હોવા છતા દવાઓનો ભાવ દિવસે ને દિવસે વધતો જઇ રહ્યો છે. નાની-નાની બીમારીઓની દવા પણ એટલી મોંધી થઇ ગઇ છેકે સામાન્ય વ્યક્તિના મહિનાનું બજેટ ખોરવાય જાય છે. એક રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છેકે, ઘણી દવાઓ પર તો પ્રોફિટ માર્જીન 1700 ટકા સુધી લેવામાં આવે છે.

  5 રૂપિયાની દવા થઇ જાય છે 106 રૂપિયાની

  એનપીપીએના ડેપ્યૂટી ડાયરેક્ટર આનંદ પ્રકાશે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર, ખાનગી હોસ્પિટલ 5 રૂપિયાની દવા ખરીદે છે અને તેના પર એમઆરપી 106 રૂપિયા કરીને વેચે છે. તેવી જ રીતે 13.64 રૂપિયાની સીરિંઝ ખરીદીને તેની એમઆરપી 189.95 કરવામાં આવે છે. રિપોર્ટમાં એવી હજારો દવાઓ છે, જેના પર 250 ટકાથી લઇ 1737 ટકા સુધી માર્જિન લેવામાં આવે છે. આનો મતલબ એ થાય કે દર્દીઓના ખિસ્સા 17 ગણા વધુ ખાલી કરવામાં આવે છે. આજે અમે એવા 5 માર્કેટ પ્લેસ વિશે જણાવીશું જ્યાં આપને સામાન્ય કેમિસ્ટથી સસ્તા ભાવમાં દવાઓ મળી રહેશે, જેમાંથી એક સ્ટોર તો એવો પણ છે જ્યાં તમારી દવાનો ખર્ચ અડધો થઇ જશે.

  1 જન ઔષધિ કેન્દ્ર

  જો તમે પણ તમારી દવાનો ખર્ચ સસ્તો કરવા ઇચ્છો છો તો તમારે તમારા નજીકના જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લેવી જોઇએ. લોકોને વ્યાજબી કિંમત પર સસ્તી દવાઓ મળી રહે તે માટે મોદી સરકારે 3 હજાર જન ઔષધિ કેન્દ્રની સ્થાપના કરી છે. અહીં આપને 130 રૂપિયાની ક્રિમ 20 રૂપિયામાં અને બજારમાં વેચાતી 30 રૂપિયાની ગોળી 3 રૂપિયામાં મળી રહે છે. ઉદાહરણ તરીકે, Aceclofenac + Paracetamolની 10 ગોળીનું પેકેટ માર્કેટમાં 30 રૂપિયામાં મળે છે જ્યારે આ જ પેકેટ ઔષધિ કેન્દ્રમાં 3 રૂપિયામાં મળી રહ્યું છે. સ્કિન સંબધીત કેલેમિન લોશનની જે બ્રાન્ડ માર્કેટમાં મળે છે તેની 120 mlની કિંમત 160 રૂપિયા સુધીની હોય છે. જ્યારે આ જ લોસન ઔષધિ કેન્દ્રમાં માત્ર 20 રૂપિયામાં મળે છે.

  કમ્પ્યુટર યૂઝર્સ આ રીતે જાણી શકે છે

  તમે આ સ્ટોરની જાણકારી ઓનલાઇન પણ લઇ શકો છો, તેના માટે તમારે https://janaushadhi.gov.inની વેબસાઇડને સર્ચ કરવાની રહેશે. તેની અંદર એક STORES નામનું સેક્શન હશે તેના પર ક્લિક કરો. જો તમે આ સાઇડને પોતાના ડેસ્કટોપ પર ખોલી રહ્યા છો તો તમને જમણી બાજુ દરેક રાજ્યોની લિસ્ટ જોવા મળશે. લિસ્ટની સામે તમે એ પણ જોઇ શકશો કે કયા રાજ્યમાં કેટલા ઔષધિ સ્ટોર આવેલા છે. જેના પર ક્લિક કરવાથી તમને ત્યાંની દરેક જાણકારી મેળવી શકો છો, જેમે કે સ્ટોરનું સરનામું તેમજ ત્યાં નો ફોન નંબર પણ.

  મોબાઇલ યૂઝર કેવી રીતે કરી શકે છે ચેક ?

  જો તમે આ વેબસાઇટને મોબાઇલમાં ખોલી રહ્યા છો તો તમારે થોડી મહેનત કરવી પડશે, કારણકે જ્યારે તમે સ્ટોર પર ક્લિક કરશો તો તમને પંજાબનું જનઔષધિ કેન્દ્ર જોવા મળશે અને તેની નીચે અન્ય રાજ્યના સ્ટોરનું લિસ્ટ જોવા મળશે.

 • આ 5 જગ્યાઓ પર મળી રહી છે સસ્તી દવાઓ, થશે 60% સુધી બચત । you can buy medicine in low price from these 5 place

  Pharmeasy.in
   

  અહીં દરેક દવાઓ પર ફ્લેટ 20%ની છૂટ મળી રહે છે
  - ડાયબીટિક કેયર પર 50%
  - મેડિકલ સપ્લાય અને એક્વિમેટ્સ પર 50%
  - વેલનેસ પ્રોડક્ટ પર 20%
  - પર્સનલ કેર પર 50%ની છૂટ છે
   

  Zotezo.com
   

  અહીં દરેક દવાઓ પર ફ્લેટ 20%ની છૂટ મળી રહી છે. તેના સિવાય ઓફર જોનમાં હેલ્થથી જોડાયેલા પ્રોડક્ટ્સ પર 82% સુધીની છૂટ આપવામાં આવે છે.  


  Netmeds.com
   

  અહીં દરેક દવાઓ પર ફ્લેટ 15%ની છૂટની સાથે 20%નું સુપર કેશબેક પણ મળે છે. દવાઓ પર ફ્લેટ 20% છૂટની અલગથી ઓફર્સ પણ છે. 
   

  1mg.com
   

  અહીં દરેક દવાઓ પર ફ્લેટ 20%ની છૂટ છે. તેના સિવાય ડાયબીટીઝ, વેલનેસ અને હેલ્થ પ્રોડક્ટ્સ પર અલગથી ડિસ્કાઉન્ટ ઓફર્સ છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ