ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી તમે પણ બનાવી શકો છો 10 કરોડનું ફંડ

You can also create a fund of 10 crores by investing in an equity mutual fund

divyabhaskar.com

Sep 08, 2018, 03:23 PM IST

યુટિલિટી ડેસ્ક: તમે પણ 10 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. તેના માટે તમારે મંથલી એસઆઇપીમાં 15,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. જો તમે દર મહિને 15000 રૂપિયાનું રોકાણ 30 વર્ષ સુધી કરો છો તો 30 વર્ષ બાદ તમારું કુલ ફંડ 10 કરોડ રૂપિયા થઇ શકે છે. આના માટે તમારે વધારે જોખમ પણ લેવાની જરૂર નથી. કારણ કે એસઆઇપીમાં રોકાણમાં જોખમ ખૂબ જ ઓછું હોય છે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરવાનું રહેશે રોકાણ
તમારે 10 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એસઆઇપીમાં રોકાણ શરૂ કરવું પડશે. જો તમે દર મહિને 15,000 રૂપિયા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકો છો અને તમારા રોકાણ પર વાર્ષિક 15 ટકા રિટર્ન મળે છે તો આવનાર 30 વર્ષમાં તમારું કુલ ફંડ 10.50 કરોડ રૂપિયા થઇ જશે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સએ આપ્યું છે 50 ટકા સુધી રિટર્ન
BankBazar.comના સીઇઓ આદિલ શેટ્ટીએ વાતચીતમાં જણાવ્યું કે છેલ્લા 12 મહિનામાં ઇક્વિટી ફંડ્સએ 30થી 50 ટકા સુધી રિટર્ન આપ્યું છે. જોકે ઇક્વિટી ફંડ્સ પર હંમેશા આવું રિટર્ન મળે તે સંભવ નથી. ક્રિસિલ-એએમએફઆઇના ડેટા અનુસાર, ઇક્વિટી ફંડ્સએ છેલ્લા 10 વર્ષમાં 10.45 ટકા, છેલ્લા 5 વર્ષમાં 16.58 ટકા અને છેલ્લા એક વર્ષમાં 15.31 ટકા રિટર્ન આપ્યું છે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 1 લાખથી વધારે રિટર્ન પર ભરવો પડે છે 10 ટકા ટેક્સ
કેન્દ્ર સરકારે 1 એપ્રિલ, 2018થી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ લગાવી દીધો છે. જો તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધારે રિટર્ન મળે છે તો તેના પર તમારે 10 ટકા ટેક્સ ભરવાનો રહેશે. પહેલા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર મળતું રિટર્ન ટેક્સ ફ્રી હતું.

X
You can also create a fund of 10 crores by investing in an equity mutual fund
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી