ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» વાઉ એર ટિકિટનો ભાવ 13499 રૂપિયામાં અમેરિકા | Wow Air India to US ticket at 13499 Rs

  ભારતથી અમેરિકા માત્ર 13499 રૂપિયામાં, નવી એરલાઇન્સની ઓફર

  divyabhaskar.com | Last Modified - May 16, 2018, 07:13 PM IST

  આઇસલેન્ડની Wow એરલાઇનની ભારતમાં એન્ટ્રી, સસ્તામાં જવાશે અમેરિકા અને કેનેડા
  • ભારતથી અમેરિકા માત્ર 13499 રૂપિયામાં, નવી એરલાઇન્સની ઓફર
   ભારતથી અમેરિકા માત્ર 13499 રૂપિયામાં, નવી એરલાઇન્સની ઓફર

   યુટિલિટી ડેસ્કઃ ભારતથી અમેરિકા અને કેનેડા આવ-જા કરતાં ભારતીયોની અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓની સંખ્યા ઊંચી છે. અમેરિકા અને કેનેડા આવ-જા કરતાં લોકો માટે સારા સમાચાર છે. ભારતમાં એક Wow Air નામની એરલાઇન્સે પ્રવેશ કર્યો છે, જે ઓછી કિંમતે ભારતથી અમેરિકા અને કેનેડાના કેટલાંક શહેરો લઇ જશે. વાઉ એરની ભારતથી અમેરિકા/કેનેડાની ટિકિટનો ભાવ માત્ર 13500 રૂપિયા છે. આ એરલાઇન આઇસલેન્ડની રાજધાની રેક્જાવિક થઇને જશે. ભારતથી અમેરિકા અને કેનેડાના શહેરો વચ્ચેની આ ફ્લાઇટ્સ 7 ડિસેમ્બરથી શરૂ થશે.

   Wow Airની ઓફર્સઃ મૂળ આઇસલેન્ડની વાઉ એરની ફ્લાઇટ્સ નવી દિલ્હીથી રેક્જાવિક સુધી પહોંચવામાં 10 કલાક લાગશે. જ્યારે આઇસલેન્ડની રાજધાની રેક્જાવિકથી ન્યૂયોર્ક પહોંચવામાં સાડા પાંચ કલાક લાગશે. Wow Airની ફ્લાઇટ ન્યુ દિલ્હીથી શિકાગો, વોશિંગ્ટન ડીસી, લોસ એન્જલસ, ન્યૂયોર્ક, બોસ્ટન, સાન ફ્રાન્સિસ્કો અને ડિટ્રોઇટ જેવા અમેરિકાના શહેરોની ટિકિટનો ભાવ 13499 રૂપિયાથી શરૂ થાય છે. તે સિવાય ન્યુ દિલ્હીથી લંડન ગેટવિક, ટોરન્ટો, મોન્ટ્રિઅલ જેવા શહેરોની ટિકિટનો ભાવ 13499 રૂપિયાથી શરૂ થાય છે.

   Wow Airની 13499 રૂપિયાની Wow બેઝિક ટિકિટમાં પેસેન્જર લેપટોપ બેગ સિવાય કોઇ સામાન સાથે નહીં રાખી શકે. હેન્ડબેગ પણ નહીં. તે સિવાય સીટ સિલેક્શનના ઓછામાં ઓછા 599 રૂપિયા પણ ચૂકવવાના રહેશે. ત્યારબાદ Wow plus કેટેગરીની ટિકિટ છે. જેનો ભાવ 21000 રૂપિયાની આસપાસ છે. આ ટિકિટમાં કેરી બેગની સાથે 1 ચેક ઇન બેગ લઇ જઇ શકાશે. આ ટિકિટમાં પણ પેસેન્જરને કોઇ નાસ્તો (Meal) નહીં મળે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વાઉ એર ટિકિટનો ભાવ 13499 રૂપિયામાં અમેરિકા | Wow Air India to US ticket at 13499 Rs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top