ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» Without Aadhaar you can get sim card

    જાણો છો આધાર ન હોય તો પણ મળી શકે છે સિમ કાર્ડ, સરકારે આપ્યો આદેશ

    Divyabhaskar.com | Last Modified - May 09, 2018, 01:00 AM IST

    નવું સિમ કનેકશન લેનાર માટે સારા સમાચાર છે
    • જાણો છો આધાર ન હોય તો પણ મળી શકે છે સિમ કાર્ડ, સરકારે આપ્યો આદેશ
      જાણો છો આધાર ન હોય તો પણ મળી શકે છે સિમ કાર્ડ, સરકારે આપ્યો આદેશ

      નવી દિલ્હીઃ નવું સિમ કનેકશન લેનાર માટે સારા સમાચાર છે. સરકારે કહ્યું છે કે નવું સિમ કનેકશન લેવા માટે આધાર આપવું જરૂરી નથી. સરકારે ટેલિકોમ ઓપરેટરનો નિર્દેશ આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને સીમ ઈસ્યુ કરતી વખતે આધાર સિવાયના અન્ય માન્યતા પ્રાપ્ત આઈડેન્ટીટી કાર્ડ જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ કે વોટર આઈડી પણ ચાલી શકે છે. ટેલિકોમ કંપનીઓએ તાત્કાલિક ધોરણે આ આદેશોને માનવાના રહેશે, કારણ કે સરકારે આ વ્યવસ્થા તરત લાગુ કરવાનું કહ્યું છે.

      અગાઉ આધાર હોય તો જ સિમ આપી રહી હતી કંપનીઓ

      અગાઉ ટેલિકોમ કંપનીઓ આધાર વગર સીમ કાર્ડ ઈસ્યુ કરી રહી ન હતી. જોકે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે સીમ કાર્ડ માટે આધાર જરૂરી નથી. ટેલિકોમ મંત્રાલયે આ અંગેના એક આદેશમાં જણાવ્યું છે કે કોઈ પણ કંપની ગ્રાહકને આધાર ન હોવા પર સીમ કાર્ડ ઈસ્યુ કરવાથી મનાઈ ન કરી શકે. જોકે આમ છતા પણ કેટલી કપંનીઓ સરકારના જૂના આદેશનું પાલન કરી રહી છે. તેમાં એમ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ગ્રાહકને આધાર વગર સીમ કાર્ડ ઈસ્યુ કરવામાં ન આવે. લોકનીતી ફાઉન્ડેશનના મામલામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આધાર તમામ સેવાઓ માટે અનિવાર્ય દસ્તાવેજ નથી.

      શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે

      સરકારની કલ્યાણકારી યોજનાઓ સાથે આધાર લિન્ક કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જયાં સુધી બેન્ક ખાતા અને મોબાઈલ સિમને આધાર સાથે લિન્ક કરવાના મામલાની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે, ત્યાં સુધી આધાર લિન્ક કરાવવાની સમય સીમાને વધારવી જોઈએ. સુપ્રીમ કોર્ટે વિવિધ યોજનાઓને આધાર સાથે જોડવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, તેને વધારી દીધી છે.

      આ યોજનાઓ માટે આધાર જરૂરી

      સુપ્રીમ કોર્ટેની પાંચ જજોની સંવિધાન પીઠનું નેતૃત્વ કરતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે સરકાર આધારને જરૂરી કરવા માટે દબાણ ન કરી શકે. એટલે કે આ અંગેનો નિર્ણય ન થાય ત્યાં સુધી લોકોને આધાર મામલે દબાણ ન કરી શકાય. હાલ માત્ર સબસિડી અને સર્વિસિસ એટલે કે સામાજિક કલ્યાણકારી યોજનાઓ માટે આધારની અનિવાર્યતા રહેશે. અગાઉ સુપ્રીમ કોર્ટે સરકારને આધાર લિન્ક કરવાની ડેડલાઈન પર સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Without Aadhaar you can get sim card
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top