શાં માટે એરપોર્ટ પર વસ્તુઓના ભાવ વધુ હોય છે ? ચિદમ્બરમને પણ Costly લાગી ચા

ચિદમ્બરમને એરપોર્ટ પર ચાના 135 રૂપિયા લાગ્યા મોંઘા

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 03:18 PM
Why we pay more rupees on airport for food

યુટિલિટી ડેસ્કઃ પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે રવિવારે જ એરપોર્ટમાં વસુલવામાં આવતા વધુ પડતા ભાવ વિશે ટવિટ કર્યું હતું. તેમણે ચેન્નાઈ એરપોર્ટ પર ચાના એક ગ્લાસના વસુલવામાં આવતા 135 રૂપિયા વિશે ટવિટ કરીને કહ્યું હતું કે ચાના એક ગ્લાસની આટલી કિંમત સાંભળીને તે ચોકી ગયા હતા. જોકે આ જ પ્રશ્ન આપણને પણ છે કે શાં માટે એરપોર્ટ પર વેચાતી ચીજ-વસ્તુઓના ભાવ બજારમાં વેચાતી વસ્તુઓ કરતા વધુ હોય છે. તો ચાલો જાણીએ, શા માટે એરપોર્ટ પર મળતી વસ્તુઓના ભાવ વધુ હોય છે...

1 એરપોર્ટમાં સ્ટોર્સનું હોય છે વધુ ભાડું

એરપોર્ટ ઓથોરિટીસ સ્ટોર્સ સંચાલકો પાસેથી જગ્યાનું ખૂબ જ ભાડું લે છે. આ કારણે નફો કમાવવા માટે સ્ટોર્સ સંચાલકો પાસે એક જ વિકલ્પ રહે છે અને તે છે વસ્તુઓના ભાવ વધારવા.

2 ખૂબ જ ઓછી સ્પર્ધા


જયારે રિટેલર્સ માટે સ્પર્ધા ઓછી હોય છે, ત્યારે તેઓ ગ્રાહકો પાસેથી વસ્તુઓનો મો માગ્યો ભાવ લેતા હોય છે. એરપોર્ટમાં પણ આ જ પરિસ્થિતિ હોય છે. સ્ટોર્સની સંખ્યા પ્રમાણમાં ખૂબ જ ઓછા હોય છે. આ કારણે રિટેલર્સ સરળતાથી ગ્રાહકો પાસેથી ઉંચો ભાવ વસુલી શકે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, શા માટે એરપોર્ટ પર મળતી વસ્તુઓના ભાવ વધુ હોય છે...

Why we pay more rupees on airport for food

3 ચેકઈન બાદ એરપોર્ટ સ્ટોર્સ એક માત્ર વિકલ્પ 

 

એરપોર્ટમાં સામાન્ય રીતે ફુડ લઈ જવાની મનાઈ હોય છે. આ સિવાય એક વખત ચેકઈન થઈ ગયા બાદ ફુડ લેવા માટે બહાર જઈ શકાતું નથી. આવા સંજોગોમાં એરપોર્ટ પરના સ્ટોર્સમાંથી ખાવા-પીવાની વસ્તુઓ લેવાનો એક માત્ર વિકલ્પ રહે છે.

 

4 સામાનને સ્ટોર્સ સુધી

પહોંચાડવામાં આવે છે ખૂબ જ ખર્ચ

 

એરપોર્ટમાં સ્ટોર્સ સુધી સામાન પહોંચાડવામાં ખૂબ જ અગવડતા રહે છે. સામનને સિક્યોરિટી ચેકમાંથી પસાર કરવો પડે છે. આ સિવાય તેને ખુબ જ નાના કન્ટેનર્સમાં પેક કરીને પહોંચાડવો પડે છે. આ તમામ કામ રિટેલર્સે ઓફ-પીક અવર્સમાં કરવા પડે છે. આ બધી વસ્તુ કરવામાં રિટેલર્સે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. આ કારણે રિટેલર્સ સ્ટોર્સમાં વસ્તુઓના ભાવ વધુ રાખે છે.

 

આગળની સ્લાઈડમાં વાંચો...

Why we pay more rupees on airport for food

5 માંગના પ્રમાણમાં પુરવઠો ઓછો

 

એરપોર્ટએ હાઈ-સિક્યોરિટી ઝોન્સમાં આવે છે. આ કારણે ઘણાં પેસેન્જર્સને તેમનું પોતાનું ફુડ મળતું નથી. આવા સંજોગોમાં ફુડ અને બ્રેવરીજની માંગ ખુબ જ રહે છે. ઘણાં બધા કારણોને કારણે એરપોર્ટમાં ખૂબ જ ઓછા રિસોઅર્સ હોય છે. આવા સજોગોમાં માંગના પ્રમાણમાં પુરવઠો ઓછો હોય છે. આ સ્થિતિમાં હમેશા કિંમત વધે છે.

X
Why we pay more rupees on airport for food
Why we pay more rupees on airport for food
Why we pay more rupees on airport for food
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App