દવાના પતામાં શાં માટે હોય છે ખાલી જગ્યા ? આ છે કારણ

આ બે કારણોસર દવાના પતામાં રાખવામાં આવે છે જગ્યા

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 07:56 PM
Why there is a gap in medicine strip

નવી દિલ્હીઃ આપણે બધાએ આપણા જીવનમાં ઘણાં દવાના પતાઓ જોયા છે પરતું કયારે પણ તમે એ બાબતનું માર્કિંગ કર્યું છે કે પતામાં થોડી ખાલી જગ્યા શા માટે હોય છે. તમારો જવાબ પણ મોટ ભાગે નામાં જ હશે. તો ચાલો અહીં આ અંગે આજે વિગતે માહિતી મેળવીએ...

દવાઓના પતાને સમગ્ર વિશ્વમાં સપ્લાઈ કરવામાં આવે છે, જેના કારણે દવાના પતાઓને કુશનિંગ ઈફેકટ આપવા માટે તેને આ પ્રકારના બનાવવામાં આવે છે. આમ કરવાથી દવાઓ ખરાબ થતી નથી અને સાથે તૂટતી પણ નથી. પતામાં રાખવામાં આવતી ખાલી જગ્યાને કારણે દબાણ દરેક જગ્યાએ સામાન્ય જ રહે છે અને આ દવાને પણ નુકશાન પહોંચતું નથી.

આ ખાલી જગ્યા રાખવા પાછળનું બીજું કારણ એ છે કે ગોળીને પેકિંગમાં રાખીને પણ તેને પતાથી અલગ કરી શકાય અને તેને કાપવામાં કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. કારણ કે જો પતામાં જગ્યા જ નહિ હોય તો તમે તેને કઈ રીતે કાપશો.

X
Why there is a gap in medicine strip
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App