LIC / કોઈપણ પોલિસી પર કેમ આપે છે ભારત સરકાર ગેરંટી, ક્યારેય નહીં ડૂબે પૈસા

LICપાસેથી ખરીદશો પોલિસી તો ક્યારેય નહીં ડૂબે તમારા પૈસા

divyabhaskar.com | Updated - Jan 29, 2019, 10:07 PM
Why given India Government Guarantee on LIC Policy

યુટિલિટી ડેસ્ક: ભારતમાં ભારતીય જીવન વીમા નિગમ એટલે LICની જીવન વીમા પોલિસી સૌથી વધારે વેચાય છે. તેનું મોટું કારણ એ છે કે LICની પોલિસી પર ભારત સરકારની ગેરંટી હોય છે. જો તમે એલઆઇસી પાસેથી પોલિસી ખરીદો છો તો તમારા પૈસા ક્યારેય નહીં ડૂબે. જ્યારે તમારી પોલિસીનો પીરિયડ પૂર્ણ થઇ જાય અથવા પોલિસી હેઠળ ક્લેમ કરવામાં આવે તો તમને પોલિસી હેઠળ મળતા દરેક બેનિફિટ મળશે. LICની પોલિસી પર ભારત સરકાર સોવરેન ગેરંટી આપે છે. તેનો મતલબ છે કે જો LIC કોઇપણ કારણથી લોસમાં પણ જાય તો તમારી પોલિસી પૂર્ણ થવા પર અથવા ક્લેમના બધા જ પૈસા ભારત સરકાર આપશે.

શું છે સોવરેન ગેરંટીનો મતલબ
ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના રિટાયર્ડ ડીજીએમ એનકે સિંહે વાતચીતમાં જણાવ્યું કે, કોઇની પાસે એલઆઇસીની પોલિસી છે તો તેમનું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો તેમનાથી નિયમો હેઠળ ક્લેમ કર્યું છે તો તેને ક્લેમની પુરી રકમ મળશે. તે જ રીતે પોલિસી પીરિયડ પૂર્ણ થવા પર પણ તેને બધા જ મેચ્યોરિટી બેનિફિટ મળશે. LICની પોલિસી પર ભારત સરકારની સોવરેન ગેરંટી હોય છે.

એલઆઇડીમાં ભારત સરકારની છે 100 ટકા ભાગેદારી
એનકે સિંહ અનુસાર, એલઆઇસીમાં ભારત સરકારની 100 ટકા ભાગેદારી છે. તો એમ માની શકાય કે એલઆઇસીનો ઓનર ભારત સરકાર છે. એલઆઇસીનો નફો વધારે છે. તેવામાં આજ સુધી ભારત સરકાર તરફથી એલઆઇસીમાં પોતાની ભાગેદારી વેચવાને લઇને કોઇ પ્રસ્તાવ આવ્યો નથી.

X
Why given India Government Guarantee on LIC Policy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App