ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» કેમ હોય છે મલ્ટિપ્લેક્સના ટૉઇલિટ નીચેથી ઓપન|Why are multiplexed toilets open from below?

  કેમ હોય છે મલ્ટિપ્લેક્સના ટૉઇલિટ નીચેથી ઓપન? આ છે તેની પાછળના કારણો

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 11:12 PM IST

  ઈમરજન્સી આવી હોય તો કેટલાક વ્યક્તિઓ ચેક કર્યા વગર દરવાજાને ધક્કો મારવા લાગે છે
  • કેમ હોય છે મલ્ટિપ્લેક્સના ટૉઇલિટ નીચેથી ઓપન? આ છે તેની પાછળના કારણો
   કેમ હોય છે મલ્ટિપ્લેક્સના ટૉઇલિટ નીચેથી ઓપન? આ છે તેની પાછળના કારણો

   યૂટિલિટી ડેસ્ક: હોટલ્સ, મોલ્સ કે મલ્ટીપ્લેક્સના ટૉઇલિટ નીચેથી ખુલ્લા હોય છે. જોકે મોટાભાગના લોકો તેની પાછળનું કારણ નથી જાણતા હોય. આજે અમે આપને જણાવી રહ્યા છીએ એવા કેટલાક કારણો જેનાથી તમે જાણી શકશો દરવાજાની આ અલગ સાઇઝનું કારણ.

   ઈમરજન્સી આવી હોય તો કેટલાક વ્યક્તિઓ ચેક કર્યા વગર દરવાજાને ધક્કો મારવા લાગે છે. આવા સંજોગોમાં ટોઈલેટનો દરવાજો જો નીચેથી ખૂલ્લો હોય તો તેની અંદર કોઈ છે કે કેમ તેની ખબર સરળતાથી પડી શકે છે.

   * જરા વિચાર કરો કે તમે ટોઈલેટમાં છો અને ટોઈલેટ પેપર ખલાસ થઈ ગયા છે તો? આ સમયે તમે મુશ્કેલીમાં મૂકાશો નહીં. તમે અનુભવો કે બહાર કોઇ આવ્યું છે તો તમે સરળતાથી નીચેથી બહારની તરફ હાથ લાંબો કરી શકો છો અને અન્ય વ્યક્તિ તમને તે આપવામાં મદદ કરી શકે છે.

   * મોટા મોલ્સ, મલ્ટિપ્લેક્સ કે પછી ઓફિસની સફાઈ કરવી નાનું કામ નથી. દરેક વસ્તુની સફાઈ કરવા ક્લીનર્સ પાસે ખાસ સમય નથી હોતો. સાથે જ તેમાં ખર્ચ પણ વધારે થાય છે. ટૉઇલિટના દરવાજા નાના રાખવા પાછળ આ પણ એક કારણ છે હોઇ શકે છે. નાના દરવાજા અને નાની સ્પેસ જલદી સાફ થઇ જાય છે.

   * સીધી વાત છે કે દરવાજાની સાઈઝ અડધી હોવાના કારણે આ ટૉઇલિટને બનાવવાની કિંમત પણ અડધી થઈ જાય છે. મેઈન્ટેનન્સનો ખર્ચો પણ ઘટી જાય છે. વળી, તેને ઈન્સ્ટોલ કરવા ખૂબ જ સરળ છે. તેની સાઇઝને કારણે યૂઝર્સને કોઇ ખાસ તકલીફ પડી નથી અને સાથે તે વધારે સુવિધા જનક છે.

   * કોઇ પેશન્ટ ટૉઇલિટમાં ગયું હોય અને સાથે તેને કોઇ મેડિકલ ઇમરજન્સી આવે તો તે તમને જણાવી શકે છે. નીચેથી ટૉઇલિટનો દરવાજો ખુલ્લો હશે તો આવતાં જતાં કોઇપણ વ્યક્તિ તમારી મુશ્કેલીની નોંધ લઇ શકશે અને તમને મદદ મળી રહેશે. નાના દરવાજા અને નીચેથી ખુલ્લા દરવાજાનો આ પણ એક ફાયદો છે.

   * કોઇ પણ સમસ્યા હશે તો પણ તમે ટૉઇલિટ સીટ પર બેઠાબેઠા મદદ માટે બૂમો નહીં પાડો. જો તમારા ટૉઇલિટના દરવાજાની ડિઝાઈન આ પ્રકારની હશે તો તમે સરળતાથી તેમાંથી બહાર આવી શકશો. આ પણ આ દરવાજાનો મોટો બેનિફિટ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કેમ હોય છે મલ્ટિપ્લેક્સના ટૉઇલિટ નીચેથી ઓપન|Why are multiplexed toilets open from below?
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `