Home » National News » Utility » Why all hotels use white bed sheets

શા માટે બધી જ હોટલમાં પાથરવામાં આવે છે વ્હાઈટ બેડશીટ ? આ છે કારણ

Divyabhaskar.com | Updated - Mar 03, 2018, 04:09 PM

કોઈ પણ ટ્રિપ પર જતા પહેલા સૌથી મોટી સમસ્યા એ હોય છે કે રોકાઈ શું કયાં અને ત્યાંથી જ શરૂ થાય છે સારી હોટલની શોધખોળ.

  • Why all hotels use white bed sheets
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ કોઈ પણ ટ્રિપ પર જતા પહેલા સૌથી મોટી સમસ્યા એ હોય છે કે રોકાઈ શું કયાં અને ત્યાંથી જ શરૂ થાય છે સારી હોટલની શોધખોળ. જોકે અહીં સૌથી મોટો સવાલ એ છે કે તમે અત્યાર સુધી વિશ્વની ઘણી મોટી હોટલ્સ જોઈ હશે પરતું કયારેય નોટિસ કર્યું છે કે આખરે હોટલના રૂમમાં સફેદ ચાદરનો ઉપયોગ કેમ થાય છે. તમે અત્યાર સુધીમાં વિશ્વની ઘણી મોટી હોટલ્સ પણ જોઈ હશે. પરતું કયારેય નોટિસ કર્યું છે કે શા માટે દરેક હોટલમાં સફેદ ચાદરનો જ ઉપયોગ કરવામાં આવે છે. જો તમે અત્યાર સુધી આ બાબતે ધ્યાન આપ્યું નથી તો ચાલો અમે તમને જણાવીએ આ અંગેના 5 કારણો...

    પ્રથમ કારણ

    તેનું પ્રથમ કારણ એ છે કે સફેદ રંગ જોવામાં ખૂબ જ સાફ લાગે છે અને આ રંગની ચીજો જોઈને મનને ખુબ જ શાંતિ મળે છે. આ ઉપરાત સફેદ રંગના કપડા પર થોડા પણ ડાધ લાગે કે તરત જ હોટલના કર્મચારી તેને સરળતાથી જોઈ શકે છે. સાયકોલિજિસ્ટનું પણ એ માનવું છે કે હોટલના રૂમ જેટલા સાફ લાગશે, ગ્રાહકને એટલું જ સારું લાગશે.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય કારણો વિશે...

  • Why all hotels use white bed sheets
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    બીજું કારણ

     

    બીજું મોટું કારણ એ છે કે સફેદ રંગની શીટ અને ઓશીકાને ધોવાનું કામ ખૂબ જ સરળ હોય છે. જોકે ઘરમાં આમ કરવું ખુબ જ મુશ્કેલ છે, કારણ કે સફેદ રંગના કપડા તમે બીજા રંગીન કપડા સાથે ધોઈ શકતા નથી. જો તમે સફેદ કપડાને રંગીન કલાર સાથે બોળો છો તો તે પણ રંગીન થઈ જાય છે અથવા તો તેનો કલર ફેડ થઈ જાય છે. પરતું જો તમામ કપડા સફેદ હોય તો કોઈ પણ વાધો આવતો નથી.

     

    ત્રીજી કારણ

     

    સફેદ રંગને શાંતિનું પ્રતિમ માનવામાં આવે છે. તમે જયારે પણ બહાર જાવ ત્યારે તે જગ્યા પર શાંતિનો અનુભવ કરવા માંગો છો. સફેદ રંગથી મનને ખૂબજ રાહત અનુભવાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હોટલ્સમાં સફેદ ચાદર અને ઓશિકાનો ઉપયોગ કરવામાં આવે છે.

     

    આગળની સ્લાઈડમાં વાંચો

  • Why all hotels use white bed sheets
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ચોથું કારણ

     

    જયારે તમે હોટલના રૂમમાં પ્રવેશ કરો છો તો ચમકતી ચાદર જોઈને તમને મનમાં એક પ્રકારની રાહત અનુભવાય છે. આ સિવાય હોટલની ગુણવતા જોઈને મનને સંતોષ મળવાની સાથે તમે તેની પર ગર્વ પણ મહેસુસ કરો છો.

     

    આગળની સ્લાઈડમાં વાંચો કારણો

  • Why all hotels use white bed sheets

    પાંચમું કારણ

     

    તેનું છેલ્લું કારણ એ છે કે બેડ શીટથી લઈને બાથ ટુવાલ સુધી એક રંગની ચીજો ખરીદવાની હોય છે. તેની સાથે જ તેની સાફ-સફાઈમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ