ધોરણ 12 સાયન્સ પછી શું કરવું? આ કોર્સિસ થકી બનાવી શકો છો કેરિયર

12 સાયન્સમાં ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબી સાથે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તમે અહીં જણાવેલા કોર્સ પસંદ કરી શકો છો

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 02:29 PM
which courses choose after 12th science

યુટિલિટી ડેસ્કઃ ગુજરાતમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે. પરીક્ષા પૂર્ણ થતાંની સાથે જ 12 સાયન્સમાં આવેલા ટકાના આધારે કયા ક્ષેત્રમાં આગળ વધી શકાય અથવા તો કયા કોર્સ કરીને સારી કારકિર્દી ઘડી શકાય તેને લઇને અનેક લોકોને મુંઝવણ હોય છે, ઘણીવાર એવું પણ બને છે કે આપણને અમુક કોર્સ અંગે જાણકારી પણ નહોય તેવામાં આજે અમે અહીં 12 સાયન્સ પછી કરી શકાતા કેટલાક કોર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.

આ માહિતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકાના આધારે આપવામા આવી રહી છે. 12 સાયન્સમાં ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબી સાથે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તમે અહીં જણાવેલા કોર્સ પસંદ કરી શકો છો. આ માટે વિવિધ પ્રવેશ કસોટીઓ જેવી કે, પ્રિ-વેટરનરી, આઇઆઇટી JEE(A), મેડિકલ ક્ષેત્રે પ્રવેશ આપતી અન્ય સંસ્થાની પ્રવેશ કસોટીઓના મેરિટના આધારે પ્રવેશ મળે છે. 12 સાયન્સ બાદ તમે ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ/પેરામેડિકલ, આર્કિટેક્ટ, નર્સિંગ, કૃષિક્ષેત્ર, શિક્ષણક્ષેત્ર અને અન્ય કોર્સ પસંદ કરી શકો છો.

1) ડિગ્રી એન્જિનિયરિંગ

12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, અંગ્રેજી સાથે પાસ ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. રાજ્યમાં આવેલી વિવિધ એન્જિનિયરિંગ કોલેજમાં જૂદા જૂદા વિષયોમાં એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત થાય છે.

એન્જિનિયરિંગ વિષયોમાં


સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, બાયોમેડિકલ, ફાયર ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ, ટેક્સટાઇલ ટેક્નોલોજી, એનવાર્યમેન્ટ, કોમ્પ્યૂટર મેટલર્જી ઇરિગેશન એન્ડ વોટર મેનેજમેન્ટ, મેકાટ્રોનિક્સ, એરોનોટિક્સ, રબ્બર ટેક્નોલોજી, પ્લાસ્ટિક ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, પ્રોડક્શન, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ.


રાજ્યની ઇજનેરી/ફાર્મસી તથા SVIT સુરત, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ટેક્નોલોજી, ગાંધીનગર, પંડિત દિનદયાળ યુનિવર્સિટીમાં ચાર વર્ષનો બીટેક પ્રોગ્રામ ઇન પેટ્રોલિયમ એન્જિનિયરિંગ અથવા પાંચ વર્ષનો ડબલ ડિગ્રી એમટેક પ્રોગ્રામ જેવા કે, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, ન્યુક્લિયર એન્જિનિયરિંગ, સોલર એન્જિનિયરિંગ તથા મોડલિંગ એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટીના અભ્યાસક્રમો, પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા લેવલની JEE(M)ના જે તે વર્ષના સ્કોરને આધરે કોમન પ્રવેશ મળે છે.

ડીએ-આઇઆઇસીટી ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી, ગાંધીનગર ખાતે બીટેક(આઇસીટી) પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરવી તથા તેમાં પ્રવેશ માટે JEE(M)ની પ્રવેશ કસોટીના પરિણામના આધારે પ્રવેશ આપવામાં આવે છે. આ અંગેની જાહેરાત ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થાય છે. તેની વેબસાઇટઃ daiict.ac.in નિરમા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં બીટેક અભ્યાસક્રમ માટે JEE(M) તથા ગુજરાત સરકારે નક્કી કરેલા વિષયોના મેળવેલ માર્ક્સના આધારે પ્રવેશ મળે છે. પ્રવેશ માટે અરજૂપત્રક તથા માહિતીપત્રક એડમિશન ઓફિસર, યુજી એડ્મિશન કમિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, નિરમા યુનિ. ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, સરખેજ, ગાંધીનગર હાઇવે ખાતેથી મેળવી શકાય છે. www.nirmauni.ac.in.

અન્ય અભ્યાસક્રમો અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

which courses choose after 12th science

2) બી ફાર્મસી/ડિપ્લોમા ફાર્મસી

બી ફાર્મમાં બે પ્રકારના અભ્યાસક્રમ છે. (1)ડી ફાર્મ- ડિપ્લોમા ઇન ફાર્મસી ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, મુદ્દત- 2 વર્ષ. (2) બી ફાર્મ- બેચલર ઇન ફાર્મસી- ચાર વર્ષની મુદ્દત, વિજ્ઞાન પ્રવાહના ટકાના આધારે. મેરિટ મુજબ ઉપરોક્ત કેન્દ્રીય સમિતિ દ્વારા પ્રવેશ.
 

3) મેડિકલ પેરામેડિકલ

ધોરણ 12 સાયન્સમાં બી તથા એ.બી. ગ્રુપ સાથે GUJCETના સ્કોરના આધારે પ્રવેશ આપવામાં આવે છે. 
તબીબીક્ષેત્રે નીચેના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકાય છે.
MBBS: બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. 4 વર્ષ 6 માસ(1 વર્ષ ઇન્ટર્નશિપ)
BDS: બેચલર ઓફ ડેન્ટલ સર્જરી. 4 વર્ષ 6 માસ(ઇન્ટર્નશિપ)
બી.ફિઝિયોઃ બેચલર ઓફ ફિઝિયોથેરપી. 4 વર્ષ 6 માસ(ઇન્ટર્નશિપ)
  
BAMS: બેચલર ઓફ આયુર્વેદ મેડિસિન એન્જ સર્જરી. 5 વર્ષ 6 માસ.(6 માસ ઇન્ટર્નશિપ)
BHMS: બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી- 5 વર્ષ
BPO: બેચલર ઓફ પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોડિક્સ.
BO: બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી
BSCN: બેચલર ઓફ સાન્યસ ઇન નર્સિંગ
BOT: બેચલર ઓફ એક્યુપેશનલ થેરાપી. આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે www.medacmbjmc.gov.in વેબસાઇટ જોવી.
બેચલર ઓફ નેચરોપથીઃ 4 વર્ષ
બીએસસી એન્ડ ઓડિયોલોજી સ્પીચ થેરપી
 

અન્ય અભ્યાસક્રમો અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

which courses choose after 12th science

4) આર્કિટેક્ટઃ બી આર્ક બેચલર ઓફ આર્કિટેક્ચર

ધોરણ 12 સાયન્સ તથા કોમર્સ(ગણિત 40 ટકા સાથે) બાદ બેચલર ઓફ આર્કિટેક્ટનો સાડા પાંચ વર્ષની મુદતના અભ્યાસક્રમમાં NATA  પ્રવેશ કસોટીના ડ્રોઇંગ એપ્ટિટ્યૂડ, જનરલ એબિલિટી, ગ્રુપ ડિસ્કશન, ઇન્ટરવ્યુ વગેરેને આધારે પ્રવેશ મેરિટ લિસ્ટ મુજબ આ સંસ્થાઓમાં આપવામાં આવે છે. 

સેપ્ટ યુનિવર્સિટી, નવરંગપુરા
સ્કૂલ ઓફ આર્કિટેક્ચર્સ, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ, વાસદ
ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર્સ, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી, વડોદરા
ડીસી પટેલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, વલ્લભવિદ્યાનગર
સાર્વજનિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, સુરત
વિદ્યા પ્રતિષ્ઠાન સ્કૂલ ઓફ આર્કિટેક, વાજડી, કાલાવાડ રોડ રાજકોટ
હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટી, પાટણ
વડોદરા આર્કિટેક્ચર કોલેજ-વડોદરા
ગ્રો મોર આર્ક કોલેજ, સાણંદ
અનંત આર્ક કોલેજ, સાણંદ
જીસી પટેલ આર્ક કોલેજ, વડોદરા
ડિઝાઇન એકેડમી, વડોદરા.
વધુ વિગત માટે www.cept.ac.inનો ઉપયોગ કરી શકાય.
 

5) નર્સિંગ ક્ષેત્ર


નર્સિંગ ક્ષેત્રે બે પ્રકારના અભ્યાસક્રમો પ્રાપ્ય છે. 
બીએસસી નર્સિંગ અને જનરલ નર્સિંગ.

બીએસસી નર્સિંગનો અભ્યાસક્રમઃ ધોરણ 12 સાયન્સ માટે આ સંસ્થાઓ છે.

ગર્વમેન્ટ નર્સિંગ કોલેજ, કોલેજ ઓફ નર્સિંગ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ. સાંદ્રા શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ, વાપી, જેજી કોલેજ ઓફ નર્સિંગ, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ વગેરે કોલેજના બીએસસી નર્સિંગમાં પ્રવેશ મેળવવા માટે મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપીની સાથે કોમન ફોર્મ ભરવાનુ રહેશે.  પ્રવેશ કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા થાય છે.
 

જનરલ સાયન્સ

ધોરણ 12 સાયન્સ/ જનરલ પ્રવાહના ઉમેદવારો માટે જનરલ નર્સિંગ અને મીડ વાઇફરીના ત્રણ વર્ષ છ માસની તાલીમ પ્રથમ અગ્રિમતા વિજ્ઞાનપ્રવાહમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, દ્વિતીય અગ્રિમતા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ સામાન્ય પ્રવાહમા અંગ્રેજી વિષય સાથે પાસ.  આ કોર્સ નર્સિંગ કોલેજોમાં મળે છે.  આ અંગેની જાહેરાત જૂન-જુલાઇ માસમાં પ્રસિદ્ધ થયેથી નર્સિંગ સ્કૂલ ઓફિસમાંથી ફોર્મ મેળવી શકાય છે. 

અન્ય અભ્યાસક્રમો અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

which courses choose after 12th science

6) કૃષિ  પશુપાલન ક્ષેત્રે મળતા અભ્યાસક્રમો

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષય સાથે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ પ્રાપ્ય છે. જેમ કે…..
બીએસસી કૃષિ-બીવીએસસી એન્ડ એ એચ
બીટેક કૃષિ- બી એસસી હોર્ટિકલ્ચર
બીએસસી ફિશરીઝ- બીએસસી હોમ સાયન્સ(માત્ર બહેનો માટે)
બીએસસી ફોરેસ્ટ્રી- બીએસસી ડેરી ટેક્નોલોજી
બીઆરએસ(બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ) વગેરે છે.
જેની વધુ માહિતી માટે કૃષિ ક્ષેત્રની રાજ્યની ચાર તથા કામધેનુ યુનિવર્સિટી અલગથી એડમિશન કાર્ય કરે છે. (નોડલ એડમિશન કૃષિ યુનિવર્સિટી, આણંદ)
 

7) શિક્ષણક્ષેત્ર
પીટીસી
સીપીએડ
એટીડી
બીએસસી, બીએડ


પીટીસીઃ પ્રાયમરી ટ્રેનિંગ કોર્સ- બે વર્ષનો અભ્યાસક્રમ
રાજ્યમાં  આવેલ માન્ય અધ્યાપન મંદિરોમાં અભ્યાસક્રમ ચાલે છે. પ્રવેશ જાહેરાત પ્રમાણે અદ્યાપન મંદિરના ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે. કેન્દ્રિય પ્રવેશ પદ્ધતિ દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. www.Ptcgujarat.org 

સીપીએડઃ સર્ટિફિકેટ કોર્સ ઇન ફિઝિકલ એજ્યુકેશન બે વર્ષ.
પ્રાથમિક શાળા માધ્યામિકમાં શારીરિક શિક્ષણના શિક્ષક તરીકે નોકરી. www.cpedgujarat.org

એટીડીઃ આર્ટ ટીચર ડીપ્લોમા ધોરણ 12 કોઇપણ પ્રવાહમાં ચિત્રની માધ્યમિક કક્ષાની પરીક્ષા પાસ કરેલા હોવા જોઇએ. અથવા ધોરણ 10 અથવા ધોરણ 12માં ચિત્ર વિષય સાથે પાસ. બે વર્ષની મુદ્દત. દૈનિક પત્રોમાં જાહેરાત આવ્યાથી અરજીપત્રક ભરવું. શાળાના શિક્ષક તરીકે નોકરી મળે છે. www.atdgujarat.org

બીએસસી, બીએડઃ ધોરણ 12 સાયન્સ પછી બીએસસી બીએડની ડિગ્રીનો ચાર વર્ષનો અભ્યાસક્રમ છે. જે ભોપાલ નવરચના IITE વિ. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આ અભ્યાસક્રમ થાય છે. અન્ય યુનિવર્સિટીઓમાં પણ આ ઇન્ટિગ્રેટેડ કોર્સ મળે છે. અન્ય ટીચર્સ યુનિવર્સિટીઓમાં પણ ઇન્ટિગ્રેટેડ કોર્સ મળે છે. જોહારેત અલગ આવે છે. 

બીએસસીઃ  ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બોટની, જિઓલોજી, માઇક્રોબાયોલોજી, બાયો ટેક્નોલોજી, બાયોકેમિસ્ટ્રી, આંકડાશાસ્ત્ર, કોમ્પ્યૂટર સાયન્સ, ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ, એન્વાયરમેન્ટલ સાયન્સ, એનાલિટિકલ કેમિસ્ટ્રી, વગેરેનો સમાવેશ સાથેના બીએસસી કોર્સ થાય છે.

અન્ય અભ્યાસક્રમો અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

which courses choose after 12th science

8) અન્ય અભ્યાસક્રમો

મોટાભાગના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને અગ્રિમતા આપવામાં આવે છે. સંરક્ષણક્ષેત્રે, ઇન્ટડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સના અભ્યાસક્રમ છે. એનડીએની પરીક્ષા દ્વારા પૂણેની ખડક્વાસલા ખાતે આવેલી કોલેજમાં પ્રવેશ મેળવી શકાય છે. આ ઉપરાંત એમબીએ તથા એમએસસી(સીએ એન્ડ આઇટી)ના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટેની સવલતોનો ઉપયોગ કરી શકાય. ઉપરાંત ડિગ્રી ઇન હોટેલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટ, બીએસસી હોસ્પિટાલિટી એન્ડ હોટેલ એડમિનિસ્ટ્રેશન, હોટલ મેનેજમેન્ટની પ્રવેશ કસોટી, નિફ્ટ તથા એનઆિડી, 10+2 ટેક્નિકલ એન્ટ્રી સ્કીમ હેઠળ પ્રવેશ કસોટી દ્વારા પ્રવેશ મેળવી શકાય. કોમ્પ્યૂટરના અભ્યાસક્રમ(ડોએક) લેવલ અભ્યાસક્રમ તેમજ મરિન એન્જિનિયરિંગના અભ્યાસક્રમ આઇટી ક્ષેત્રે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો ચાર વર્ષનો અભ્યાસક્રમ. ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી કોમ્પ્યુનિકેશન, ટેલિકોમ્યુનિકેશન, મલ્ટિમીડિયા ટેક્નોલોજી વગેરે અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. 

X
which courses choose after 12th science
which courses choose after 12th science
which courses choose after 12th science
which courses choose after 12th science
which courses choose after 12th science
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App