ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» જાણો કોણ એજ્યુકેશન લોન છે સૌથી બેસ્ટ બેન્ક લોન વિશે Which bank is offering the best education loan?

  SBI, HDFC કે PNB? જાણો કોની એજ્યુકેશન લોન છે સૌથી બેસ્ટ

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 12:12 PM IST

  પ્રાઇવેટ બેન્ક કરતા સરકારી બેન્કોમાં વ્યાજદર સામાન્ય હોય છે
  • SBI, HDFC કે PNB? જાણો કોની એજ્યુકેશન લોન છે સૌથી બેસ્ટ
   SBI, HDFC કે PNB? જાણો કોની એજ્યુકેશન લોન છે સૌથી બેસ્ટ

   નવી દિલ્હી: ઉચ્ચ શિક્ષણ અને શૈક્ષણિક ડિગ્રી મેળવવા માટે મોટાભાગે સ્ટુડન્ટ અને તેમના પરિવારજનો લોનનો સહારો લેતા હોય છે. તેવામાં લોન લેતી વખતે તેઓ એ વાતનું જરૂર ધ્યાન રાખે છે કે બેન્ક તેમને કેટલા ટકા વ્યાજ પર લોન આપી રહી છે. પ્રાઇવેટ બેન્કમાંથી મળતી લોનનું વ્યાજદર વધારે હોય છે, જ્યારે સરકારી બેન્કોમાં વ્યાજદર સામાન્ય હોય છે. તો આજે તમને આ ન્યૂઝના માધ્યમથી ત્રણ બેન્કોમાં મળતી એજ્યુકેશન લોન વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમે જાતેજ નક્કી કરી શકો કે તમારા માટે કઇ બેન્ક વધારે ફાયદાકારક રહી શકે.

   સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) તરફથી જે પણ લોન આપવામાં આવે છે તે 4 ભાગમાં વેચાય છે. જેમા સ્કોલર લોન, ગ્લોબલ એડવાન્ટેજ, સ્ટુડન્ટ લોન, સ્કિલ લોન અને એજ્યુકેશન લોન સામિલ છે. તેમા એજ્યુકેશન લોનને ટેકઓવર પણ કરી શકાય છે. મતલબ, જો તમારી લોન અન્ય કોઇ બેન્કમાં ચાલી રહી છે અને તમે ઇચ્છો છો કે તે લોન SBIમાં શિક્ટ થાય તો તે પણ સંભવ છે. તેનાથી વ્યક્તિને ઇએમઆઇમાં લાભ મળી રહે છે.

   સ્ટુડન્ટ લોન: આ લોન એક ફિક્સ સમયગાળા પૂરતી આપવામાં આવે છે. આ લોન ભારતીય સ્ટુડન્ટને ભારત અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે આપવામાં આવે છે. એસબીઆઇની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર ભારતમાં અભ્યાસ માટે 10 લાખ અને વિદેશ માટે 20 લાખ રૂપિયાની લોન મળી શકે છે. એસબીઆઇના રૂલ્સ મુજબ કોર્સ પૂર્ણ થયાને એક વર્ષ બાદ સ્ટુડન્ટને તે લોન ચૂકવવાની રહેશે. ત્યા સુધી સ્ટુડન્ટ પાસેથી કોઇપણ પ્રકારનું વ્યાજ નહી લેવામાં આવે. જે પણ લોન સ્ટુડન્ટએ લીધી હશે, તેને 15 વર્ષની અંદર પૂર્ણ કરવાની રહેશે.

   સ્કોલર લોન: ભારતમાં અભ્યાસ કરવા માટે 30 લાખની સ્કોલર લોન મળે છે. જેમા તેવા સ્ટુડન્ટને લાભ મળે છે, જેમનું એડમિશન આઇઆઇટી, આઇઆઇએમ, એનઆઇટી, એઆઈએમએસ જેવી સંસ્થાઓમાં થયું હોય. તો બીજી તરફ આ લોનમાં પણ કોર્સ પૂર્ણ ના થાય ત્યા સુધી કોઇપણ પ્રકારનું વ્યાજ લેવામાં આવતું નથી. એકવાર કોર્સ પૂર્ણ થઇ જાય તેના 15 વર્ષની અંદર તે લોન ભરવાની રહેશે.

   ગ્લોબલ એડવાન્સ લોન: આ લોન એ સ્ટુડન્ટ્સ માટે છે જે વિદેશમાં જઇને અભ્યાસ કરવાના સપના જોતા હોય છે. તેમા 20 લાખથી 1.5 કરોડની લોન મળે છે. જોકે કોર્સ પૂર્ણ થયાને 6 મહિના બાદ તમારે તેનું વ્યાજ આપવાનું રહેશે.

   સ્કિલ લોન: આ લોન તેવા સ્ટુડન્ટ્સને આપવા આવે છે, જેનો અભ્યાસ ચાલુ હોય છે. તેમા 5 હજારથી લઇને 1.5 લાખ સુધીની લોન આપવામાં આવે છે.

   આગળ ક્લિક કરીને જાણો એચડીએફસી અને પંજાબ નેશનલ બેન્કની લોન વિશે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જાણો કોણ એજ્યુકેશન લોન છે સૌથી બેસ્ટ બેન્ક લોન વિશે Which bank is offering the best education loan?
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `