Home » National News » Utility » આ 6 કારણોસર મિડિલ ક્લાસ લોકો નથી શકતા બનતા અમીર । Life Lessons We Can Learn From the Wealthy

આ 6 કારણોસર મિડલ ક્લાસ લોકો નથી શકતા બનતા અમીર, જાણીને રહો એલર્ટ

Divyabhaskar.com | Updated - May 01, 2018, 06:37 PM

મિડલ ક્લાસ પોતાના માટે ફાઇનેન્સની દૃષ્ટિએ ખૂબ જ ઓછી અપેક્ષાઓ રાખે છે જેથી તે ક્યારેય નિરાશ ન થાય.

 • આ 6 કારણોસર મિડિલ ક્લાસ લોકો નથી શકતા બનતા અમીર । Life Lessons We Can Learn From the Wealthy
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યૂટિલિટી ડેસ્કઃ એવું નથી કે માત્ર એકાઉન્ટ બેલેન્સ જ અમીરોને મિડલ ક્લાસ લોકોથી અલગ કરે છે. દુનિયાના સૌથી અમીર, સૌથી સફળ લોકોની વિચારધાર પણ બીજા કરતા અલગ હોય છે. 25 વર્ષ કરતા પણ વધુ સમય સુધી અમીરો પર અભ્યાસ કર્યા પછી સેલ્ફ મેડ રાઇટર અને અરબપતિ સ્ટીવ સીબોલ્ડે How Rich People Thinkમાં તેનો સાર લખ્યો છે.

  અનેક ઈન્ટરવ્યૂ આપ્યાં પછી સીબોલ્ડે જાણ્યું કે માત્ર ઈચ્છાની કમી જ લોકોને અમીર થવાથી નથી રોકતી, પરંતુ તેના કારણોમાં ખુદ પર ઓછો વિશ્વાસ અને પોતાની ક્ષમતાને ઓછું આંકવું પણ છે. તેણે જણાવ્યું કે અમીર લોકો ખુદની સાથે માઇન્ડ ટ્રિક્સ અપનાવે છે જે તેમને અન્ય કરતા આગળ રાખે છે. આવી ઓછામાં ઓછી 6 આદતો છે જે અમીરોને ગરીબોથી અલગ કરે છે.

  અમીર પોતાની અપેક્ષાઓને ખૂબ ઊંચી રાખે છે

  મિડલ ક્લાસ પોતાના માટે ફાઇનેન્સની દૃષ્ટિએ ખૂબ જ ઓછી અપેક્ષાઓ રાખે છે જેથી તે ક્યારેય નિરાશ ન થાય. જ્યારે અમીરો ખૂબ જ અપેક્ષાઓ રાખે છે. તે પોતાના માટે કોઈ પણ પડકાર માટે તૈયાર હોય છે. તેમણે લખ્યું છે કે કોઈ પણ અમીર મોટું સપનું જોયા વિના નથી રહી શકતો. કેટલાક લોકો માને છે કે તેઓ જેટલી અપેક્ષા રાખે છે તેમને એટલું જ મળે છે. તેમ છતાં ઘણાં લોકો પોતાને મિડલ ક્લાસ સુધી જ મર્યાદિત રાખે છે. એવું વિચારીને કે પોતાને નિષ્ફળતાથી બચાવે છે.

  આગળ જાણો અન્ય કારણો...

 • આ 6 કારણોસર મિડિલ ક્લાસ લોકો નથી શકતા બનતા અમીર । Life Lessons We Can Learn From the Wealthy
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  રૂપિયાનો અભાવ નથી

   

  તે ખુદને કહે છે કે તેમની પાસે રૂપિયાની કમી નથી, ત્યારે પણ જ્યારે તેમની પાસે પૂરતા રૂપિયા ન હોય. અમીર લોકો પોતાના ભવિષ્ય માટે બીજા પાસે ફંડ લેવાથી નથી ગભરાતા. સીબોલ્ડે લખ્યું કે જો તેમની પાસે ફાઇનેન્સ ભેગુ કરવા માટે સારો આઇડિયા નથી તો તે બીજા લોકોને રૂપિયા લેવા માટે આગળ વધે છે. વાસ્તવમાં પ્રશ્ન એ છે કે શું તેને ખરીદવું, તેમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું અથવા તેને લઈને આગળ વધવું યોગ્ય છે? જો આવું જ છે તો અમીર એ જાણે છે કે રૂપિયા કાયમ ઉપલબ્ધ હોય છે કારણ કે અમીર લોકો કાયમ સારા ઈન્વેસ્ટમેન્ટ અને સારું પર્ફોમન્સ માટે જ મહેનત કરતા હોય છે.

   

  રૂપિયા બનાવવા એક રમત છે

   

  સીબોલ્ડે લખ્યું છે કે અમીર લોકો બિઝનેસ, જીવન અને કમાઈને એક રમત સમજે છે અને આ એવી રમત છે જેને તેઓ જીતવી પસંદ કરે છે. આ જ કારણ છે કે અરબપતિ રોજ કામ કરે છે, જેથી તે પોતાની આગામી સફળતાને હાંસલ કરી શકે. તેમણે લખ્યું કે રમત રમવાની ઈચ્છા તેમને બીજા લેવલ સુધી સતત આગળ લઈને જાય છે.

 • આ 6 કારણોસર મિડિલ ક્લાસ લોકો નથી શકતા બનતા અમીર । Life Lessons We Can Learn From the Wealthy

  ડર રાખે છે દૂર

   

  સીબોલ્ડે જણાવ્યું કે તેમના મગજને તેઓ એ લેવલ સુધી લઈને જાય છે જ્યાં ડરની કોઈ જગ્યા નથી હોતી. આ લેવલ પર બધી જ વસ્તુઓ શક્ય દેખાય છે. પોતાના મગજને આ લેવલ પર લઈ જવા માટે તમારે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકાળવાનું રહેશે, અને આ કામ અમીર લોકો કરે છે.

   

  અમીર બનવું સ્વાભાવિક છે

   

  તેમણે લખ્યું કે અમીર લોકોનું માનવું છે કે સફળતા અને ખુશી પ્રકૃતિમાં મોજૂદ છે. આ એકમાત્ર વિશ્વાસ તમને સફળતા સુધી પહોંચાડે છે. સામાન્ય લોકોનું માનવું છે કે તે અમીર નથી બની શકતા. તેઓ ખુદને પૂછે છે કે તે કોણ છે કે અમીર બની શકે.

   

  રૂપિયાને પોતાના મિત્ર બનાવવા

   

  સીબોલ્ડે લખ્યું છે કે અમીર લોકો રૂપિયાને પોતાનો સૌથી સારો મિત્ર અને પાર્ટનર માને છે. એવો મિત્ર જેને તેના માટે ચિંતિંત થઈને આખી રાત ઊંઘવું, તકલીફ થવી અને જીવન બચાવવું સારું લાગે છે. જ્યારે મિડલ ક્લાસના લોકો રૂપિયાને રૂપિયાને તેનાથી એકદમ વિપરીત જુએ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ