25 હજાર રૂપિયા ખર્ચી શરૂ કર્યો હતો વેડિંગ પ્લાનનો બિઝનેસ, આજે છે 2 કરોડનું ટર્નઓવર

દિલ્હીની વેડિંગ પ્લાનરે આપ્યો બિઝનેસ કરવાનો આઇડિયા, સોશિયલ મીડિયા કરશે મદદ

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 08:33 PM
Wedding Plane Business started spending 25 thousand rupees

યુટિલિટી ડેસ્ક: ઓછા ખર્ચમાં પણ એક સારા બિઝનેસનું પ્લાનિંગ થઇ શકે છે. દિલ્હીની એની મુંજલે માત્ર 25 હજાર રૂપિયા ખર્ચ કરી વેડિંગ પ્લાનરનો બિઝનેસ શરૂ કર્યો. આજે તેનું વાર્ષિક ટર્ન ઓવર બે કરોડ રૂપિયા છે. 24 વર્ષની ઉંમરમાં એનીએ વેડિંગ પ્લાનરનો બિઝનેસ સ્ટાર્ડ કર્યો તે એક સ્ટોરી છે, જો તમારામાં પણ ક્રિએટિવિટી છે તો તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો.

એની મુંજલે વાતચીતમાં જણાવ્યું કે, હું હંમેશાથી કઇક અલગ કરવા માંગતી હતી. હું સ્કૂલના સમયથી જ સ્કૂલમાં થતી ઇન્વેસ્ટ્સને ઓર્ગેનાઇઝ કરતી હતી. 21 વર્ષની ઉંમરમાં મેં ઇન્વેટનું કામ શરૂ કર્યું. હું ટ્રેંડ અને ક્લાઇંટ્સના સ્ટેસ્ટને સમજી શકુ છું.

આ પ્રકારના લોકો માટે છે આ બિઝનેસ:
દિલ્હીની વેડિંગ પ્લાનર એની મુંજલે જણાવ્યું કે, એ લોકો જ સારા વેડિંગ પ્લાનર્સ બની શકે છે, જેમને ઇવેંટને ઓર્ગેનાઇઝ કરવું પસંદ છે, લોકોને મળવું પસંદ છે. સાથે જ, તમે ઇનોવેટિવ અને ક્રિએટિવ હોવ, ક્લાઇન્ટની માંગને સમજી શકતા હોવ, માર્કેટના લેટેસ્ટ ટ્રેંડની સારી જાણકારી હોય.

આ રીતે કરો શરૂઆત:
આમા સૌથી પહેલા તમારી સંસ્થાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તે નામથી એક ઓનલાઇન ડોમેન નેમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધારેમાં વધારે આ બિઝનેસ માટે તમારે 20થી 25 હજાર રૂપિયાનો ખર્ચ આવશે. સાથે જ વેડિંગ વેબસાઇટ પર તમારું નામ રજિસ્ટર કરાવી શકો છો. સોશિયલ મીડિયા પર બને એટલો વધારે પ્રચાર કરો.

વાર્ષિક ઇનકમ છે કરોડો સુધી:
એનીનો વાર્ષિક વ્યાપાર બે કરોડ રૂપિયાનો છે. એની જણાવે છે કે, લગ્નની સીઝનમાં દરેકને નાનામાં નાની વસ્તુઓ પરફેક્ટ હોય તે વધારે પસંદ છે, જેનાથી તે લગ્નમાં એન્જોય કરી શકે. આ જ કારણ છે કે, હાલના સમયમાં વેડિંગ પ્લાનરની માંગ વધી રહી છે, આવામાં આ બિઝનેસ સફળ બિઝનેસ છે.

X
Wedding Plane Business started spending 25 thousand rupees
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App