બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે, રોકાણ કરવા માટે બેસ્ટ છે 4 પ્લાન

બાળકોના સારા ભવિષ્ય માટે નાણાકીય પ્લાનિંગ કરવું ઘણું જરૂરી

divyabhaskar.com | Updated - Nov 06, 2018, 12:55 PM
want to secure your childrens future then you can invest in these 4 best plan

યુટિલિટી ડેસ્કઃ બાળકના સારા ભવિષ્ય માટે નાણાકીય પ્લાનિંગ ઘણું જ જરૂરી છે. દરેકની રોકાણ કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. જો તમારી પાસે આવકના સાધનો ઓછા છે તો એ ધ્યાન રાકો કે રોકાણ ત્યાં કરો જ્યાં પૈસા સુરક્ષિત છે અને તમારા રોકાણ પર રિસ્ક વગર સારું રિટર્ન મળે. આજે અમે અહીં એવા 4 ફાઈનાન્સિયલ પ્લાન અંગે જણાવી રહ્યાં છીએ, જેથી તમે યોગ્ય સ્થળે સુરક્ષિત રોકાણ કરી શકો.

સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષની ઉંમર સુધીની કોઇપણ દિકરી માટે એકાઉન્ટ ખોલાવી શકાય છે. સરકારી અધિસૂચના અનુસાર, સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કોઇપણ અધિકૃત સરકારી બેન્ક અને પોસ્ટ ઓફિસ બ્રાન્ચમાં ખોલાવી શકાય છે. તાજેતરમાં જ સરકારે ડિસેમ્બર ત્રિમાસિક(ઓક્ટોબર-ડિસેમ્બર 2018) માટે વ્યાજદરમાં 0.4 ટકાનો વધારો કર્યો છે, જેથી વ્યાજ દર 8.5 ટકા થઇ ગયા છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવી શકાય છે. આ પહેલા વર્ષે માસિક જમા રકમ 1 હજાર રૂપિયા હતી. યોજના હેઠળ વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ઇનકમ ટેક્સ કલમ 80 સી હેઠળ ટેક્સમાં છૂટ મળી શકે છે. આ યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવ્યાના દિવસથી 15 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી રોકાણ કરવાનું હોય છે, એટલે કે આ ખાતું 21 વર્ષ પૂર્ણ થાય ત્યારે મેચ્યોર થઇ જાય છે. 15 વર્ષ પૂર્ણ થયા બાદથી 21 વર્ષ સુધી ખાતામાં એ સમયના નક્કી વ્યાજદર પ્રમાણે પૈસા જોડાતા રહે છે.

પીપીએફ એકાઉન્ટ
પીપીએફ એકાઉન્ટ થકી તમે બાળકોના સારા ભવિષ્ય માટે રોકાણ કરી શકો છો. PPF પણ પારંપરિક અને લોકપ્રીય રોકાણ માધ્યમ છે. બાળકોના નામે PPF એકાઉન્ટ તેના માતા-પિતા અથવા કાયદાકિય પાલક ખોલાવી શકે ચે. 18 વર્ષથી નાની ઉંમરના બાળકોનું PPF એકાઉન્ટ ખોલી શકાય છે. PPF એકાઉન્ટનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષ છે. વર્ષ દરમિયાન તેમાં 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જો તમે 1.5 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરો છો તો તેમને એ રકમ પર વ્યાજ મળતુ નથી, જો તમે 2 બાળકોના માતા-પિતા છો તો અલગ-અલગ PPF એકાઉન્ટ ખોલાવીને 3 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. 15 વર્ષ બાદ તમે એકાઉન્ટની સંપૂર્ણ રકમ એક સાથે ઉપાડી શકો છો અથવા ત્યારબાદ 5-5 વર્ષ માટે વધારી શકો છો.

શું થશે ફાયદો
PPFમાં લોક ઇન પીરિયડ 15 વર્ષનો હોય છે. માની લો કે એકાઉન્ટ ખોલતી વખતે તમારું સંતાન 3 અથવા 4 વર્ષનું છે. તેવામાં જ્યારે તે 18 કે 19 વર્ષનું થશે ત્યારે એકાઉન્ટ મેચ્યોર થઇ જશે. આ દરમિયાન તે એકાઉન્ટનું સંચાલન જાતે કરી શકવા લાયક બની જશે. જરૂર પડ્યે તે પૈસા ઉપાડી શકે છે. જો તેને વધારવા માગે છે તો તે વધુ 5 વર્ષ તેને જારી રાખી શકે છે. જો તે 18 વર્ષની ઉંમરમાં એકાઉન્ટ ખોલાવે છે તો તેણે બીજા 15 વર્ષ મેચ્યોરિટીની રાહ જોવી પડશે.

ફિક્સ ડિપોઝિટ
ફિક્સ ડિપોઝિટ પણ એક લોકપ્રીય રોકાણ માધ્યમ છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે જરૂર પડ્યે તેને સરળતાથી વિડ્રો કરી શકાય છે. બાળકના માતા-પિતા અથવા પાલક અનેક બેન્કોમાં 100 રૂપિયા અને 500 રૂપિયા જમા સાથે તેમાં રોકાણ કરી શકે છે. મોટાભાગે કોમર્શિયલ બેન્કો માટે એફડી પર વ્યાજ દર 6.5 ટકાથી 7.75 ટકાની વચ્ચે હોય છે. સ્મોલ ફાઈનાન્સ બેન્ક 9 ટકા સુધી વ્યાજ આપે છે.

મ્યુચ્યુઅલ ફંડ
તમે તમારા સગીર બાળકો માટે પણ મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો છો. તેનો ઉપયોગ તમે તેના વધુ અભ્યાસ અને કારકિર્દી માટે કરી શકો છો. લાંબા સમય માટે તમે તમારા નાણાકીય સલાહકારની મદદ લઇને મ્યુચ્યુઅલ ફંડમાં બાળકોના નામથી રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે રોકાણથી લાભ થવાની શક્યતા વધી જાય છે.

X
want to secure your childrens future then you can invest in these 4 best plan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App