માત્ર 1 વર્ષના રોકાણમાં મેળવવા માગો છો સારું રિટર્ન, તો આ છે 4 બેસ્ટ ઓપ્શન

સરકાર, બેન્ક અને ફાઈનાન્સિયલ કંપનીઓ અનેક પ્રકારની સેવિંગ સ્કીમ ઓફર કરે છે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 10:45 PM
want to get good return in short period these 4 best option

યુટિલિટી ડેસ્કઃ જીવનને સારી રીતે જીવવા માટે પૈસા કમાવવાની સાથે રોકાણ કરવું પણ જરૂરી છે. જોકે રોકાણ કરતી વખતે એ વાત ધ્યાનમાં રાખવું જોઇએ કે રોકાણ સમજી વિચારીને કરવું જોઇએ. સરકાર, બેન્ક અને ફાઈનાન્સિયલ કંપનીઓ અનેક પ્રકારની સેવિંગ સ્કીમ ઓફર કરે છે. જેમાં રોકાણ કરીને સારું એવું રિટર્ન મેળવી શકાય છે. આજે અમે અહીં એવી જ ચાર સ્કીમ અંગે જણાવી રહ્યાં છીએ, જેમાં સમજી વિચારીને યોગ્ય રીતે ઓછા સમયમાં રોકાણ કરીને સારું એવું રિટર્ન મેળવી શકાય છે.

ફિક્સ્ડ ડિપોઝિટ
આ રોકાણની સુરક્ષિત રીત છે. ફિક્સ ડિપોઝિટમાં તમે એક નિશ્ચિત સમય માટે પૈસા જમા કરો છો અને તમને તેના પર એક નિશ્ચિત વ્યાજ દર મળે છે. જો તમે વધારે રિટર્ન ઇચ્છો છો તો ખાનગી ક્ષેત્રની બેન્કો અને કંપનીઓમાં રોકાણ કરવા અંગે વિચારવું જોઇએ. જોકે મોટાભાગે બેન્ક અને ફાઈનાન્સિયલ કંપનીઓ એફડી પર 7 ટકાના પ્રારંભિક દરથી વ્યાજ આપે ચે. જેમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે બેન્ક અને ફાઈનાન્સિયલ કંપનીઓ એફડીમાં 7 દિવસથી લઇને 10 વર્ષ સુધી રોકાણની સુવિધા આપે છે. જો તમને પૈસાની વધારે જરૂર છે તો તમારે અમુક રકમ પેનલ્ટી તરીકે આપવી પડશે, બાદમાં તમે તમારી રકમ કાઢી શકો છો.

રિકરિંગ ડિપોઝિટ
રિકરિંગ ડિપોઝિટમાં રોકાણથી વ્યાજ વધારે મળે છે અને જ્યારે તમને પૈસાની જરૂર હોય છે, તો અમુક રકમ પણ મળે છે. આ યોજના હેઠળ તમે બેન્ક અને પોસ્ટ ઓફિસમાં દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવી શકો છો. ત્યારબાદ બેન્ક તમને એક નિશ્ચિત દર પર વ્યાજ આપે છે. જો તમે નોકરિયાત છો તો તમે તમારા સેલરી એકાઉન્ટમાંથી આરડી ખાતું ખોલાવી શકો છો. સેવિંગ એકાઉન્ટ સાથે આરડી ખોલ્યા બાદ દર મહિને પૈસા જમા કરવાની જરૂર નથી. તમારા એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા કટ થઇ જાય છે. ઓછા સમયમાં રોકાણ માટે રિકરિંગ ડિપોઝિટ સારો વિકલ્પ છે.

લિક્વિડ ફંડ્સ
નાના સમયમાં સારા રિટર્ન માટે લિક્વિડ ફંડ તમારા માટે શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ છે. લિક્વિડ ફંડમાં રોકાણનું જોખમ રહે છે. સાથે જ કોઇ લોક ઇન પીરિયડ પણ નથી હોતું. લિક્વિડ ફંડમાં રિટર્નના દર ઘટતા-વધતા રહે છે. લિક્વિડ ફંડમાં કોઇપણ વ્યક્તિ 1 અઠવાડિયાથી 1 વર્ષ સુધીના સમય માટે રોકાણ કરી શકો છો. દર મહિને તમારી સેલરીનો વધતો હિસ્સો પણ લિક્વિડ ફંડમાં રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકાય છે. સેવિંગ્સ એકાઉન્ટમાં તમારી સેલરી પર 4 ટકાના દરથી રિટર્ન મળે છે, જ્યારે બીજી તરફ લિક્વિડ ફંડમાં 8 ટકા સુધીનું રિટર્ન મળે છે.

શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સ
આ રોકાણ યોજના ટૂંકા સમય માટે એટલે કે એક વર્ષથી ત્રણ વર્ષ માટે હોય છે. જો રોકાણકાર એક વર્ષથી ઓછા સમય માટે રોકાણ કરવા માગે છે, તો શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સમાં રોકાણ કરવું જોઇએ. જોકે આ રોકાણ યોજનામાં વ્યાજ દર અને જોખમ બન્ને રોકાણકારે સહન કરવા પડે છે.

X
want to get good return in short period these 4 best option
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App