Divya Bhaskar

Home » National News » Utility » ફોર્મૂલા 144: માત્ર 1 મિનિટમાં જણાવી દેશે ક્યાં ઝડપથી 4 ગણા થશે તમારા પૈસા । want to do financial planning know about formula 144 and 72

ફોર્મૂલા 144: માત્ર 1 મિનિટમાં જણાવી દેશે ક્યાં ઝડપથી 4 ગણા થશે તમારા પૈસા

Divyabhaskar.com | Updated - May 28, 2018, 12:30 PM

દરેક વ્યક્તિ ઇચ્છતિ હોય છે કે તે પોતાના પૈસા ત્યાં રોકે જ્યાં ઓછા સમયમાં વધારે ફાયદો મળે

  • ફોર્મૂલા 144: માત્ર 1 મિનિટમાં જણાવી દેશે ક્યાં ઝડપથી 4 ગણા થશે તમારા પૈસા । want to do financial planning know about formula 144 and 72
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ દરેક વ્યક્તિ ઇચ્છતિ હોય છે કે તે પોતાના પૈસા ત્યાં રોકે જ્યાં ઓછા સમયમાં વધારે ફાયદો મળે. આજના સમયમાં બેન્ક, પોસ્ટ ઓફિસથી લઇને સરકારી બોન્ડ તથા મ્યુચ્યુઅલ ફંડની અનેક પોપ્યુલર સ્કીમ છે. તમે અલગ-અલગ સ્કીમમાં મળતા રિટર્ન અંગે જાણી શકો છો, પરંતુ એ જાણવું મુશ્કેલ છે કે કઇ સ્કીમમાં તમારા પૈસા કેટલી ઝડપથી વધીને 4 ગણા, 3 ગણા કે 2 ગણા થઇ જશે.

    તેવામાં અમે તમને એક ખાસ ફોર્મૂલા અંગે જણાવી રહ્યાં છીએ, જે થકી તમે સરળતાથી એ જાણી શકો છો કે તમારું રોકાણ સૌથી ઓછા સમયમાં ક્યાં 4 ગણું થઇ જશે. આ ફોર્મૂલાને રૂલ ઓફ 144 કહેવામાં આવે છે. જે થકી તમે 1 મિનિટમાં એ જાણી શકો છો. જેના આધારે તમે સારી સ્કીમની પસંદગી કરી શકો છો.

    શું છે રૂલ ઓફ 144નો ફોર્મૂલા


    ફાયનાન્સનું આ એક ખાસ નિયમ છે રૂફ ઓફ 144. એક્સપર્ટ્સ તેને સૌથી સચોટ રૂલ માને છે, જેનાથી એ નક્કી કરી શકાય છે કે તમારું રોકાણ કેટલા દિવસમાં 4 ગણું થઇ જશે. તેને તમે આ રીતે સમજી શકો છો કે જો તમે કોઇ ખાસ સ્કીમની પંસદગી કરી છે, જ્યાં તમને 8 ટકા વાર્ષિકના હિસાબથી કંપાઉન્ડિંગ ઇંટરેસ્ટ રેટ મળે છે.
    - તેવામાં તમે રૂલ 144 હેઠળ 144માં 8 ભાગ આપવા પડશે.
    - 144/8= 18 વર્ષ, એટલે કે આ સ્કીમ હેઠળ તમારા પૈસા 18 વર્ષમાં 4 ગણા થઇ જશે.
    - 144ની પસંદગી અનેક રીતે સુવિધાજનક છે. જે વ્યાજ દરના હિસાબથી સમયનું સચોન આકલન કરી આપે છે અને તેમાં 6થી 10 ટકાના વ્યાજ દરના હિસાબથી અવધિ કાઢવામાં પણ સરળતા રહે છે.


    આગળની સ્લાઇડ્સમાં વાંચો ક્યાં ઝડપથી 3 ગણા થઇ જશે તમારા પૈસા

  • ફોર્મૂલા 144: માત્ર 1 મિનિટમાં જણાવી દેશે ક્યાં ઝડપથી 4 ગણા થશે તમારા પૈસા । want to do financial planning know about formula 144 and 72
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ફોર્મૂલા 144


    જો તમે જાણવા માગો છો કે તમારા પૈસા કઇ સ્કીમમા ઝડપથી 3 ગણા થઇ જશે, એ જાણવા માતે તમે પસંદ કરેલી સ્કીમ કે જેમાં 10 ટકા વાર્ષિકના હિસાબથી કંપાઉન્ડિંગ ઇંટરેસ્ટ રેટ મળે છે.
    - જેમાં  રૂલ 144 હેઠળ 144માં 10 ભાગ આપવા પડશે.
    - 114/10= 11.4 વર્ષ, એટલે કે આ સ્કીમ હેઠળ તમારા પૈસા 11.4 વર્ષમાં ત્રણ ગણા થઇ જશે. 

    આગળની સ્લાઇડ્સમાં જાણો કેવી રીતે તમારા પૈસા ક્યાં ઝડપથી 2 ગણા થઇ જશે

  • ફોર્મૂલા 144: માત્ર 1 મિનિટમાં જણાવી દેશે ક્યાં ઝડપથી 4 ગણા થશે તમારા પૈસા । want to do financial planning know about formula 144 and 72

    રૂલ ઓફ 72

    ફાયનાન્સનો આ ખાસ નિયમ છે રૂલ ઓફ 72. એક્સપર્ટ આ રૂલને પણ સચોટ માને છે. જેમાં એ નક્કી કરી શકાય છે કે તમારું રોકાણ કેટલા દિવસમાં ડબલ થઇ જશે. તેને સમજવા માટે જો તમે કોઇ બેન્કની એક ખાસ સ્કીમ પસંદ કરી છે, જ્યાં તમને 8 ટકા વાર્ષિક હિસાબથી કંપાઉન્ડિંગ ઇંટરેસ્ટ રેટ મળે છે. 
    - જેમા તમે રૂલ 72 હેઠળ 72માં 8 ભાગ આપવા પડશે. 
    - 72/8= 9 વર્ષ, એટલે કે આ સ્કીમ હેઠળ તમારા પૈસા 9 વર્ષમાં બે ગણા થઇ જશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending