Divya Bhaskar

Home » National News » Utility » vacancies in indian navy for the post of Fireman

ભારતીય નૌસેનામાં નોકરીની તક, મળશે 63200 સુધીનો પગાર

Divyabhaskar.com | Updated - May 03, 2018, 06:05 PM

ભારતીય નૌસેનામાં નોકરી કરવાની ઇચ્છા ધરાવો છો તો ઇન્ડિયન નેવીએ એક નોટિફિકેશન જારી કર્યું છે

  • vacancies in indian navy for the post of Fireman

    યુટિલિટી ડેસ્કઃ ભારતીય નૌસેનામાં નોકરી કરવાની ઇચ્છા ધરાવો છો તો ઇન્ડિયન નેવીએ એક નોટિફિકેશન જારી કર્યું છે. જે અનુસાર નેવીએ ફાયરમેનના પદ માટે વેકેન્સી બહાર પાડી છે. નેવી હવે ટેલિફોન ઓપરેટર, ફાયર ઇંજર ડ્રાઇવર બાદ હવે ફાયરમેનની ભરતી કરવા જઇ રહ્યું છે. આ પદ માટે નેવીએ 95 જગ્યાઓ બહાર પાડી છે. જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા માગો છો તો એ માટે તમારે નેવીની વેબસાઇટ પર જઇને અરજી કરી શકો છો.

    જાણો ફાયરમેન પોસ્ટ સાથે જોડાયેલી માહિતી

    પોસ્ટઃ ફાયરમેન
    જગ્યાઃ 95(જનરલ-48, ઓબીસી-26, એસસી-14, એસટી-7)
    પગાર ધોરણઃ 19900થી 63200 રૂપિયા
    યોગ્યતાઃ આ પોસ્ટ માટે કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. સાથે જ ઉમેદવાર ફિજિકલી ફિટ હોવો જોઇએ.
    વય મર્યાદાઃ ઉમેદવારની ઉમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઇએ.
    અરજી કરવાની છેલ્લી તારીખઃ 19 મે 2018
    કેવી રીતે કરશો અરજીઃ આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છૂક ઉમેદવારો 19 મે સુધી http://www.bhartiseva.com/ પર જઇને ઓનલાઇન અરજી કરી શકો છો.
    શું છે પસંદગી પ્રક્રિયાઃ ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ફિજિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending