યુટિલિટી ડેસ્કઃ ગાંધીગનર મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે 126 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે, અરજી કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2018 છે. જેમાં 25 હજારથી લઇને 53 હજાર રૂપિયા સુધીના પગાર ધોરણની ઓફર કરવામાં આવી રહી છે. સરકારી નોકરીઓમાં ભરતી માટે બનેલા પોર્ટલ ojas.gujarat.gov.inમાં આ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે. ગાંધીનગર મનપાએ બહાર પાડેલી ભરતીઓમાં ક્લાર્ક, સેનિટિરી ઇન્સ્પેક્ટર, ટાઉન પ્લાનર, આરોગ્ય અધિકારી, ઝોનલ અધિકારી, વહિવટી અધિકારી સહિતની પોસ્ટ માટે નોકરી બહાર પાડવામાં આવી છે. જો તમે આ જોબ માટે અરજી કરવા માગતા હોવ તો ojas.gujarat.gov.inની વેબસાઇટ પર જઇને આપવામાં આવેલી જરૂરી માહિતી પ્રમાણે અરજી કરી શકો છો. અહીં બહાર પડેલી જગ્યાઓ અંગે આછેરી માહિતી આપવામાં આવી છે.
આરોગ્ય અવધકારી
પગાર ધોરણઃ 53,100- 1,67,800
જગ્યાઃ 5
વય મર્યાદાઃ 40 વર્ષ
પસંદગી પદ્ધતિઃ સ્પર્ધાત્મક પરીક્ષા અને રૂબરૂ મુલાકાત
શૈક્ષણિકા લાયકાતઃ એમ.બી.બી.એસ અથવા આરોગ્યમાં અનુસ્નાતકની પદવી કે ડિપ્લોમા
ફીઃ 400
સેનીટેશન સુપ્રિટેન્ડડન્ટ
પગાર ધોરણઃ 44,900- 1,42,400
જગ્યાઃ 1
વય મર્યાદાઃ 42 વર્ષ
પસંદગી પદ્ધતિઃ સ્પર્ધાત્મક પરીક્ષા અને રૂબરૂ મુલાકાત
શૈક્ષણિકા લાયકાતઃ સ્નાતકની પદવી અથવા સેનિટરી ઇન્સ્પેક્ટરમાં ડિપ્લોમા
ફીઃ 400
જુનીયર ટાઉન પ્લાનર
પગાર ધોરણઃ 44,900- 1,42,400
જગ્યાઃ 2
વય મર્યાદાઃ 42 વર્ષ
પસંદગી પદ્ધતિઃ સ્પર્ધાત્મક પરીક્ષા અને રૂબરૂ મુલાકાત
શૈક્ષણિકા લાયકાતઃ આર્કિટેક્ચર અથવા સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક
ફીઃ 400
ઝોનલ અધિકારી
પગાર ધોરણઃ 44,900- 1,42,400
જગ્યાઃ 1
વય મર્યાદાઃ 40 વર્ષ
પસંદગી પદ્ધતિઃ સ્પર્ધાત્મક પરીક્ષા અને રૂબરૂ મુલાકાત
શૈક્ષણિકા લાયકાતઃ સ્નાતકની પદવી
ફીઃ 400
વેટરનરી ઓફીસર
પગાર ધોરણઃ 44,900- 1,42,400
જગ્યાઃ 2
વય મર્યાદાઃ 35 વર્ષ
પસંદગી પદ્ધતિઃ સ્પર્ધાત્મક પરીક્ષા અને રૂબરૂ મુલાકાત
શૈક્ષણિકા લાયકાતઃ પશુચિકિત્સા વિજ્ઞાનમાં સ્નાતકની પદવી
ફીઃ 400
વહીવટી અવધકારી
પગાર ધોરણઃ 44,900- 1,42,400
જગ્યાઃ 2
વય મર્યાદાઃ 42 વર્ષ
પસંદગી પદ્ધતિઃ સ્પર્ધાત્મક પરીક્ષા અને રૂબરૂ મુલાકાત
શૈક્ષણિકા લાયકાતઃ સ્નાતકની પદવી
ફીઃ 400
અન્ય જગ્યાઓ અંગે માહિતી જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...