5 મિનિટમાં પ્લાસ્ટિક બોટલને કરી શકો છો સાફ, માત્ર બે વસ્તુઓની પડશે જરૂર

તમારી બોટલને નવા જેવી રાખવા માટે અઠવાડિયામાં એકવાર ટ્રાય કરો આ ટ્રિક

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 05:58 PM
use this trick for Clean the plastic bottle in 5 minutes

યુટિલિટી ડેસ્ક: પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ લગભગ દરેક ઋતુઓમાં થાય છે. આ બોટલ ઝડપથી ગંદી પણ થઇ જાય છે અને તેને સાફ કરવી ક્યારેક મુશ્કેલ બની જાય છે. અહીં બતાવવામાં આવતી બે ટ્રિકથી તમે બોટલને સરળતાથી સાફ કરી શકો છો. જેના માટે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. લગભગ 5 મિનિટમાં બોટલ સાફ થઇ જશે. આ પ્રક્રિયાથી બોટલને વગર ક્લીનરે સાફ કરી શકાય છે.

પહેલી રીત
ગંદી બોટલમાં એક ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી વિનેગર નાખો. હવે તેને સારી રીતે શેક કરો અને પછી 5 મિનિટ માટે રાખી દો. આનાથી બોટલ નેચરલી સાફ થઇ જાય છે. અને બેક્ટિરિયા પણ ખતમ થઇ જાય છે. હવે બોટલ સાફ કરવાનું એક બ્રશ લો અને તેને આ બોટલમાં નાખો. તેનાથી નેક બોટલનું ઢાંકણું અને જ્યાં પણ ગંદકી છે તે સાફ કરી લો.

બીજી રીત
અડધી બોટલને પાણીથી ભરી લો. પછી લીંબુના નાના-નાના ટૂકડા કરી પાણીમાં નાખો. હવે તેમા બે ચમચી મીઠું નાખો. ત્યારબાદ તમારે બોટલને આઇસ ક્યૂબમાં રાખવી પડશે. પછી તેને સારી રીતે શેક કરી લો. આનાથી બોટલ અંદરથી ક્લીન થઇ જશે. ખરાબ વાસ પણ જતી રહેશે. આ પ્રોસેસને તમે અઠવાડિયામાં એકવાર યુઝ કરી શકો છો.

X
use this trick for Clean the plastic bottle in 5 minutes
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App