Paytm તરફથી મળતી આ 4 સુવિધાઓ વિશે શું તમે જાણો છો?

ગોલ્ડ ખરીદવાથી લઇને વિદેશી કરન્સી માટે થાય છે પેટીએમનો ઉપયોગ

divyabhaskar.com | Updated - Sep 03, 2018, 05:59 PM
Use of PATM for gold and foreign currencies

યુટિલિટી ડેસ્ક: હાલમાં ભારતમાં સૌથી વધારે પ્રખ્યાત ડિજિટલ વોલેટ પેટીએમ છે. જેની શરૂઆત વિજય શેખર શર્માએ ઓગસ્ટ 2010માં કરી હતી. ત્યારે આ ડિજિટલ વોલેટ-આધારિત ચુકવણી સિસ્ટમના રૂપમાં શરૂ કરવામાં આવી. આ વોલેટનો યુઝ કરતી વખતે સ્કેનિંગ ક્યૂઆર કોડનો યુઝ કરવામાં આવે છે.

પેટીએમના આવ્યા બાદ ડિજિટલ પેમેન્ટ કરવામાં ખૂબ જ સરળતા મળી છે. જો કે તે સિવાય પણ પેટીએમ ઘણી અન્ય સુવિધાઓ ઓફર કરે છે જેમાથી કેટલીક સુવિધાઓ વિશે મોટાભાગના લોકો અજાણ હશે. આજે અમે તમને પેટીએમની 5 સુવિધાઓ વિશે જણાવી રહ્યા છીએ...

પેટીએમ મોલ: પેટીએમ મોલ લોન્ચ કરવા પાછળનો હેતુ અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવાનો હતો. પેટીએમ મોલ પર ખરીદી કરનારને કેશબેક અને છૂટ મળે છે. જેને અન્ય ખરીદી પર રિડીમ કરવામાં આવે છે.

પેટીએમ પેમેંટ બેન્ક: પેટીએમ પેમેન્ટ્સ બેન્કનો યુઝ કરવા માટે યૂઝર્સને કેવાઇસીની પ્રક્રિયા પુરી કરવી પડે છે. આમા એકાઉન્ટ ઓપન કરવા માટે કોઇ ચાર્જ નથી હોતો. સાથે જ મિનિમમ બેલેન્સ રાખવું પણ ફરજિયાત નથી. તે સિવાય પેટીએમ પેમેન્ટ બેન્ક 4 ટકા માસિક વ્યાજ આપે છે. એટીએમ પેમેન્ટ બેન્ક જમા અને રૂપે કાર્ડ પર કેશબેક આપે છે. આના રૂપે કાર્ડ દ્વારા ઘણી પ્રસિદ્ધ બ્રાન્ડ જેમ કે, પેપરફ્રાઇ, ફર્ન્સ એન પેટલ્સ, મેડ લાઇફ, અને બૂક માય શો પર ઓફર મળે છે.


પેટીએમ ગોલ્ડ: પેટીએમથી ગોલ્ડ પણ ખરીદી શકાય છે. આની ખાસ વાત એ છે કે તમે 1 રૂપિયાથી લઇને લાખ સુધીનું સોનું ખરીદી શકો છો. આના માટે કોઇપણ મેકિંગ અથવા ડિલિવરી ચાર્જ આપવાનો નથી રહેતો. પેટીએમની ગોલ્ડ સ્કીમને સફળ બનાવવા માટે દેશી તથા વિદેશી કંપની સાથે પાર્ટનરશિપ કરી છે. જેમા એમએમટીસી (Metal and Minerals Trading Corporation of India) અને પીએએમપી (Produits Artistiques Meteux Precieux)કંપનીઓ સામેલ છે.


પેટીએમ વિદેશી મુદ્રા: જ્યારે વિદેશ મુસાફરી પર જઇએ તો વિદેશી કરન્સીની જરૂર પડે છે. તેના માટે પેટીએમ વૈશ્વિક સ્તર પર માન્ય વીઝા / વિદેશી ચલણ માસ્ટરકાર્ડની ઓફર આપે છે. તે સિવાય તમને વર્તમાન દર પર કેશ પણ મળે છે. પેટીએમ યુઝર્સ 2%ના દરથી અગાઉથી ચૂકવણી કરી શકે છે અને બાકી બચેલી રકમને પછી એનઇએફટી/આરટીજીએસના માધ્યમથી પેમેન્ટ કરી શકાય છે. વિદેશી કરન્સી કેશની સીમા $3,000 અથવા તેના સમકક્ષ છે.

X
Use of PATM for gold and foreign currencies
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App