ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» અંડરગાર્મેંટ કંપની આપી રહી છે બિઝનેશ કરવાનો મોકો, ઘરે બેઠા કમાઇ શકો છો મહિને 1 લાખ|Undergarment company is giving opportunities to business

    અંડરગાર્મેંટ કંપની આપી રહી છે બિઝનેસ કરવાનો મોકો, ઘરે બેઠા કમાઇ શકો છો મહિને 1 લાખ

    divyabhaskar.com | Last Modified - May 17, 2018, 08:11 PM IST

    બિઝનેસમાં નફો ઘણો મળે છે પણ શરમ અને ઓછા અનુભવના કરાણ કે લોકો તે નથી કરી શકતા
    • અંડરગાર્મેંટ કંપની આપી રહી છે બિઝનેસ કરવાનો મોકો, ઘરે બેઠા કમાઇ શકો છો મહિને 1 લાખ
      અંડરગાર્મેંટ કંપની આપી રહી છે બિઝનેસ કરવાનો મોકો, ઘરે બેઠા કમાઇ શકો છો મહિને 1 લાખ

      યૂટીલિટી ડેસ્ક: એક સમય એવો પણ હતો જ્યારે લોકો ઘણા એવા બિઝનેસ કરતા હતા,જેને જાહેરમાં કહેતા સંકોચ અનુભવતા હતા. એવો જ એક બિઝનેસ છે લોંજરી પ્રોડક્ટ્સનો. આ બિઝનેસમાં નફો ઘણો મળે છે પણ શરમ અને ઓછા અનુભવના કરાણ કે લોકો તે નથી કરી શકતા. જોકે હવે આ બિઝનેસ કરનાર અને કરવા માંગતા લોકોને ચિંતા કરવાની જરૂર નથી. દેશની મોટી ઓનલાઇન લોંજરી રિટેલર્સ Zivame તમને એક સારો મોકો આપી રહી છે. આ કામથી તમે મહિને 1 લાખ રૂપિયા સુધી કમાઇ શકો છો. સાથે જ કંપની તમને દરેક પ્રકારની મદદ પણ કરશે.

      આ રીતે કંપની કરશે સપોર્ટ

      આ બિઝનેસની ખાસ વાત એ છેકે જો તમને આ બિઝનેસનો કોઇ અનુભવ નથી તો કંપની તમને પૂરો સપોર્ટ કરશે. જેમા ટ્રેનિંગથી લઇને માર્કેટિંગ સપોર્ટ પણ સામેલ છે. કંપની પોતાના નવા બિઝનેસ મોડલ દ્વારા આ યોજનાને વિસ્તારી રહી છે.

      શું છે કંપનીનો બિઝનેસ મોડલ


      આમ કરવા પાછળનો કંપનીનો હેતુ પોતાનો બિઝનેસ વધારવાનો છે. જોકે ખાસ વાત એ પણ છેકે અહીંયા કોઇ ડિસ્ટ્રીબ્યુટરશિપ અથવા ફ્રેન્ચાઇઝીમોડલ નથી. જેના કારણે તમને સારૂ કમીશન પણ ઓફર કરવામાં આવે છે. સાથે જ તમને દુકાન અથવા કોઇ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ નહીં લાગે.

      ઘરે બેઠા પણ કરી શકો છો કામ

      આ બિઝનેસનો ખાસ ફાયદો એ છેકે તેને શરૂ કરવા માટે તમારે આઉટડોર કે પછી ઓફિસ ખોલવાની જરૂર પડતી નથી. તમે ઘરે બેઠા બેઠા આ બિઝનેસ કરીને લાખો રૂપિયા કમાઇ શકો છો.


      1 લાખની થશે કમાણી

      કંપનીના જણાવ્યા અનુસાર તમને 7 હજાર રૂપિયા સુધીના સેલ પર 15% કમીશન મળશે. તો બીજી તરફ 7 હજાર રૂપિયાથી એક લાખ સુધીના સેલ પર 35% કમીશન મળશે. એટલે જો મહિને તમે 1 લાખ સુધીનો સેલ કરો છો તો તમને 35 હજારની કમાણી કરી લો છો. જો તમારુ સેલિંગ 1 લાખથી 3 લાખ સુધીનું થાય છે તો તમને 37% કમીશન મળશે, એટલે તમે એક મહિનામાં 1 લાખ 17 હજારની કમાણી કરી લો છો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અંડરગાર્મેંટ કંપની આપી રહી છે બિઝનેશ કરવાનો મોકો, ઘરે બેઠા કમાઇ શકો છો મહિને 1 લાખ|Undergarment company is giving opportunities to business
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top