Home » National News » Utility » કાઢો તમારા આધાર કાર્ડની 'કુંડળી', લોન્ચ થયું નવું ફીચર|UIDAI launches a new feature about Aadhaar Update History

કાઢો તમારા આધાર કાર્ડની 'કુંડળી', લોન્ચ થયું નવું ફીચર

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 03:09 PM

આ ફિચર દ્વારા તમે તમારા અધાર કાર્ડના પાછલા વર્ષમાં અપડેટ કરેલી જાણકારી પણ જોઇ શકો છો

  • કાઢો તમારા આધાર કાર્ડની 'કુંડળી', લોન્ચ થયું નવું ફીચર|UIDAI launches a new feature about Aadhaar Update History

    યુટિલિટી ડેસ્ક: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ એક નવું ફિચર લોન્ચ કર્યું છે. જેની મદદથી હવે યૂઝર્સ આધાર અપડેટ હિસ્ટ્રી જોઇ શકશે. હવે Aadhaar Update Historyને ડાઉનલોટ કરી શકાશે અને અલગ-અલગ સર્વિસ માટે ઓર્થોરિટીઝને આપી શકાય છે. આ ફિચર દ્વારા તમે તમારા અધાર કાર્ડના પાછલા વર્ષમાં અપડેટ કરેલી જાણકારી પણ જોઇ શકો છો.

    UIDAIના સીઇઓ, ડોક્ટર અજય ભૂષણ પાંડે જણાવે છેકે, આ એક એવો ઇનોવેટિવ અને ખુબજ કામની સુવિધા છે જેની મદદથી લોકો યૂઆઇડીએઆઇની વેબસાઇડથી પોતાના આધાર અપડેટની હિસ્ટ્રી જોઇ શકે છે અને તેને એટ્રેસ પ્રુફ તરીકે ઉપયોગ કરી શકે છે, હાલમાં અમે તેનું બીટા વર્જન લોન્ચ કર્યુ છે.

    આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે યૂઝર્સએ UIDAIની વેબસાઇડ www.uidai.gov.in પર જઇને Aadhaar Update Historyના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક પેજ ઓપન થશે જેમા આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઇડી (વીઆઇડી) અને સિક્યોરિટી કેપ્ચાને ભરવાનું રહેશે. જેમા યૂઝર્સના મોબાઇલ પર એક ઓપીટી આપવામાં આવશે. તે ઓપીટીને સબમિટ કર્યા બાદ યૂઝર્સને પોતાની આધાર અપડેટની હિસ્ટ્રી મળી જશે. તેને તમે ડાઉનલોડ અથવા તેની પ્રિન્ટ પણ નિકાળી શકો છો.

    UIDAIના સૂત્રો જણાવે છે કે, આધાર અપડેટ હિસ્ટ્રીમાં એડ્ર્રેસ અથવા અન્ય જાણકારી તારીખ પ્રમાણે આપવામાં આવે છે. જેમા અપડેટ નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર અથવા એડ્રેસ, મોબાઇલ નંબર અથવા ઇમેલ એડ કરવું અથવા ડિલિટ કરવા સહિતની સુવિધા મળી રહે છે.

    યૂઆઇડીએઆઇના સીઇઓએ કહ્યું કે, આધાર અપડેટ હિસ્ટ્રી આવવાથી લોકોમાં ભરોસો વધશે. નોકરી, સ્કૂલ એડિનિશન સહિતની અન્ય જગ્યાઓ માટે આ અપડેટ હિસ્ટ્રી ફાયદાકારક રહેશે, કારણ કે મોટાભાગના લોકોને પાછલા બે-ત્રણ વર્ષમાં એડ્રેસ પ્રુફની જાણકારીની ખાસ જગ્યાઓ પર જરૂર પડતી રહે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ