બાળકો માટે આવશે 'બાલ આધાર', આ છે બનાવવાની પ્રોસેસ

યૂનિક આઈડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ 'બાલ આધાર' લોન્ચ કર્યું છે

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 10:14 AM
UIDAI introduces Bal Aadhaar card for children

યુટિલિટી ડેસ્કઃ યૂનિક આઈડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ 'બાલ આધાર' લોન્ચ કર્યું છે. તેને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લોન્ચ કરવામાં આવ્યું છે. બાલ આધારમાં બાયોમેટ્રિક આઈડેન્ટીફિકેશન ( જેવા કે આઈરિસ સ્કેન, ફિંગરપ્રિન્ટ સ્કેન) થશે નહિ.

આ કાર્ડ દ્વારા પેરેન્ટસ કોઈ પણ જગ્યાએ પોતાના બાળકની આઈડેન્ટીટી સાબિત કરી શકશે. પેરેન્ટસના આધાર કાર્ડ સાથે જ બાળકોનું આધાર લિન્ક થશે. જેવી બાળકની ઉંમર 5 વર્ષની થશે એટલે તેને રેગ્યુલર આધાર કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. તેમાં બાયોમેટ્રિક ડિટેલ્સ હશે. તે બલ્યુ કલરનું હશે. જેથી કોઈ પણ તેને સરળતાથી ઓળખી શકશે. જોકે આ કાર્ડ બનાવવું બાળકો માટે અનિવાર્ય કરવામાં આવ્યું નથી. અમે અહીં તમને જણાવી રહ્યાં છે કે તમે પોતાના બાળક માટે તેને કઈ રીતે બનાવી શકો છો.

તમે કઈ રીતે એપ્લાઈ કરી શકો છો, જોવો આગળની સ્લાઈડમાં...

UIDAI introduces Bal Aadhaar card for children

તમે કઈ રીતે બનાવી શકો છો.

 

- તમારે તમારા નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટરમાં બાળકને લઈન જવાનું રહેશે. અહીં બાલ આધારનું ફોર્મ મળશે, તેને ભરવાનું રહેશે.

 

- તમારે બાળકના બર્થ સર્ટિફીકેટની સાથે પેરેન્ટસમાંથી કોઈ પણ એકનું આધાર કાર્ડ સાથે લઈને જવાનું રહેશે.

 

- બાળકનો ફોટો સેન્ટરમાં જ ક્લીક કરવામાં આવશે. આ જ ફોટો બાલ આધાર પર આવશે.

 

- બાલ આધાર પેરેન્ટસમાંથી કોઈ એક (માતા કે પિતા)ના આધાર સાથે લિન્ક થશે.

 

- તેમાં બાળકોની બાયોમેટ્રિક ડિટેલ્સ નહી લેવામાં આવે, પરતું પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપવાનો રહેશે.

 

- વેરિફીકેશન બાદ રજિસ્ટર્ડ નંબર પર જ કન્ફોર્મેશન મેસેજ આવશે.

 

- મેસેજ મળવાના 60 દિવસની અંદર બાલ આધાર એડ્રેસ પર મોકલવામાં આવશે. પેરેન્ટસના આધારમાં જે એડ્રેસ છે, તે એડ્રેસ પર બાળકોને બાલ આધાર મોકલવામાં આવશે.

 

- 5 વર્ષની ઉંમર પુરી કરતા જ બાળકને રેગ્યુલર આધાર બનાવવાનું રહેશે. આમ ન કરવા પર થોડા સમય બાદ આધાર સસ્પેન્ડ કરવામાં આવશે.

 

- બાળક મોટું થવા પર સ્કોલરશીપ કે ઉચ્ચશિક્ષણની ગ્રાન્ટ માટે અરજી કરવા માટે આ કાર્ડની જરૂરિયાત પડશે. ફોરેન યુનિવર્સિટીમાં અરજી કરવા માટે પણ બાલ આધારની જરૂરિયાત પડશે.

X
UIDAI introduces Bal Aadhaar card for children
UIDAI introduces Bal Aadhaar card for children
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App