ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» UGCએ જાહેર કરી 24 ફેક યુનિવર્સિટીઃ સૌથી વધુ યુપીમાં, વાંચો આખું લિસ્ટ । UGC List about fake universities running in India

  UGCએ જાહેર કરી 24 ફેક યુનિવર્સિટીઃ સૌથી વધુ યુપીમાં, વાંચો આખું લિસ્ટ

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 03:15 PM IST

  UGC અનુસાર સૌથી વધારે 8 ફેક યુનિવર્સિટી ઉત્તર પ્રદેશમાં અને 7 નવી દિલ્હીમાં છે
  • UGCએ જાહેર કરી 24 ફેક યુનિવર્સિટીઃ સૌથી વધુ યુપીમાં, વાંચો આખું લિસ્ટ
   UGCએ જાહેર કરી 24 ફેક યુનિવર્સિટીઃ સૌથી વધુ યુપીમાં, વાંચો આખું લિસ્ટ

   યુટિલિટી ડેસ્કઃ દેશભરમાં અનેક એવી કોલેજ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ હોય છે, જે ફેક હોય છે, પરંતુ આપણે તેની વિશ્વસનિયતાથી અજાણ હોઇએ છીએ અને તેમાં એડ્મિશન લઇ લઇએ છીએ અથવા તો સંતાનનું એડ્મિશન લઇએ છીએ, આપણે એ પણ નથી જાણતા હોતા કે આ ઇન્સ્ટિટ્યૂટ કે કોલેજ તરફથી આપવામાં આવેલા સર્ટિફિકેટ ક્યાંય માન્યતા ન ધરાવતા નથી. ત્યારે યુજીસી(UGC) દ્વારા ભારતની 24 જેટલી ફેક યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે. યુજીસીનું કહેવું છે કે આ 24 સ્વઘોષિત અને અનરૅકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂશન ફંક્શનિંગ યુજીસીના અધિનિયમનું ઉલંઘન કરીને ચલાવવામાં આવી રહી છે. જેને ફેક જાહેર કરવામાં આવે છે. આ ફેક વિશ્વવિદ્યાલય કોઇપણ પ્રકારની શૈક્ષણિક ડિગ્રી આપવાનો હક ધરાવતી નથી. યુજીસીએ જાહેર કરલી યાદીમાં સૌથી વધારે 8 ઉત્તર પ્રદેશમાં અને 7 નવી દિલ્હીમાં ફેક યુનિવર્સિટી હોવાનું બહાર આવ્યું છે.

   આ છે 24 ફેક યુનિવર્સિટી

   1) મૈથિલી યુનિવર્સિટી, દરભંગા-બિહાર
   2) કમર્શિયલ યુનિવર્સિટી લિ., દરિયાગંજ દિલ્હી
   3) યુનાટેડ નેશન્સ યુનિવર્સિટી, દિલ્હી
   4) વોકેશનલ યુનિવર્સિટી, દિલ્હી
   5) એડીઆર- નવી દિલ્હી
   6) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, નવી દિલ્હી
   7) વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, નવી દિલ્હી
   8) આદ્યાત્મિક વિશ્વવિદ્યાલય, દિલ્હી
   9) બદાગનવી સરકાર વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સોસાયટી, ગોકક, બેલગામ, કર્ણાટક
   10) સેન્ટ જોન્સ યુનિવર્સિટી, કિશાનટ્ટમ, કેરળ
   11) રાજા અરેબિક યુનિવર્સિટી, નાગપુર, મહારાષ્ટ્ર
   12) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન, કોલકતા
   13) ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન એન્ડ રિસર્ચ, કોલકતા
   14) વાણર્ણેય સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય, વારાણસી ઉત્તર પ્રદેશ, જગતપુરી દિલ્હી
   15) મહિલા ગ્રામ વિદ્યાપીઠ, પ્રયાગ-અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ
   16) ગાંધી હિન્દી વિદ્યાપીઠ, પ્રયાગ-અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ
   17) નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રા કોમ્પલ્કેસ હોમિયોપેથી, કાનપુર ઉત્તર પ્રદેશ
   18) નેતાજી સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી, અચલતલ, અલીગઢ, ઉત્તર પ્રદેશ
   19) ઉત્તર પ્રદેશ વિશ્વવિદ્યાલય, કૌશીકલા, મથુરા ઉત્તર પ્રદેશ
   20) મહારાણા પ્રતાપ શિક્ષા નિકેતન વિશ્વવિદ્યાલય, પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ
   21) ઇન્દ્રપ્રસ્ત શિક્ષા પરિષદ, ઇન્સ્ટિટ્યૂશનલ એરિયા, નોએડા ઉત્તર પ્રદેશ
   22) નવભારત શિક્ષા પરિષદ, રાઉરકેલા, ઓડિશા
   23) નોર્થ ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી, ઓડિશા
   24) શ્રી બોધી એકેડમી ઓફ હાયર એજ્યુકેશન, પોંડેચરી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: UGCએ જાહેર કરી 24 ફેક યુનિવર્સિટીઃ સૌથી વધુ યુપીમાં, વાંચો આખું લિસ્ટ । UGC List about fake universities running in India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top