તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એપ જણાવશે ડાયટ પ્લાનથી લઇને વેટ લોસની ટિપ્સ|Top 5 Health Fitness & Diet Plan App

આ એપ જણાવશે દિવસભરના ડાયટ પ્લાનથી લઇને વેટ લોસની ટિપ્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક: જો તમારે વજન ઘટાળવું છે અને Gym જવા માટે ટાઇમ નથી તો તમે આ 5 મોબાઇલ એપમાંંથી કોઇપણ એક એપને ફોલો કરી શકો છો. જેમાં તમને તમારા દરરોજના ડાયટ પ્લાનની સાથે વેટ કંટ્રોલ કરવાની અનેક ટિપ્સ આપવામાં આવે છે. 

 

MyFitnessPal: આ એપમાં 6 લાખથી પણ વધારે ડેટાબેસ એડ છે, જેમાં અનેક પ્રકારની ડાયટ ટીપ્સ આપી છે. એપમાં બારકોડ સ્કેનરની પણ સુવિધા છે જેની મદદથી તમે કોઇપણ ફૂડની કેલરીની ગણતરી કરી શકો છો. Motivate કરવામાં માટે એપ્સમાં એપ્સમાં કેટલાક પ્રકારની ટિપ્સ પણ આપવામાં આવી છે. એપમાં બતાવવામાં આવેલા ડાયટ પ્લાનથી તમે તમારા વેટને કંટ્રોલમાં કરી શકો છો. એપને 5 કરોડ યૂઝર્સે ડાઉનલોડ કરી છે, જેમાંથી 17 લાખથી પણ વધારે યૂઝર્સે રેટિંગ આપ્યા છે. હાલમાં એપને 4.6 સ્ટાર મળેલા છે અને તેની સાઇઝ 24 MBની છે.

 

30 Day Fitness Challenge: આ એપમાં કેટલાક લેવલ આપવામાં આવ્યા છે, જેને પાર કરવાના રહેશે. આ એપ ફિટનેસ લવર્સની પહેલી પસંદ બની છે, એપમાં તમને ફૂડ ડાયટથી લઇને હેલ્થ એક્ટિવિટી સુધીની જાણકારી મળી રહે છે. એપને એક કરોડથી વધારે લોકો ફોલો કરી રહ્યા છે, 4 લાખથી વધારે યૂઝર્સે રિવ્યૂ પણ આપ્યા છે, 4.8 રેટિંગ વાળી આ એપની સાઇઝ 11 MBની છે. 

 

Lose It: આ એપમાં તમને કેટલાક સવાલો પૂછવામાં આવશે, જેના જવાબ આપવાથી એપ તમારા માટે ડાયટ ફૂડ પ્લાન તૈયાર કરશે. એપને તમે ડિવાઇસમાં પણ કનેક્ટ કરી શકો છો. સાથે જ તમે એપની એક્ટિવિટીને પણ ટ્રેક કરી શકો છો. ગૂગલ પ્લ સ્ટોર પર 50 લાખ યૂઝર્સે આ એપને ડાઉનલોડ કરી છે, અત્યાર સુધીમાં એપને 4.4 સ્ટાર મળેલા છે. જેમાં 66 હજારથી વધારે યૂઝર્સે રેટિંગ આપ્યા છે. એપની સાઇઝ 33 MBની છે.

 

Water Drink Reminder: આ એપ તમને જણાવશે કે દિવસભરમાં તમારે કેટલું પાણી પીવું જોઇએ. ગૂગલ ફિટ દ્વારા એપ તમારા વજનને પણ મોનિટર કરે છે. એપમાં ચાર્ટ અને લોગની મદદથી તમે પોતાની દરેક જાણકારીને જોઇ શકો છો. આ એપને અત્યારસુધીમાં એક કરોડથી પણ વધારે લોકોએ ડાઉનલોડ કરી છે, પ્લે સ્ટૉરમાં 4.6 સ્ટાર પણ મળ્યા છે. એપને 5 લાખ લોકોએ રેટિંગ આપ્યા છે, તેની સાઇઝ 7.2 એમબી છે. 


HealthifyMe: આ એપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આપવામાં આવેલા પ્લાનને ફોલો કરવાથી તમે એક મહિનામાં 2 કિલો વજન ઉતારી શકો છો. એપ તમારા ફિટનેસ ટારગેટને સેટ કરી દે છે. હાલમાં આ એપને 10 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. 4.6 સ્ટાર રેટિંગ વાળી એપની સાઇઝ 72 એમબી છે.