30 દિવસથી 1 વર્ષમાં સારું રિટર્ન મેળવવા માટે બેસ્ટ છે આ 4 ઓપ્શન

divyabhaskar.com

Nov 15, 2018, 01:00 AM IST
top 4 mutual fund option for short term investment

યુટિલિટી ડેસ્કઃ દરેક વ્યક્તિ એવું વિચારતી હોય છે કે ઓછા સમયમાં તેમનું રોકાણ બમણું થઇ જાય. આમ તો શોર્ટ ટર્મમાં સારો નફો મેળવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ શેર બજાર માનવામાં આવે છે, પરંતુ અત્યારે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આગામી અમુક મહિનાઓ સુધી બજારમાં જોખમનું વાતાવરણ રહી શકે છે. તેવામાં જો શેર બજારનું જોખમ લેવા નથી માગતા અને તમે ઓછા સમયમાં રોકાણમાં સારું રિટર્ન આપે તેવા વિકલ્પ શોધી રહ્યા છો તો અહીં આપવામાં આવેલી માહિતી તમને મદદરૂપ થઇ શકે છે. અહીં એવા કેટલાક વિકલ્પ આપવામાં આવી રહ્યાં છે જેમાં 30 દિવસથી 1 વર્ષ સુધીમાં રોકાણના વિકલ્પ છે, જેમાં સ્થિર અને સારું રિટર્ન મળી શકે છે.

ડેટ ફંડઃ શોર્ટ ડ્યૂરેશન
સામાન્ય રીતે 6 મહિનાથી 1 વર્ષ માટે પૈસા લગાવવામાં આવે છે. છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો ડેટ શોર્ટ ડ્યૂરેશન ફંડ હેઠળ અમુક સારા ફંડને 6.61 ટકા રિટર્ન આપ્યું છે.

આ ફંડે 1 વર્ષમાં આપ્યું સારું રિટર્ન
બરોડા પાયોનિયર શોર્ટ ટર્મ બોન્ડ ફંડઃ 6.61%
બીએનપી પરિબાસ શોર્ટ ટર્મ ફંડ DP: 5.76%
Axis શોર્ટ ટર્મ ફંડ DP: 5.53%
આદિત્ય બિરલા સનલાઇફ શોર્ટ ટર્મ: 5.44%

ડેટ ફંડઃ અલ્ટ્રા શોર્ટ ટર્મ
આ ફંડ ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રૂમેન્ટમાં 3 મહિનાના સમય માટે રોકાણ કરે છે. છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો અમુક ફંડે 7.30 ટકા સુધી રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષનું એવરેજ રિટર્ન પણ 6 ટકાની આસપાસ રહ્યું છે.

આ ફંડમાં 1 વર્ષમાં મળ્યું સારું રિટર્ન
BOI AXA અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ DP : 7.30%
DHFL Pramerica અલ્ટ્રા શોર્ટ ટર્મ DP : 7.23%
આદિત્ય બિરલા સનલાઇફ સેવિંગ્સ ફંડ DP : 6.90%

લિક્વિડ ફંડ
આ ઓપન એન્ડેડ ફંડ હોય છે, જે ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રૂમેન્ટમાં રોકાણ કરે છે. આ સ્કીમ હેઠળ 30 દિવસતી 91 દિવસ માટે રોકાણ કરવામાં આવે છે. તેનો મેચ્યોરિટી પીરિયડ 91 દિવસનો હોય છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો લિક્વિડ ફંડે 6થી 7 ટકા સુધી રિટર્ન આપ્યું છે.

આ ફંડમાં 1 વર્ષમાં મળ્યું સારું રિટર્ન
બરોડા પાયોનિયર લિક્વિડ ફંડ DP : 7.41%
બીએનપી પરિબાસ લિક્વિડ ફંડ DP : 7.36%
આદિત્ય બિરલા સનલાઇફ લિક્વિડ ફંડ DP : 7.34%
Axis લિક્વિડ ફંડ DP : 7.34%

મની માર્કેટ
મની માર્કેટ ઇન્સ્ટ્રૂમેન્ટમાં આ ફંડ 1 વર્ષ માટે રોકાણ કરે છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો તેમાં અમુક ફંડે 7.5 ટકા રિટર્ન આપે છે.
આ ફંડમાં 1 વર્ષમાં મળ્યું સારું રિટર્ન
આદિત્ય બિરલા સનલાઇફ મની મેનેજર ફંડ DP : 7.61%
DSP સેવિંગ્સ ફંડ DP : 6.99%

X
top 4 mutual fund option for short term investment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી