Home » National News » Utility » top 10 best countries for live and work in and to boost salary

આ 10 દેશોમાં મળે છે સૌથી વધારે સેલરી, 12.50 લાખ રૂપિયા મહિના સુધીની એવરેજ આવક

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 02:53 PM

7માં નંબરે ભારત, અપ્રવાસીઓને મળે છે 8 લાખ રૂપિયા મહિને સેલરી

  • top 10 best countries for live and  work in and to boost salary
    યુટિલિટી ડેસ્કઃ નોકરી કરવા માટે જો તમે વિદેશ જઇ રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઘણા બધા લોકો ભારતની બહાર નોકરીની શોધમાં જાય છે, પરંતુ તમામ દેશોમાં તમને આજીવિકા માટે સારા સંસાધન મળે તે જરૂરી નથી. તેવામાં સ્વિત્ઝરલેન્ડ, અમેરિકા હોંગકોંગ એવા કેટલાક દેશો છે, જ્યાં કંપનીઓ પોતાના અપ્રવાસીઓ એટલે કે બીજા દેશોમાંથી કામ કરવા માટે આવેલા લોકોને આકર્ષક પગાર આપે છે. એચએસબીસીના એક રિપોર્ટ પ્રમાણે અમે જણાવી રહ્યાં છીએ ટોપ 10 દેશો અંગે જ્યાં અપ્રવાસીઓને વધારે પગાર મળે છે.

    28 ટકાને મળે છે પ્રમોશન
    એક સર્વે પ્રમાણે 45 ટકા અપ્રવાસીઓએ કહ્યું કે તેમની કંપની અન્ય આંતરરાષ્ટ્રિય કંપનીઓની તુલનામાં વધારે સેલરી આપે છે. જ્યારે 28 ટકા લોકોને કંપની તરફથી પ્રમોશન પણ આપવામાં આવે છે. એક સર્વેમાં HSBCએ એ દેશોની યાદી જાહેર કરી છે, જેમાં અપ્રવાસીઓને વર્ષે સૌથી વધારે સેલરી આપવામાં આવે છે.
    સેલરીના મામલે ટોપ 10 દેશ
    દેશ વાર્ષિક વેતન( કરોડ રૂપિયામાં)
    સ્વિત્ઝરલેન્ડ 1.50
    અમેરિકા 1.37
    હોંગકોંગ 1.30
    ચીન 1.28
    સિંગાપોર 1.20
    યુએઇ 1.15
    ભારત 0.98
    ઇન્ડોનેશિયા 0.95
    જાપાન 0.94
    ઓસ્ટ્રેલિયા 0.93
    સેલરીની બાબતે ટોપ પર છે સ્વિત્ઝરલેન્ડ
    સ્વિત્ઝરલેન્ડની વાત કરવામાં આવે તો અહીં સ્કાઇ-હાઇ માઉન્ટેંસ અને કિંમત બન્ને જ ફેમસ છે. અહીં વાર્ષિક આવકમાં 61 હજાર ડોલરની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે અપ્રવાસીઓની વાર્ષિક એવરેજ આવક 2,03,000 ડોલર(1.50 કરોડ રૂપિયા) છે, જે વૈશ્વિક સ્તરથી બેગણી છે, પરંતુજો બાળકોના પાલન-પોષણની વાત કરવામાં આવે તો આ દેશ ઘણો મોંઘો છે.
    રહેવા અને કામ કરવા માટે બેસ્ટ છે સિંગાપોર
    એચએસબીસીના વાર્ષિક એક્સપેટ એક્સપ્લોરરમાં સિંગાપોર રહેવા અને કામ કરવા માટે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ છે અને તેણે સતત ચાર વર્ષ આ સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ, જર્મની અને કેનેડા આવે છે. વાર્ષિક એક્સપેટ એક્સપ્લોરરમાં કહેવામાં આવ્યું છે કે સિંગાપોર રહેવા અને નોકરી કરવા માટે સૌથી સારું સ્થળ છે. HSBCમાં પણ કહેવામાં આવ્યું છે કે સિંગાપોર એખ એવો દેશ છે, જ્યાં અપ્રવાસીઓને દરેક વસ્તુ મળે છે, જે તેમને જોઇએ. પરિવારના પાલન-પોષણ માટે સ્વીડનને પણ શ્રેષ્ઠ દેશ માનવામાં આવે છે.
    વિદેશ જવામાં પાછળ છે મહિલાઓ
    22,318 લોકો પર થયેલા આ સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે મહિલાઓની સંખ્યા વિદેશ જતા પુરુષોની સરખામણીએ ઘણી ઓછી છે. મહિલાઓની સેલરીમાં 27 ટકા વધારો કરવા છતાં માત્ર એક તૃતિયાંસ મહિલાઓ જ પોતાની કારકિર્દી પ્રત્યે સજાગ છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે પુરુષોની સરખામણીએ અડધા કરતા ઓછી મહિલાઓ ફુલટાઇમ કામ કરે છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending