10 પોઇન્ટ્સ દ્વારા સમજો પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક સાથે જોડાયેલી A to Z વાતો, ક્યાં જમા થશે પૈસા, કેટલું મળશે વ્યાજ

divyabhaskar.com

Sep 03, 2018, 11:36 AM IST
top 10 benefits of india post payment bank

યુટિલિટી ડેસ્ક: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીના તલકટોરા સ્ટેડિયમમાં ઉદઘાટનની સાથે જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB)ની સેવાઓ ઓફિસિયલ રૂપથી શરૂ થઇ ચુકી છે. માનવામાં આવે છે કે આ દ્વારા ગ્રામીણ રેરિયામાં બેન્કિંગ સુવિધાઓ સરળતાથી પહોચવામાં સફળ થશે. આ બેન્ક વિશે અત્યાર સુધી જે વાતો જાણવા મળી છે, તે અનુસાર, ઘણી બાબતોમાં આ એક અનોખી બેન્ક હશે. આવો જાણીએ બેન્ક સાથે જોડાયેલી એવી જ 10 વાતો વિશે.....

1). ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક 3 પ્રકારના સેવિંગ એકાઉન્ટ ઓપન કરાવવાની સુવિધા આપે છે. રેગ્યુલર, ડિજિટલ અને બેસિક સેવિંગ એકાઉન્ટ. આ એકાઉન્ટ્સ ઝીરો બેલેન્સથી ઓપન કરી શકાય છે. આ એકાઉંટ પર વાર્ષિક 4 ટકા વ્યાજ મળે છે.

2). વ્યક્તિ અને નાના વ્યાપારી પેમેન્ટ બેન્કમાં પોતાનું એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. IPPBમાં મહત્તમ 1 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે. પોસ્ટમેન દ્વારા પણ એકાઉન્ટ ઓપન કરાવી શકાય છે.

3). IPPBની શરૂઆત દેશભરમાં તેની 650 શાખાઓ અને 3250 પોસ્ટ ઓફિસના સેવા કેન્દ્રની સાથે કરવામાં આવશે. વર્ષના અંત સુધીમાં દેશના 1.55 લાખ પોસ્ટ ઓફિસમાં આ સેવા શરૂ કરવામાં આવશે.

4). IPPB દેશમાં સંભવત: પહેલી બેંક હશે જે આટલી મોટી સ્કેલમાં લોકોને ઘરે જ બેન્કિંગ (ડોર સ્ટેપ બેન્કિંગ)ની સુવિધા આપશે. IPPBના 3 લાખ Mail server pos machines દ્વારા આ સુવિધા આપશે.

5). IPPB ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પાસેથી પેમેન્ટ બેન્કનું લાઇસન્સ મેળવનાર ત્રીજી બેંક છે. આની પહેલા એરટેલ અને પેટીએમને પણ પેમેન્ટ બેન્કનું લાઇસન્સ મળી ચુક્યું છે.

6). IPPBની સર્વિસેઝ હેઠળ સેવિંગ્સ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, સ્થાનિક રેમિટન્સ સેવાઓ, ડિજિટલ ચુકવણી, થર્ડ પાર્ટી વીમો, મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરેનો સમાવેશ કરે છે. આ ઉપરાંત, સરકાર ચુકવણીઓ બેંકેનો યુઝ સબસિડી, પેન્શન સહિત માટે પણ યુઝ થશે.

7). IPPBને 17 કરોડ પોસ્ટલ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટે પોતાની સાથે જોડાવવા માટે પરમિશન આપી દીધી છે. આઇપીપીબીના કામ શરૂ કર્યા બાદ ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોને ડિજિટલ બેન્કિંગ અને નાણાકિય સેવાઓની સુવિધા મળવા લાગશે. ત્યા કોઇ પણ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. આ કામ મોબાઇલ એપ અથવા પોસ્ટ ઓફિસમાં જઇને કરશે.

8). IPPB મોબાઇલ પણ લોંચ કરી છે. આ એપથી બેંકિંગ સેવાઓની સાથે ફોન બિલ, DTH,ગેસ કનેક્શન, વિજળી બિલ જેવી યૂટિલિટી માટે પેમેન્ટ કરી શકાય છે.

9). IPPBના ગ્રાહક પોતાના એકાઉન્ટથી 100થી વધારે સંસ્થાઓને પેમેન્ટ કરી શકશે. IPPB એકાઉંટમાં 1 લાખ રૂપિયા સુધી જ રાખી શકાય છે એટલા માટે આ એકાઉન્ટથી પીએસબી એકાઉન્ટના લિંક થયા બાદ ગ્રાહક પીએસબીથી આઇપીપીબી અને આઇપીપીબીથી પીએસબી એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરી શકે છે.

10). IPPB એકાઉન્ટ સાથે જોડાયેલ બધાજ બિલર્સ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્બારા ચુકવણી કરી શકશે. આ સુવિધા બેન્કની લોન્ચિંગની સાથે જ શરૂ થઇ ચુકી છે.

X
top 10 benefits of india post payment bank
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી