Divya Bhaskar

Home » National News » Utility » tomorrow Last day on Amazon Freedom Sale

Amazon Freedom Saleનો કાલે છેલ્લો દિવસ: Smartphones સહિત 20,000થી વધારે પ્રોડક્ટ્સ પર ઓફર ભારે ડિસ્કાઉન્ટ

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 01:45 PM

આ સેલ હેઠળ કંપની સ્માર્ટફોન્સ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ગ્રોસરી સહિત અન્ય 20,000થી વધારે પ્રોડક્ટ્સ પર ઓફર આપી

  • tomorrow Last day on Amazon Freedom Sale

    યુટિલિટી ડેસ્ક: ઇ-કોમર્સ સાઇટ એમેઝોન ઇન્ડિયા પર ફ્રીડમ સેલ ચાલી રહ્યો છે. જેનો 12 ઓગસ્ટે છેલ્લો દિવસ છે. આ સેલ હેઠળ કંપની સ્માર્ટફોન્સ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ગ્રોસરી સહિત અન્ય 20,000થી વધારે પ્રોડક્ટ્સ પર ઓફર આપી રહી છે. ખાસ કરીને કંપની OnePlus 6,Oppo Realme 1,Nokia 6.1, Samsung Galaxy Note 8, Honor 7X જેવા સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.

    ઓફર્સની સાથે આ સેલમાં જો SBI ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 10 ટકા સુધીનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું. સાથે જ એક્સચેન્જ ઓફર્સ અને no cost emiની પણ સુવિધા આપવામાં આવી રહી છે. અમેઝોનમાં સ્માર્ટફોન પર 40 ટકા સુધી અને ઇલેક્ટ્રોનિક આઇટ્મ્સ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકાય છે.

    OnePlus 6:

    સૌથી વધારે વેચાતા સ્માર્ટફોન માટે વન પ્લ્સની પણ ગણતરી થાય છે. હાલમાં OnePlus 6 એમેઝોન ફ્રિડમ સેલમાં મળી રહ્યો છે. કંપની એક્સચેંજ ઓફર્સમાં આ ફોન પર 7,510 રૂપિયાની છૂટ આપી રહી છે. સાથે જ ગ્રાહક આ ફોનને નો કોસ્ટ ઇએમઆઇ દ્વારા પણ ખરીદી શકે છે. કંપની OnePlus 6ની accessories પર 20 ટકા સુધીનું ડિસ્કાઉંટ ઓફર કરી રહી છે. OnePlus 6 ભારતમાં લોન્ચ થયેલો પહેલો સ્માર્ટફોન છે જેમાં લેટેસ્ટ Qualcomm Snapdragon 845 SoC મળે છે. તેની ડિસ્પે 6.28-inch full HD+ (2280 x 1080)ની છે. આ ફોનમાં 6GB and 8GB એમ બે રેમ ઓપ્શન આપવામાં આવ્યા છે, જ્યારે સ્ટોરેઝ 64GB, 128GB અને 256 GB છે.

    The Honor 7X 64GB:

    Honor 7X પર કંપની ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ફ્રીડમ સેલમાં આ ફોન 10,999 રૂપિયામાં મળી રહ્યો છે જેની કિંમત પહેલા 16,999 રૂપિયા હતી. સાથે જ ગ્રાહક એક્સચેંજ ઓફરનો પણ લાભ ઉઠાવીને એક્સ્ટ્રા 9000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. Honor 7Xમાં HiSilicon Kirin 659 octa-core SoC છે અને તેને Android 7.0 Nougat સાથે ડિસેમ્બર 2017માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનમાં 32GB, 64GB and 128GB સ્ટોરેઝ ઓપ્શન આપવામાં આવ્યા છે. જેને મેમરી કાર્ડ દ્વારા 256gb સુધી વધારી શકાય છે. ડિવાઇસમાં 5.93-inch bezel-less અને ફુલ એચડી ડિસ્પ્લે સાથે 18:9 aspect ratio છે. ફોનમાં 4 gb ram આપવામાં આવી છે અને તેની બેટરી 3340 mAhની છે.

    Oppo Realme 1:

    એમેઝોનમાં એક્સચેંજ ઓફરમાં Oppo Realme 1 પર 8,084ની છૂટ મળી રહી છે. Oppo Realme 1 3GB RAM and 32GB storage ના 8,990 રૂપિયા છે અને 6GB RAM and 128GB storage વાળા ફોનની કિંમત 13,990 રૂપિયા છે. ફોનમાં ફાયબર બોડી આપવામાં આવી છે. સાથે બેકસાઇટ પર ડાયમંડ ફિનિસિંગ કરેલું છે. ફોનમાં 6 ઇંચની ફુલ એસચી + IPS LCD ડિસ્પ્લે છે. તેનો બેટરી બેકઅપ 3410 mAh છે.

    Nokia 6.1:

    કંપની નોકિયાના 6.1 ડિવાઇસ પર 3000 રૂપિયા સુધીનું ડિસ્કાઉંટ આપી રહી છે. ફ્રીડમ સેલમાં 4GB RAM/64GB storage variantની કિંમત 15,999 રૂપિયા છે, જેની માર્કેટ પ્રાઇઝ 18,999 રૂપિયા છે. ફોનમાં 5.5-inch IPS Full HD ડિસ્પ્લે છે. ફોનમાં 4gb ram અને 32GB/ 64GB internal storage options આપવામાં આવ્યું છે. જેને મેમરી કાર્ડ દ્વારા 128 GB સુધી વધારી શકાય છે.

    Samsung Galaxy Note 8:

    Samsung Galaxy Note 8 એમેઝોન પર 55,900 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે એચડીએફસી ક્રેડિડ કાર્ડથી ખરીદી કરવા પર 4000 રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે. ફોનમાં 6.3-inch Quad HD+ Super AMOLED Infinity display છે. આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ Android 7.1.1 Nougat OS સાથે જ 6 GB RAM અને 64GB સુધી ઇન્ટરનલ સ્ટોરેઝ મળે છે જેને microSD car દ્બારા 256GB સુધી વધારી શકાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending